કેળાનું સેવન કરતાં પહેલા સાવધાન, આ રીતે કરશો તો વજન વધવાની સાથે થશે આ નુકસાન, જાણો અયોગ્ય રીતે સેવનની આડઅસરો
કેળાનું સેવન કરતાં પહેલા સાવધાન, આ રીતે કરશો તો વજન વધવાની સાથે થશે આ નુકસાન, જાણો અયોગ્ય રીતે સેવનની આડઅસરો
Health tips:કેળા એક એવું ફળ છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠા હોય છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને કેળા ખૂબ જ ભાવે છે. રોજ કેળા ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ શું આપ જાણો છો કે, વધારે માત્રામાં કેળા ખાવાથી આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે.
કેળા એક એવું ફળ છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠા હોય છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને કેળા ખૂબ જ ભાવે છે. રોજ કેળા ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ શું આપ જાણો છો કે, વધારે માત્રામાં કેળા ખાવાથી આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. એટલા માટે આપને કેળા ખાવાની મર્યાદા નક્કી કરવી પડશે. આપ દિવસમાં 1-2 કેળા આરામથી ખાઈ શકો છો, તમને કોઈ સમસ્યા નહીં થાય પરંતુ હા, જો તમે ખૂબ વર્કઆઉટ કરો છો, તો તમે દિવસમાં 3-4 કેળા ખાઈ શકો છો, પરંતુ આના કરતા વધુ કેળાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ કે વધુ કેળા ખાવાના શું નુકસાન થાય છે.
વધુ કેળા ખાવાના ગેરફાયદા
મેદસ્વીતામાં વધારો
વધુ કેળા ખાવાથી મેદસ્વીતા વધે છે. કેળામાં ફાઈબર અને નેચરલ શુગર હોય છે, જો તમે તેને દૂધ સાથે ખાઓ તો વજન વધે છે.
પેટમાં દુખાવો અને એસિડિટી
ખાલી પેટ કેળા ખાવાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા પણ થઈ શકે છે. કેળામાં સ્ટાર્ચ હોય છે, તેથી તેને પચવામાં સમય લાગે છે. જેના કારણે પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે. આના કારણે ઘણા લોકોને ઉલ્ટી પણ થાય છે.
કબજિયાતની સમસ્યા-
પાકેલા કેળા ખાવાથી પેટ સાફ થાય છે, પરંતુ જો કેળું કાચું હોય તો તેનાથી કબજિયાત થઈ શકે છે. કાચા કેળા પચવામાં ભારે હોય છે તેથી કાચા કેળાને અવોઇડ કરો.
શુગર લેવલ વધે છે
કેળા ખાવાથી જે લોકોને ડાયાબિટીસ છે તેમને ઘણું નુકસાન થઈ શકે છે. કેળામાં કુદરતી શુગર હોય છે, જે શુગર લેવલ વધારી શકે છે. એટલા માટે દિવસમાં બેથી વધુ માત્રામાં કેળા ખાવા સ્વાસ્થ્યના હિત માટે યોગ્ય નથી.
દાંતની સમસ્યા અને માઈગ્રેન- જો તમે કેળા વધુ માત્રામાં ખાઓ છો તો દાંતમાં સડો થઈ શકે છે. કેળામાં એમિનો એસિડ ટાયરોસિન હોય છે, જે શરીરમાં ટાયરામાઇનમાં રૂપાંતરિત થાય છે. આ માઇગ્રેનને ઉત્તેજિત કરી શકે છે. અસ્થમાવાળા લોકોએ પણ મર્યાદામાં કેળા ખાવા જોઈએ. કેળા ખાવાથી ઘણા લોકોને પેટનું ફૂલવું અને અન્ય એલર્જી થઈ શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )