Weight Loss Tips: વજન ઘટડવા માટે દિનચર્યામાં સામેલ કરો આ 5 આદત, સરળતાથી થશે વેઇટ લોસ
Weight Loss Tips: આજની ભાગદોડ ભરી અને બેઠાડું જીવન શૈલીના કારણે મેદસ્વીતા એક સામાન્ય સમસ્યા બનતી જાય છે. વેઇટ લોસ માટે કેટલીક આદતો રૂટીનમાં સામેલ કરવાથી વેઇટ લોસ સરળતાથી કરી શકાય છે. જાણીએ ક્યાં છે આ 5 સ્ટેપ્સ

Weight Loss Tips:જીવનશૈલીમાં કયાંક બદલાવ લાવવાનો પ્રયાસ કરવાથી સરળતાથી વજન ઘટાડવા માટેના કેટલાક પગલાં લઇ શકાય છે. અહીં તમને સરળ અને ઉપયોગી રીતે વજન ઘટાડવા માટે પાંચ મહત્વપૂર્ણ પગલા જણાવ્યા છે. જેનાથી વેઇટ લોસમાં મદદ મળે છે.
1. પોષણયુક્ત આહાર અપનાવો
વજન ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ હેતુ એ છે કે, આપણા આહારમાં પોષણયુક્ત ડાયટ અપનાવવું જરૂરૂ છે. વધુ પ્રોટીન, ફાઇબર, અને ઓછું કાર્બોહાઇડ્રેટ્સવાળો ખોરાક તમારી દૈનિક ખોરાકમાં સામેલ કરવો જોઈએ. ખોરાકમાં મીઠાઈઓ, તળેલા આહાર અને મેંદાથી બનેલી વાનગીને અવોઇડ કરવી જોઇએ. ફળો, શાકભાજી, દહીં, અને દાળ, કઠોળ ખાવાથી વધુ પોષણ મળે છે અને વજન પણ ઓછું થાય છે.
2. નિયમિત વ્યાયામ કરો
નિયમિત રીતે વ્યાયામ કરવાથી મેટાબોલિઝમમાં વધારો થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. દરરોજ 30-45 મિનિટ સુધી ચાલવા, દોડવા, સાયકલિંગ, યોગ કરવા અનિવાર્ય છે. આપણા માટે સરળ અને અસરકારક વ્યાયામ વિકલ્પ પસંદ કરવા જોઇએ. વર્ક આઉટથી હેપ્પીનેસ આપતા હોર્મોન્સ પણ રીલિઝ થાય છે જેનાથી મન મગજને પણ શાંતિ અને ખુશીનો અનુભવ થાય છે આ આરીતે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાય છે. ડિપ્રેશન પણ દૂર થાય છે.
3. પાણી પીવાનું વધારો
જો તમે ડાયટ કરી રહ્યાં છો અને આપને ફૂડનું પ્રમાણ ઘટાડવું છે તો પણ પુરતું પાણી પીવું જરૂરી છે. પાણી પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું જરૂર છે. જેનાથી શરીર હાઇડ્રેઇટ રહે છે. પાચનમાં પણ મદદ મળે છે. બોડી ડિટોક્સ થાય છે.
4. 7 કલાકની ઊંઘ પણ જરૂરી
તમે તમારી નિંદ્રાને યોગ્ય બનાવો. મધ્યમથી ગહેરી અને યોગ્ય નિંદ્રાથી હોર્મોનસનું સંતુલન રહે છે, જે ભુખ અને ખાવાની ઇચ્છાને નિયંત્રિત કરે છે. અનિંદ્રનો અભાવ પાચન પણ અસર કરે છે. મેટાબોલિઝમ સ્લો કરે છે જે મેદસ્વિકતાનું કારણ બને છે.
5. માનસિક તણાવથી બચો
તમારા મન અને શરીરનું સંલગ્નતા ઘણી મહત્વપૂર્ણ છે. માનસિક તણાવથી બચાવવું, તમારા વિચારોને સકારાત્મક રાખવા આ માટે યોગ અને મેડિટેશનનો સહારો લો. જે પણ વજન ઘટાડવા માટે મદદરૂપ બની શકે છે. જીવનશૈલીમાં આ બદલાવ વેઇટ લોસમાં મદદ કરે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
