(Source: ECI/ABP News/ABP Majha)
Weight loss: જ્યારે આપ આખો દિવસ કંઇ જ ન ખાઇને વેઇટ લોસ કરો છો? જાણો, ત્યારે શરીરને શું થાય છે નુકસાન
મોટાભાગના ડાયટ પ્લાનમાં લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું પડે છે. ડૉક્ટરનો મત છે કે, જો તમે ડાયટ પ્લાન શરૂ કરી રહ્યા છો, તો તે પહેલા તમારે હેલ્થનું સંપૂર્ણ ચેક અપ કરાવી લેવું જરૂરી છે. બાદ કોઇ ડાયટ પ્લાનને ફોલો કરો
Weight loss:મોટાભાગના ડાયટ પ્લાનમાં લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું પડે છે. ડૉક્ટરનો મત છે કે, જો તમે ડાયટ પ્લાન શરૂ કરી રહ્યા છો, તો તે પહેલા તમારે હેલ્થનું સંપૂર્ણ ચેક અપ કરાવી લેવું જરૂરી છે. બાદ કોઇ ડાયટ પ્લાનને ફોલો કરો
શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે, તેને ઇંધનની જરૂર પડે છે. શરીર માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત આપણો આહાર છે. એટલા માટે દરેકને પૌષ્ટિક વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. તમારો આહાર જેટલો વધુ પૌષ્ટિક હશે, તેટલું જ શરીર ઊર્જાવાન બને છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો આપણે આખો દિવસ ભૂખ્યા રહીએ એટલે કે આખો દિવસ કંઈપણ ન ખાઈએ અને ઉપવાસ કરીએ તો શરીરને ઊર્જા ક્યાંથી મળશે. આવો જાણીએ...
શું તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહી શકો છો
ડાયટ એક્સપર્ટ જણાવે છે કે, ઘણા પ્રકારના ડાયટ પ્લાન હોય છે, જેમાં લાંબા સમય સુધી ખાવાનું હોતું નથી. ઇન્ટરમિટેંટ ડાયટિંગમાં પણ 14 કે 16 અથવા 18 કલાક સુધી કંઇ જ ખાવાનું નથી હોતું. જો કે, તે દરેક માટે ફાયદાકારક નથી. ખોરાક ન ખાવા છતાં પણ શરીરને ઊર્જાની જરૂર હોય છે. આના માટે ઘણા લોકો અલગ-અલગ પદ્ધતિ અપનાવે છે, જેના ઘણા ગેરફાયદા પણ હોઈ શકે છે.
સમયસર ન ખાવાથી શું થાય છે
ખોરાક ખાધા પછી પાચન પ્રક્રિયા શરૂ થાય છે. થોડા કલાકો સુધી પેટમાં રહેલ ખોરાકને પચાવવાનું કામ શરીર કરે છે. તેમાંથી બનેલા ગ્લુકોઝને ઉર્જા તરીકે વાપરવાથી તે શરીરની કાર્યક્ષમતામાં વધારો કરે છે. પરંતુ જ્યારે લગભગ 8 કલાક સુધી કંઈ ન ખાધું હોય, ત્યારે શરીર ઊર્જા માટે સંગ્રહિત ચરબીનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે અને આ પ્રક્રિયા તમે ફરી ખાવ છો ત્યાં સુધી ચાલુ રહે છે.
શરીરની ચરબીનો ઉપયોગ કેટલો હાનિકારક છે
જ્યારે ખોરાક ખાધા પછી ઊર્જા ઉપલબ્ધ થાય છે, ત્યારે તેમાં પોષક તત્વોનું ચયાપચય થાય છે. જ્યારે શરીર ઊર્જાને બદલે ચરબી વાપરે છે, જેને કીટોસિસ કહેવાય છે, ત્યારે લાંબા ગાળાનું નુકસાન જોવા મળે છે. ચરબી બર્ન કરવાની સ્થિતિમાં, શરીરને થોડી ઊર્જા મળે છે પરંતુ તેમાં આવશ્યક તત્વો ઉપલબ્ધ નથી. જેના કારણે નબળાઈ, થાક, ચક્કર આવવા જેવી સમસ્યાઓ શરૂ થાય છે. જો તમે અઠવાડિયામાં બે કે તેથી વધુ વખત ભૂખ્યા રહો છો, તો હૃદયના ધબકારા પર અનિયમિત થઇ શકે છે. તેમજ હાઈપોગ્લાયકેમિઆનું જોખમ વધી શકે છે.
આવા લોકોએ ન કરવું ડાયટિંગ
- આવા લોકો થી સાવધ રહો
- ટાઇપ -1 અને ટાઇપ -2ના દર્દીઓ
- સગર્ભા અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓ
- 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો
- તાજેતરમાં કોઈ સર્જરી થઈ હોય
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )