Winter Skin care: શિયાળામાં સ્કિન ડ્રાય અને ડલ થઇ જાય છે? આ ઉપાયથી મળશે ઇન્સ્ટન્ટ નિખાર
શિયાળાની ઋતુમાં દરરોજ ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. ઠંડા પાણીને બદલે હૂંફાળું પાણી પીશો તો વધુ ફાયદો થશે. જાણીએ વિન્ટર સ્કિન કેર ટિપ્સ
Winter Skin care:શિયાળાની ઋતુ આવતા જ લોકોની ત્વચાની સમસ્યાઓ વધી જાય છે. આમાં ચહેરાથી લઈને આખા શરીર સુધીની ત્વચા શુષ્ક રહે છે. તેની પાછળનું મુખ્ય કારણ અતિશય ઠંડી અને શુષ્ક હવા હોય છે. જે ચહેરા પરથી નૂર છીનવી લે છે. જો કે એક સરળ ઉપાયથી આપ ઇન્સ્ટન્ટ નિખાર મેળવી શકો છો.
સુંદર દેખાવું કોને ન ગમે, લોકો સુંદરતા માટે ઘણી બધી વસ્તુઓ કરે છે, પરંતુ શિયાળાની ઋતુ આવતા જ ચહેરા પરથી ચમક જતી રહે છે. તેમજ ઠંડીના કારણે ચહેરો શુષ્ક થઈ જાય છે. ઘણી વખત ખંજવાળની સમસ્યા પણ વધી જાય છે. આવી સ્થિતિમાં આપણે આપણી જીવનશૈલી અને ખાનપાનમાં ફેરફાર કરીને આપણા ચહેરા પર નિખારને બરકરાર રાખી શકીએ છીએ.
આ અંગે હજારીબાગના ડાયેટિશિયન વિકી કુમાર ગુપ્તા કહે છે કે શિયાળાની સિઝન આવતાની સાથે જ લોકોની ત્વચાની સમસ્યા વધી જાય છે. આમાં ચહેરાથી લઈને આખા શરીર સુધીની ત્વચા શુષ્ક રહે છે. તેની પાછળનું મુખ્ય કારણ અતિશય ઠંડીની સાથે ખાવાની આદતોમાં ફેરફાર છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ઠંડીનું આગમન થતાં જ લોકો પોતાની ખાવાની આદતો બદલી નાખે છે. શિયાળાની શરૂઆત થતા જ લોકો અચાનક પાણી પીવાનું બંધ કરી દે છે. જેના કારણે શરીરમાં પાણીનું સ્તર ઘટી જાય છે. તેની સીધી અસર ત્વચા પર જોવા મળે છે.
દરરોજ 3-4 લિટર પાણી પીવો
શિયાળાની ઋતુમાં દરરોજ ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. ઠંડા પાણીને બદલે હૂંફાળું પાણી પીશો તો વધુ ફાયદો થશે. ઉપરાંત, દરરોજ 1 કલાક કસરત કરો. જો તમે બહાર ન જઈ શકો, તો તમે ઘરે પણ કરી શકો છો, પરંતુ તમારા શરીરમાંથી પરસેવો બહાર કાઢવાનો પ્રયાસ કરો જે ત્વચા પર નિખાર લાવશે.
તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો
શિયાળાની ઋતુ એ સંતરાની ઋતુ છે. તેનાથી ત્વચામાં ગ્લો આવે છે. સંતરા એન્ટીઓક્સિડન્ટસ અને વિટામિન સીથી ભરપૂર છે. જે સ્કિન પર નેચરલ નિખાર લાવે છે. તમારા આહારમાં ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી, શાકભાજી, દહીં, માછલી, પ્રોટીન વસ્તુઓનો પણ સમાવેશ કરો. આ પ્રકરાનું ડાયટ શિયાળામાં તમારા ચહેરાને નિખારશે
જાહેર કરેલ છે. આ વર્ષે 132 લોકોને સન્માનિત કરવામાં આવશે. પદ્મ પુરસ્કારોની ત્રણ શ્રેણીઓ છેઃ પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. તેમના સિવાય પીઢ બોલિવૂડ અભિનેત્રી વૈજયંતિમાલા, તૃત્યાંગના પદ્મ સુબ્રમણ્યમ અને અભિનેતા ચિરંજીવીને પણ પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તે જ સમયે, બિંદેશ્વર પાઠકને મરણોત્તર પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. નોંઘનિય છે કે, પદ્મ પુરસ્કાર મરણોત્તર આપવામાં આવતા નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં સરકાર તેના પર વિચાર કરી શકે છે. પદ્મ ભૂષણ એવોર્ડ મેળવનાર 17 લોકોમાં સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજનું નામ પણ સામેલ છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )