શોધખોળ કરો

Intermittent Fasting: ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ દરમિયાન આ 5 મુદાને અનુસરો નહિ તો ફાયદાને બદલે થશે નુકસાન

ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ હાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓએ આ ડાયટ પ્લાન દ્વારા પોતાનું વજન ઘટાડ્યું છે.

Intermittent Fasting: ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ   હાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓએ આ ડાયટ પ્લાન દ્વારા પોતાનું વજન ઘટાડ્યું છે.

આજે ઘણા લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. લોકો પોતાનું વજન ઘટાડવા માટે અવનવા ઉપાયો અપનાવતા રહે છે. જેમાં ખાસ કરીને અનેક ડાયટ પ્લાન સામેલ છે. આમાંની એક ડાયટ પ્લાન છે ઇન્ટર મિટેન્ટ ફાસ્ટિંગ. આ ડાયટ પ્લાન આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓએ આ ડાયટ પ્લાન દ્વારા પોતાનું વજન ઘટાડ્યું છે. આ ડાયટ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં શું ખાવું તે એટલું મહત્વનું નથી જેટલું કે ક્યારે ખાવું તે મહત્વનું છે. જો કે  લોકો તેને ફોલો કરતી વખતે ઘણી ભૂલો કરે છે, જેના કારણે તેમનું વજન ઓછું થતું નથી. આવો  જણાવીએ, આ ભૂલો વિશે

  1. શરીરને પોષક તત્વો નથી મળતા

ઘણા લોકો માને છે કે, તેઓ જેટલા વધુ કલાકો ઉપવાસ કરે છે, તેટલી ઝડપથી તેઓ વજન ઘટાડી શકશે. પરંતુ  આ એક ખોટી માન્યતા છે. ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં ખાવાનો એક નિશ્ચિત સમય હોય છે, જે તમને કેલરી બર્ન કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી, તમે તમારા શરીર પર સારા પોષક તત્વો વિના કામ કરવા માટે વધુ પડતું દબાણ કરો છો, જેના કારણે તમને બીમારીઓ થઈ શકે છે.

  1. ડાયટ પ્લાનમાં ફેરફાર

આ એક સામાન્ય ભૂલ છે જે મોટાભાગના લોકો કરે છે. ઘણા લોકો એવા છે જે ડાયટ પ્લાનની શરૂઆતમાં ખૂબ જ ઉત્સાહિત હોય છે, પરંતુ થોડા દિવસો પછી આ ઉત્સાહ ગાયબ થઈ જાય છે. ડાયટ પેટર્નમાં આ અચાનક ફેરફાર સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે.

  1. જાતન હાઇડ્રેટેડ ન રાખવું

લોકોને જાણવાની જરૂર છે કે, હાઇડ્રેશન એ ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં એક મહત્વપૂર્ણ ભાગ છે. ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં  પૂરતું પાણી ન પીવાથી શરીર હાઈડ્રેટ નથી રહેતું અને તમારા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે. સ્કિન પણ ડેમેજ થાય છે.

  1. અનહેલ્ધી ફૂડ ખાવું

ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં દરમિયાન મોટાભાગના લોકો જે સૌથી મોટી ભૂલ કરે છે તે એ છે કે તેઓ 14 કે 18 કલાકના ફાસ્ટ બાદ અનહેલ્થી કંઇ પણ ખાઇને પેટ ભરે છે.  તેનાથી વજન ઘટતું નથી પણ વધે છે. ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં  ઉપવાસ દરમિયાન જંક ફૂડ ખાવાથીને વજન વધે છે.

  1. શારીરિક પ્રવૃત્તિ ન કરવી

જો તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરો તો ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં વજન ઘટાડવાની ખાતરી આપી શકતું નથી. જ્યારે તમે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ કરો છો, ત્યારે તમારી કેલરી બર્ન થાય છે જે તમારા શરીરમાં વજન ઘટાડવાની પ્રક્રિયાને વેગ આપે છે. તેથી, જો તમે ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં ફાસ્ટિંગ કરી રહ્યા છો, તો પછી થોડી શારીરિક પ્રવૃત્તિ કરવાનું ચાલુ રાખો.ડાયટિંગ સાથે વર્કઆઉટ કરવું પણ જરૂરી છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
Embed widget