COVID-19 recovery diet: કોરોનાથી રિકવર થયા બાદ બોડી વીકનેસ હોય તો આ 5 ફૂડને ડાયટમાં અવશ્ય કરો સામેલ
કોરોનાના સમયગાળા દરમિયાન સ્વસ્થ રહેવા માટે ખાવા-પીવાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. આપણો આહાર માત્ર પેટ ભરવા માટે જ ન હોવો જોઈએ, પરંતુ તે પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ.
COVID-19 recovery diet:કોરોનાના સમયગાળા દરમિયાન સ્વસ્થ રહેવા માટે ખાવા-પીવાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. આપણો આહાર માત્ર પેટ ભરવા માટે જ ન હોવો જોઈએ, પરંતુ તે પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ. કોરોના બાદ સારા સ્વાસ્થ્ય માટે, મજબૂત આહાર લેવો જરૂરી છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આપણને સ્વસ્થ રાખે છે. જો તમે પણ કોવિડ સામેની લડાઈ જીતી લીધી હોય તો તમારે આ ફૂડને ડાયટમાં સામેલ કરવા જોઇએ.
કોરોનામાંથી સાજા થયા પછી શરીરમાં લાંબા સમય સુધી નબળાઈ રહે છે, આવી સ્થિતિમાં શરીરને ઝડપથી સ્વસ્થ થવા માટે જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે. શરીરમાં રિકવરી માટે, શ્રેષ્ઠ આહાર પસંદ કરવો જરૂરી છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે અને શરીરના આવશ્યક તત્વોની ઉણપને પૂર્ણ કરશે.
ફળો અને શાકભાજીનું સેવન કરો
કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયા બાદ જો શરીરમાં નબળાઈ સતત રહે છે, તો આહાર પર ભાર આપો. આહારમાં રંગબેરંગી ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. જરૂરી પોષક તત્વોની ઉણપને પૂરી કરવા માટે આહારમાં રંગબેરંગી ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. આહારમાં લીંબુ, પપૈયું, નારંગી, કીવી, જામફળ, બ્રોકોલી, લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરો.
સાબૂત અનાજનું કરો સેવન
કોરોનાથી સાજા થવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી જરૂરી છે, સાથે જ એવો આહાર લેવો જેનાથી માંસપેશીઓ મજબૂત રહે અને શરીરને એનર્જી પણ મળે. શરીરની નબળાઈ દૂર કરવા માટે રાગી, ઓટ્સ અને આખા અનાજનું સેવન કરો.
હળદરવાળું દૂધ પીવો
જો તમને કોરોના પછી ખાવા-પીવામાં તકલીફ થઈ રહી હોય તો હળદરવાળો ખોરાક ખાઓ, સાથે જ દૂધનું સેવન કરો. હળદર ઉમેરીને દૂધનું સેવન કરો, રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે, સાથે જ તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે.
હૂંફાળું પાણી અને પ્રવાહી વધુ લો
કોરોનામાંથી બહાર આવવા માટે પાણીનું સેવન પણ ખૂબ અસરકારક છે. દરરોજ નવશેકું પાણી, નારિયેળ પાણી, જ્યુસ, આમળાનો રસ અને વેજીટેબલ સૂપ પીવું જોઇએ.
આ મસાલાનું સેવન અસરકારક રહેશે
કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ જો શરદી પૂરી રીતે મટી નથી ગઈ તો તમારે કેટલાક મસાલા ખાવા જોઈએ. તમે તુલસી, આદુ, લવિંગ, કાળા મરી, લસણ જેવી વસ્તુઓનો ઉકાળા પી શકો છો.
ઈંડા અને માછલી ખાઓ
કોરોના સંક્રમણથી બચવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે આહારમાં ચિકન, માછલી, ઈંડા, ચીઝ, સોયાબીન ખાઓ. આ તમામ ખોરાક પ્રોટીનના સારા સ્ત્રોત છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )