હાર્ટ અટેક સમયે જો આપને CPR ન આવડતું હોય તો પણ જીવ બચાવી શકાય છે. બસ આ ટેકિનિક અપનાવો
મેડિકલ જર્નલ ડી લેસેન્ટ અનુસાર, દેશમાં દર વર્ષે 5-6 લાખ લોકો અચાનક કાર્ડિયાક અરેસ્ટને કારણે જીવ ગુમાવે છે. આમાં મોટાભાગના લોકોની ઉંમર 50 વર્ષથી ઓછી છે. હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોરના કિસ્સામાં પ્રાથમિક સારવાર અંગે ઘણા દાવા કરવામાં આવે છે. આમાંથી એક છે છાતીમાં પ્રેશર આપવું

Chest Compression and Heart Attack : આજકાલ આપણી ખોટી આદતોને કારણે ઘણી ખતરનાક બીમારીઓ ઝડપથી વધી રહી છે. કાર્ડિયાક અરેસ્ટ પણ આમાંથી એક છે હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોરનાં કેસો છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધ્યા છે. ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. આ એવા રોગો છે જે તાત્કાલિક મૃત્યુનું કારણ બની શકે છે.
મેડિકલ જર્નલ ડી લેસેન્ટ અનુસાર, દેશમાં દર વર્ષે 5-6 લાખ લોકો અચાનક કાર્ડિયાક અરેસ્ટને કારણે જીવ ગુમાવે છે. આમાં મોટાભાગના લોકોની ઉંમર 50 વર્ષથી ઓછી છે. હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોરના કિસ્સામાં પ્રાથમિક સારવાર અંગે ઘણા દાવા કરવામાં આવે છે. આમાંથી એક છે છાતીમાં પ્રેશર આપવું. કહેવાય છે કે બંને સ્થિતિમાં દર્દીની છાતી દબાવવામાં આવે તો તેનો જીવ બચી શકે છે. ચાલો જાણીએ તેનું સત્ય...
હાર્ટ એટેક દરમિયાન છાતીમાં પ્રેશર આપવું જીવન બચાવી શકે છે?
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, કાર્ડિયાક અરેસ્ટના કિસ્સામાં જો છાતી પર પ્રેશર કરવામાં કરવામાં આવે તો દર્દીનો જીવ બચાવવાની શક્યતા વધી જાય છે. તબીબી પરિભાષામાં તેને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) કહે છે. જોકે બહુ ઓછા લોકો આ વાતથી વાકેફ છે. જેના કારણે દર્દીને મદદ મળતી નથી,
CPR કેટલું ફાયદાકારક છે?
હાર્ટ એટેક અથવા હાર્ટ ફેલ્યોર થવાના કિસ્સામાં સીપીઆર એક પ્રકારની ઇમરજન્સી લાઇફ સેવિંગ ટેકનિક હોઈ શકે છે, જેનાથી દર્દીને બચાવી શકાય છે, જો હૃદય ધડકવાનું બંધ કરી દે તો પણ જો કોઈ વ્યક્તિ સીપીઆર કેવી રીતે આપવી તે જાણતો ન હોય તો પણ તે તેની છાતી પર પ્રેશર આપવાનો અને સીપીઆરની ટેકનિકથી તે જ જગ્યાએ પ્રશેર આપે તો પણ જીવ બચાવી શકે છે. વાસ્તવમાં, જ્યારે હૃદયનું પમ્પિંગ બંધ થઈ જાય છે, ત્યારે લોહી શરીરમાં પહોંચી શકતું નથી, જેના કારણે ઓક્સિજન અને પોષણનો પુરવઠો બંધ થઈ જાય છે. તેથી તરત જ હૃદય શરૂ કરવાની જરૂર છે.
આ માટે, આપણે હૃદય પર બાહ્ય પ્રેશર આપવાથી છાતીને હાથથી દબાવવામાં આવે છે, જેથી હૃદયનું લોહી આખા શરીરમાં પ્રસરી જાય છે . છાતી પર ઓછામાં ઓછા 4-5 વખત દબાણ કરવાથી અને મોં દ્વારા ફૂંકાવાથી લોહી શરીરમાં પ્રવેશી શકે છે. જ્યાં સુધી હૃદય ફરી કામ કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી આ કરી શકાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )




















