(Source: ECI/ABP News/ABP Majha)
Potatao Diet Plan: ના હોય, બટાકા ખાવાથી ઝડપથી ઘટે છે વજન, જાણો બટાકાનો ડાયટ પ્લાન
જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો આજે જ અપનાવો પોટેટો ડાયેટ પ્લાન
Potatao Diet Plan: આજકાલ સૌથી મોટી સમસ્યા વજન ઘટાડવાની છે. લોકો મોંઘા આહાર અને અઘરી કસરતો કરવા છતાં પણ વજન ઉતારી શકતા નથી. ત્યારે આજે અમે તમને એક એવો ઉપાય જણાવીશું, જેની મદદથી તમે તરત જ વજન ઘટાડી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે બટાકા ખાવાથી પણ વજન ઘટાડી શકાય છે. જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો અમે તમારા માટે પોટેટો ડાયેટ પ્લાન નામનો સ્પેશિયલ ડાયટ પ્લાન લઈને આવ્યા છીએ. બટાકાના આ ડાયટ પ્લાનથી તમે થોડા દિવસોમાં જ વજન ઘટાડી શકો છો.જેના માટે તમારે પોટેટો ડાયટ પ્લાન ફોલો કરવો જરૂરી છે
વજન ઘટાડવા માટે બટાકાનો ડાયટ પ્લાન
જો તમે વજન ઘટાડવાનો પ્લાન બનાવ્યો હોય તો બટાકાનો ડાયટ પ્લાન ખૂબ જ ફાયદાકારક છે. તમે ક્યારેય વિચાર્યું હતું કે બટેકા તમારું વજન ઉતારવામાં મદદ કરી શકે છે. જી હા આ વાત તદન સાચી છે. જો તમારે તમારું વધતું વજન ઝડપથી ઉતારવું છે તો જમવામાં બટાકાનો ભરપૂર ઉપયોગ કરો. અને ઝડપથી તમારું વજન ઉતારો. બટાકામાં ઉચ્ચ કેલરી, ફાઈબર અને વિટામિન્સ હોય છે અને તે સરળતાથી વજન ઘટાડી શકે છે. તમને જણાવી દઈએ કે આ એક એવો રસ્તો છે જેના દ્વારા મેટાબોલિઝમ ઝડપી થાય છે અને વજન ઝડપથી ઘટે છે.
પોટેટો ડાયટ પ્લાન કેવી રીતે ફોલો કરવો?
- 3-5 દિવસ માટે ફક્ત સાદા રાંધેલા બટાકા જ ખાઓ
- દરરોજ 0.9-2.3 કિલો બટાકા ખાઓ
- કેચઅપ, માખણ, ક્રીમ અને ચીઝ જેવા મસાલા અને ટોપિંગને થોડા દિવસો માટે છોડી દો
- ભોજનમાં થોડું મીઠું ખાઓ.
- તરસ લાગે ત્યારે પાણી, બ્લેક કોફી, બ્લેક ટી પીઓ
- હળવી કસરતો કરો, બહુ અઘરી કસરતો કરવાની જરૂર નથી.
બટાટા વજન કેવી રીતે ઘટાડે છે?
બટાટા તમારા મેટાબોલિક રેટને વધારે છે. આ તમારા પેટને કાર્બોહાઇડ્રેટ્સ અને કેલરી આપે છે. તે તમારા પેટને ઠીક કરવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સિવાય તે કસરત કરવાની શક્તિ પણ વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )