શોધખોળ કરો

Brown Sugar Side Effects: અધિક માત્રામાં બ્રાઉન સુગરનું સેવન નોતરે છે નુકસાન, જાણો શું કહે છે નિષ્ણાત

અત્યારે ખાંડ આપણા આહારનો આવશ્યક ભાગ બની ગઈ છે. ચા, કોફી અથવા કોઈપણ મીઠી વાનગી બનાવવા માટે ખાંડનો વ્યાપક ઉપયોગ થાય છે. પરંતુ ખોરાકમાં ખાંડનો વધુ પડતો ઉપયોગ તમારા માટે ઘણી રીતે હાનિકારક પણ સાબિત થાય છે.

Brown Sugar Side Effects:અત્યારે ખાંડ આપણા આહારનો આવશ્યક ભાગ બની ગઈ છે. ચા, કોફી અથવા કોઈપણ મીઠી વાનગી બનાવવા માટે ખાંડનો વ્યાપક ઉપયોગ થાય છે. પરંતુ ખોરાકમાં ખાંડનો વધુ પડતો ઉપયોગ તમારા માટે ઘણી રીતે હાનિકારક પણ સાબિત થાય છે.

ખાંડ એક બિનઆરોગ્યપ્રદ ઉત્પાદન છે, જેનો વધુ પડતો વપરાશ ઘણી સમસ્યાઓ તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં, સફેદ ખાંડને બદલે, લોકો વિકલ્પ તરીકે બ્રાઉન સુગરનો ઉપયોગ કરે છે. બ્રાઉન સુગર આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે, પરંતુ એ પણ સાચું છે કે તેનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જો આપ વધુ માત્રામાં   સફેદ ખાંડને બદલે બ્રાઉન સુગર ખાવ છો, જાણો તેના ગેરફાયદા વિશે પણ.

સફેદ ખાંડની જગ્યાએ બ્રાઉન સુગરનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે ઘણા અંશે ફાયદાકારક છે, પરંતુ તેને વધુ પડતું ખાવાથી ઘણા નુકસાન પણ થાય છે. કોઈપણ વસ્તુનો અતિરેક તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બ્રાઉન સુગરનું પણ એવું જ છે. સફેદ ખાંડ અને બ્રાઉન સુગર સ્વાદ, રંગ અને પ્રક્રિયામાં અલગ હોઈ શકે છે, પરંતુ બંનેમાં સમાન માત્રામાં કેલરી અને પોષક તત્વો હોય છે. આવી સ્થિતિમાં, જો તમે બ્રાઉન સુગરનો વધુ ઉપયોગ કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થશે.

સફેદ ખાંડ અને બ્રાઉન સુગર બનાવવાની પ્રક્રિયા પણ સમાન છે. જો કે, સફેદ ખાંડ બનાવતી વખતે, તેમાં વધુ રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે, બ્રાઉન સુગર શેરડીના રસમાંથી તૈયાર કરેલા ગોળમાંથી બનાવવામાં આવે છે. બ્રાઉન સુગરમાં આયર્ન, કેલ્શિયમ, ઝીંક અને કોપર મળી આવે છે. પરંતુ આજકાલ તેને બનાવવા માટે કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે તમને સફેદ ખાંડની જેમ જ નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે મીઠાઈ માટે ત્રીજો વિકલ્પ શોધી રહ્યા છો, તો તમે ગોળનું સેવન કરી શકો છો.

બ્રાઉન સુગરથી થતાં નુકસાન

  • વધુ પડતા બ્રાઉન સુગરનું સેવન કરવાથી આ ગેરફાયદા થઈ શકે છે-
  • વધુ પડતી બ્રાઉન સુગરનો ઉપયોગ કરવાથી તમે બેચેની અનુભવી શકો છો. આ સિવાય તમારા હૃદયના ધબકારા પણ વધી શકે છે.
  • ભલે બ્રાઉન સુગરમાં કેલરીની માત્રા ઓછી હોય, પરંતુ તેનું વધુ પડતું સેવન તમારા બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે.
  • વધુ પડતી બ્રાઉન સુગર લેવાથી ફેટી એસિડના ઉત્પાદનમાં વધારો થઈ શકે છે, જે શરીરમાં સોજો ઉત્પન કરે  છે.
  • કેટલાક લોકોને બ્રાઉન સુગરની એલર્જી પણ હોઈ શકે છે. તેના ઉપયોગથી તમને ઉલ્ટી, માથાનો દુખાવો અને ખંજવાળ જેવી સમસ્યા થઈ શકે છે.
  • બ્રાઉન સુગરનું વધુ પડતું સેવન કરવાથી પણ વજન વધવાની શક્યતા વધી જાય છે.

Disclaimer: એબીપી અસ્મિતા ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget