Health :કોરોનાના ચક્કરમાં શું આપ પણ ગરમ પાણી પીવો છો? તો સાવધાન તેના નુકસાન જાણી લો
ચીનથી લઈને સમગ્ર વિશ્વમાં, કોરોનાના નવા વેરિયન્ટે ફરી એકવાર ચિંતા જગાડી છે. જ્યાં ચીનમાં દરરોજ લાખો કેસ આવી રહ્યા છે, તો બીજી તરફ ભારતના લોકો માટે ખતરાની ઘંટડી વાગી છે.
ચીનથી લઈને સમગ્ર વિશ્વમાં, કોરોનાના નવા વેરિયન્ટે ફરી એકવાર ચિંતા જગાડી છે. જ્યાં ચીનમાં દરરોજ લાખો કેસ આવી રહ્યા છે, તો બીજી તરફ ભારતના લોકો માટે ખતરાની ઘંટડી વાગી છે. કોરોનાનું નામ સાંભળતા જ મોટાભાગના લોકો વારંવાર ઉકાળેલું પાણી પીવા લાગે છે. તેમને લાગે છે કે, ગરમ પાણી પીવાથી કોરોના સંપૂર્ણપણે ગાયબ થઈ જશે.તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તે તમારું સ્વાસ્થ્ય પણ બગાડી શકે છે. આ વાત તમને આશ્ચર્યમાં મૂકી શકે છે, પરંતુ આ સત્ય છે અને તે ઘણા સંશોધનોમાં સાબિત થયું છે.
કિડનીને અસર કરે છે
કિડનીમાં એક ખાસ કેશિલરી સિસ્ટમ છે. જેનું કામ શરીરમાંથી વધારાનું પાણી અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું છે. રિસર્ચ અનુસાર, જો તમે વધુ પડતું ગરમ પાણી પીઓ છો, તો કિડનીમાં તેનું કાર્ય કરવામાં ઘણી સમસ્યાઓ થાય છે.
ઊંઘનો અભાવ
રાત્રે સૂતી વખતે હૂંફાળું પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, પરંતુ જો તમે ખૂબ જ ગરમ પાણી પીઓ છો તો તે તમારા માટે સમસ્યા ઊભી કરી શકે છે. આ તમારી રાતની ઊંઘ બગાડી શકે છે. ગરમ પાણી પીવાથી તમને રાત્રે ટોયલેટની સમસ્યા થાય છે. તેનાથી તમારા રક્ત પરિભ્રમણ પર દબાણ આવે છે. સૂતી વખતે ભૂલથી પણ ગરમ પાણી ન પીવું.તેનાથી એસિડિટીની સમસ્યા પણ થાય છે. અલ્સર પણ થઇ શકે છે.
રક્ત પરિભ્રમણની સમસ્યા શરૂ થઈ શકે છે
વધુ પડતું ગરમ પાણી પીવું રક્ત પરિભ્રમણ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વધુ પાણી પીવાથી શરીરમાં લોહીનું પ્રેશર વધે છે. હાઈ બ્લડ પ્રેશર અને અન્ય પ્રકારની કાર્ડિયો સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે
નસોમાં સોજો
ઘણા લોકો એવા હોય છે જે તરસ લાગ્યા વિના જ ર પાણી પીવે છે તેના કારણે નસમાં સોજો આવી જાય છે. એટલા માટે જ્યારે તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ. વારંવાર ગરમ પાણી પીવાથી માથાનો દુખાવો થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )