![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Health tips:જો આપ પણ પપૈયા,કેળાં એકસાથે ખાવ છો તો પહેલા જાણી લો તેના નુકસાન, થઇ શકે છે આ સમસ્યા
ફળ આપણા બધાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે અને તેના સેવનના અદભૂત ફાયદા છે. આ સ્થિતિમાં લોકો કેળા અને પપૈયું એક સાથે ખાવાની ભૂલ કરે છે. તો પહેલા તેના નુકસાન જાણી લો
![Health tips:જો આપ પણ પપૈયા,કેળાં એકસાથે ખાવ છો તો પહેલા જાણી લો તેના નુકસાન, થઇ શકે છે આ સમસ્યા Disadvantages of eating banana and papaya together health care tips Health tips:જો આપ પણ પપૈયા,કેળાં એકસાથે ખાવ છો તો પહેલા જાણી લો તેના નુકસાન, થઇ શકે છે આ સમસ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/5c1534807a5c84275fcc88a1ea8cc24b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફળ આપણા બધાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે અને તેના સેવનના અદભૂત ફાયદા છે. આ સ્થિતિમાં લોકો કેળા અને પપૈયું એક સાથે ખાવાની ભૂલ કરે છે. તો પહેલા તેના નુકસાન જાણીલો
ફળો આપણા બધાના સ્વાસ્થ્ય માટે જરૂરી તેમજ તે ઉતમ પોષણનો સ્ત્રોત પણ છે. લોકો ફળોને ડાયરેક્ટ ખાય છે તો તેનો શેઇક કે સ્મૂધી બનાવીને પણ ફળોનું સેવન કરે છે. કેટલાક લોકો કેળા અને પપૈયા એકસાથે ખાવાનું પણ પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે, પપૈયાનું નિયમિત સેવન પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે તે કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે. તે ફાયદાકારક પણ છે. બીજી તરફ જો કેળાની વાત કરીએ તો કેળા પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. તેના સેવનથી આપણા શરીરને પોટેશિયમ મળે છે. સાથે જ સ્નાયુઓ પણ મજબૂત થાય છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે કેળા અને પપૈયાને એકસાથે ખાવાથી શું નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ.
શું કેળા અને પપૈયા સાથે ખાવા જોઇએ?
કેળા અને પપૈયાનું એકસાથે સેવન કરવાથી ફાયદો થાય છે કે નહી. તે તમારા પાચન તંત્ર પર સંપૂર્ણપણે આધાર રાખે છે. કેટલાક લોકોની પાચન શક્તિ નબળી હોય છે. આવી સ્થિતિમાં જો તે કેળા અને પપૈયાનું સેવન કરે છે તો તેને સમસ્યા વધી શકે છે. બીજી તરફ, જે લોકોની પાચન શક્તિ સારી હોય છે તેમને આવી કોઈ સમસ્યા નથી થતી. આયુર્વેદમાં કેળા અને પપૈયાને એકબીજાના વિરોધી ફળ માનવામાં આવે છે. આયુર્વેદમાં પણ તેમને એકસાથે ન ખાવાની સલાહ આપવામાં આવે છે. જો એકસાથે તેનું સેવન કરવામાં આવે તો પાચન તંત્રને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે કેળા અને પપૈયું એકસાથે ખાતા હોવ તો તેના કારણે અપચો, ઉલટી, ઉબકા, ગેસ વગેરે જેવી સમસ્યાઓ સર્જાઇ છે.
કોણે કેળા અને પપૈયાનું સેવન ન કરવું જોઇએ?
પપૈયામાં પપૈન નામનું તત્વ હોય છે જે લોકોને એલર્જીનો શિકાર બનાવે છે. આવી સ્થિતિમાં પપૈયાનું સેવન કરવાથી શ્વાસની સમસ્યા પણ થઈ શકે છે. જો કેળા અને પપૈયાને સાથે લેવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થશે. તેનાથી તમારી પરેશાની વધી શકે છે.
કમળાના દર્દીઓને પપૈયા ન ખાવાની પણ સલાહ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તેમાં હાજર પપૈન અને બીટા કેરોટીન કમળાની સમસ્યાને વધારે છે. જેના કારણે ઘા જલ્દી રૂઝાતા નથી. પપૈયા અને કેળાનું એકસાથે સેવન કરવાથી પણ પેટ ખરાબ થઈ શકે છે. તમને પેટમાં દુખાવોની સમસ્યા સર્જાઇ શકે છે.
જો આપને શરદી અને ફ્લૂની સમસ્યા છે, તો આવી સ્થિતિમાં, સાંજે કેળા ખાવાનું ટાળવું જોઈએ. જો શરીરમાં પોટેશિયમની વધુ માત્રા હોય તો કેળાનું સેવન ન કરો. જેના કારણે શરીરમાં ગંભીર સમસ્યાઓ થવાની સંભાવના રહે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)