શું આપ અનિંદ્રાની સમસ્યાથી પીડિત છો ? તો રાત્રે સૂતા પહેલા આ ફૂડને કરો ટ્રાય, માણી શકશો ગાઢ નિંદ્રા
Food and sleep :નિંદ્રા પર થયેલા અધ્યયનમાં એવું સાબિત થયું છે કે, શરીરને સ્વસ્થ રાખવા માટે, દરરોજ રાત્રે 7-9 કલાકની ઊંઘ લેવી જોઈએ. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે ઊંઘ જરૂરી છે.
Food and sleep :નિંદ્રા પર થયેલા અધ્યયનમાં એવું સાબિત થયું છે કે, શરીરને સ્વસ્થ રાખવા માટે, દરરોજ રાત્રે 7-9 કલાકની ઊંઘ લેવી જોઈએ. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે ઊંઘ જરૂરી છે.
સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ઔષધિ તરીકે મધનું સેવન વર્ષોથી કરવામાં આવે છે. કેટલાક લોકો તેને ખાંડના વિકલ્પ તરીકે પણ લે છે. અભ્યાસ દર્શાવે છે કે, મધ એન્ટીબેક્ટેરિયલ છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. સૂતા પહેલા મધનું સેવન કરવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. તમે એક ગ્લાસ ગરમ પાણી અથવા દૂધમાં એક ચમચી મધ મિક્સ કરીને પી શકો છો.
આપણામાંથી મોટાભાગના લોકો રાત્રે દૂધ પીતા હોય છે. દૂધમાં હાજર કેલ્શિયમ અને અન્ય પોષક તત્ત્વો હાડકાં અને એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે દૂધ પીવાથી ઊંઘની ગુણવત્તા પણ સુધરે છે. ઘણા અભ્યાસોમાં તે સાબિત થયું છે કે દરરોજ રાત્રે દૂધનું સેવન ઊંઘની ગુણવત્તા સુધારવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સૂતા પહેલા ગરમ દૂધનું સેવન કરવાથી તણાવ અને ચિંતા ઓછી કરવામાં પણ મદદ મળે છે.
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, ડિનરમાં સીફૂડ ખાવાથી તમારી ઊંઘમાં ફાયદો થાય છે. સૅલ્મોન, મેકરેલ, એન્કોવીઝ જેવી ફેટીફિશ ઓમેગા 3 ફેટી એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે જે મૂડ-બુસ્ટિંગ ગુણધર્મો ધરાવે છે. તે ઊંઘની ગુણવત્તા સુધારવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. રાત્રિભોજનમાં ફેટી ફિશનો સમાવેશ ખાસ કરીને ફાયદાકારક હોઈ શકે છે.
તમે રાત્રે ડિનરમાં સફેદ ભાત ખાઈ શકો છો. ભાત ખાવાથી પલંગ પર સૂવાના અડધા કલાક પછી જ તમને સારી ઊંઘ આવશે. આ એટલા માટે છે કારણ કે ચોખામાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રા જોવા મળે છે, જેના કારણે સ્લીપિંગ એક્ટિવિટી સક્રિય થઇ જશે. જો કે આપ ડાયટ પર હોવ તો ભાત ખાવાનું ટાળજો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )