Health Tips: શું આપ ઇન્ટમિટેંટ ફાસ્ટિંગ કરવા ઇચ્છો છો તો પહેલા આ ટેસ્ટ અચૂક કરાવજો
આજકાલ ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ ખૂબ જ ટ્રેન્ડમાં છે. મોટાભાગના લોકો આ પ્લાનથી વેઇટ લોસ કરી રહ્યાં છે પરંતુ આ ડાયટ પ્લાન ફોલો કરતા પહેલા કેટલાક ટેસ્ટ કરાવવા જરૂરી છે.
આજકાલ ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ ખૂબ જ ટ્રેન્ડમાં છે. મોટાભાગના લોકો આ પ્લાનથી વેઇટ લોસ કરી રહ્યાં છે પરંતુ આ ડાયટ પ્લાન ફોલો કરતા પહેલા કેટલાક ટેસ્ટ કરાવવા જરૂરી છે.
આપણા દેશમાં 12 કલાકથી 24 કલાકના ઉપવાસ પ્રચલિત છે. કેટલાક લોકો 12 કલાક ઉપવાસ કરે છે તો કેટલાક લોકો 24 કલાક અને કેટલાક તેનાથી પણ વધુ ઉપવાસ કરે છે. વાસ્તવમાં, આ શરીરના શુદ્ધિકરણ તરફ દોરી જાય છે એટલે કે ડિટોક્સિફિકેશન (શરીરમાંથી ગંદા પદાર્થોને દૂર કરવાની પ્રક્રિયા). પરંતુ જ્યારે તેને ઘણા દિવસો સુધી સતત કરવું પડે ત્યારે યોગ્ય પદ્ધતિ ન અપનાવવાથી નુકસાન થઈ શકે છે.
જો ઇન્ટરમેન્ટેન્ટ ફાસ્ટિંગ કરી રહ્યાં હો તો કેટલાક ટેસ્ક કરવા જરૂરી છે. ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગમાં 16 અથવા 18 ફાસ્ટ કરવાનું હોય છે આ સમય દરમિયાન પાણી સિવાય કંઇ પણ ન લેવાનું હોય છે.16 કે 18 કલાકના બ્રેક બાદ આપ ભોજન લઇ શકો છો. કહેવાય છે કે, આ ડાયટ પ્લાન ખૂબ જ સક્સેસફુલ છે કારણ કે તેમાં 16થી 18 કલાક કેલેરી બર્ન થવાનો અને ભોજનને પચવાનો સમય મળે છે, જો કે આ ડાયટ કરતા પહેલા કેટલાક ટેસ્ટ કરાવાવ જરૂરી છે. જો આપ બ્લડ સુગરના દર્દી છો તો આ ડાયટ પ્લાન આપને બીમાર કરી શકે છે. જાણીએ ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી છે.
ફાસ્ટિંગ પહેલા કરાવો આ ટેસ્ટ
આ ટેસ્ટનું નામ ફાસ્ટિંગ કોર્ટિસોલ છે. જો કોઈ વ્યક્તિ ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ શરૂ કરવા માંગે છે, તો તે પહેલા આ પરીક્ષણ કરાવવું ફાયદાકારક રહેશે. આ ટેસ્ટ શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર દર્શાવે છે. આ હોર્મોન આપણા લોહીમાં જોવા મળે છે. તે એડ્રેનલ ગ્રંથિમાં બને છે. આ હોર્મોન નોર્મલ હોવું જરૂરી છે. આ હોર્મોન ખોરાકની વસ્તુઓમાંથી મેળવેલા વિટામિન્સ, મિનરલ્સ વગેરેને યોગ્ય રીતે શોષવાની ક્ષમતાને વધારે છે અથવા ઘટાડે છે.
જો કોઈ વ્યક્તિ શુગર અથવા બીપીના દર્દી છે તો તેના માટે આ ટેસ્ટ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તેનાથી જાણી શકાશે કે આપનું શરીર આ ફાસ્ટિંગ માટે તૈયાર થાય છે. જે લોકોને માઇગ્રેઇન, બ્લડસુગર, હાઇ બીપીની સમસ્યા હોય તેમણે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરતા ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )