શોધખોળ કરો

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશર હોય ત્યારે આ વસ્તુઓ ખાવાનું ટાળો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

High Blood Pressure: જે લોકો વારંવાર હાઈ બ્લડ પ્રેશરનો અનુભવ કરે છે તેઓએ તેમના આહાર યોજનામાં ચોક્કસ ખોરાકનો સમાવેશ કરવાનું કાળજીપૂર્વક વિચારવું જોઈએ. 

High Blood Pressure: બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે, કારણ કે મોટાભાગે તેના લક્ષણો ત્યારે અનુભવાય છે જ્યારે સ્થિતિ વધુ ગંભીર બને છે. જો હાઈ બ્લડ પ્રેશરનો તાત્કાલિક ઉકેલ લાવવામાં ન આવે તો, ગંભીર અને જીવલેણ હૃદય રોગનું જોખમ અનેકગણું વધી શકે છે. જે લોકો વારંવાર હાઈ બ્લડ પ્રેશરનો અનુભવ કરે છે તેઓએ તેમના આહાર યોજનામાં ચોક્કસ ખોરાકનો સમાવેશ કરવાનું કાળજીપૂર્વક વિચારવું જોઈએ. 

હાઈ બ્લડ પ્રેશર, અથવા હાયપરટેન્શન, આજે એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેનાથી વિશ્વભરના લાખો લોકો પ્રભાવિત છે. આ હોવા છતાં, ઘણી ગેરમાન્યતાઓ અસ્તિત્વમાં છે, જે ગંભીર સ્વાસ્થ્ય નુકસાન પહોંચાડી શકે છે. જો સત્યને સમયસર સમજવામાં ન આવે, તો હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોક જેવા જીવલેણ રોગોનું જોખમ વધી જાય છે.

આ વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ:

  • મીઠા પર નિયંત્રણ: હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે મીઠાનું વધુ પડતું સેવન અત્યંત નુકસાનકારક છે, તેથી મીઠું મર્યાદિત માત્રામાં જ લેવું જોઈએ.
  • પ્રોસેસ્ડ સ્નેક્સ: ચિપ્સ, નમકીન અને બિસ્કિટ જેવા પ્રોસેસ્ડ સ્નેક્સથી તરત જ દૂરી બનાવી લેવી જોઈએ.
  • કેન્ડ અને પ્રોસેસ્ડ ફૂડ: પ્રોસેસ્ડ મીટ, કેન્ડ ફૂડ્સ, તૈયાર સૂપ અને સોસ જેવા ખાદ્ય પદાર્થો બ્લડ પ્રેશરને ખરાબ રીતે અસર કરે છે.
  • અથાણું અને પાપડ: જો તમારું બીપી હાઈ રહેતું હોય, તો અથાણાં અને પાપડ ખાવાનું ટાળવું જોઈએ.
  • બેકરી પ્રોડક્ટ્સ: બેકરીની આઈટમ્સનું વધુ માત્રામાં સેવન કરવાનું ટાળવું જોઈએ.
  • કેફીન અને આલ્કોહોલ: ચા, કોફી જેવા કેફીનયુક્ત પીણાંનું પ્રમાણ ઓછું કરવું જોઈએ અને દારૂ પીવાની આદત સુધારવી જોઈએ, અન્યથા તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આજકાલ યુવાનો સૌથી વધુ પ્રભાવિત થાય છે.

બીજી એક સામાન્ય ગેરસમજ એ છે કે, હાઈ બ્લડ પ્રેશર ફક્ત વૃદ્ધોને જ અસર કરે છે. જોકે, સત્ય એ છે કે યુવાનો પણ તેનાથી પ્રભાવિત થાય છે. સ્થૂળતા, વધુ પડતું મીઠું અને તળેલું ખોરાક, કસરતનો અભાવ અને કૌટુંબિક ઇતિહાસ મુખ્ય કારણો છે. સારા સમાચાર એ છે કે, સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તેને કોઈપણ ઉંમરે નિયંત્રિત કરી શકાય છે. ઘણા લોકો માને છે કે, જો પરિવારમાં હિસ્ટ્રી હોય તો બ્લડ પ્રેશરના રોગી થતાં બચવું મુશ્કેલ છે પરંતુ આ સંપૂર્ણપણે ખોટું છે. જિન ચોક્કસપણે ભૂમિકા ભજવે છે, પરંતુ તમારી દૈનિક આદતો તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે. સ્વસ્થ આહાર, નિયમિત કસરત, વજન નિયંત્રણ અને દુર્વ્યસનથી દૂર રહીે બ્લડ પ્રેશર નિયંત્રણમાં ચોક્સપણે રાખી શકાય છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget