International Tea Day: પાંચ કરોડ રૂપિયા ખર્ચ કરવા છતાં નહી ખરીદી શકો આ એક કિલો ચા
International Tea Day: ખાસ કરીને ભારતમાં લોકો તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે. દરેક વ્યક્તિને અલગ-અલગ ફ્લેવરની ચા પીવાનું પસંદ હોય છે
International Tea Day: ખાસ કરીને ભારતમાં લોકો તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે. દરેક વ્યક્તિને અલગ-અલગ ફ્લેવરની ચા પીવાનું પસંદ હોય છે. જો તમે પણ ચાના શોખીન છો, તો અમે તમને દુનિયાની સૌથી મોંઘી ચા વિશેની જાણકારી આપી રહ્યા છીએ, જેની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે.
સમગ્ર વિશ્વમાં ચા પીનારાઓની સંખ્યા ઘણી વધારે છે. તે માત્ર એક સામાન્ય પીણું નથી પરંતુ બૂસ્ટર જેવું કામ કરે છે. ભારતથી જાપાન સુધી અને ચીનથી તુર્કી સુધી દરેક જણ ચાના શોખીન છે. ચાની ઘણી લક્ઝરી બ્રાન્ડ્સ છે જે ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. તેમની ખેતી ખૂબ કાળજી સાથે કરવામાં આવે છે. અને જ્યારે તે માર્કેટમાં આવે છે ત્યારે તેની કિંમત આસમાને પહોંચી જાય છે.
વિશ્વની સૌથી મોંઘી ચાનું ઉત્પાદન ચીનમાં થાય છે. આ ચાનું નામ છે દા-હોંગ-પાઓ-ટી. આ ચા ચીનના ફુજિયાન પ્રાંતના પર્વતોમાં ઉગાડવામાં આવે છે. આ વિશ્વની સૌથી મોંઘી ચા છે. તે એટલી વધુ કિંમતી છે કે તેને રાષ્ટ્રીય ખજાનો જાહેર કરવામાં આવ્યો છે.
એક કિલો ચાની કિંમત 9 કરોડ રૂપિયા છે
તેની કિંમત લગભગ 1.2 મિલિયન ડોલર પ્રતિ કિલોગ્રામ છે. એટલે કે તેની કિંમત 9 કરોડ રૂપિયાથી વધુ છે. આ ચાએ વર્ષ 2005માં નવો રેકોર્ડ બનાવ્યો હતો. જે આજ સુધી કોઈ ચાએ બનાવ્યો નથી. 20 ગ્રામ દા-હોંગ પાઓ ચા લગભગ 30 હજાર ડોલરમાં વેચાતી હતી. આ ચાનો ઈતિહાસ ચીનના મિંગ રાજવંશ સાથે જોડાયેલો છે.
ચાંદીની જેમ ચમકતી ચા પણ ભારતમાં ઉપલબ્ધ છે.
ચાના મામલે ભારત પણ પાછળ નથી. વિશ્વની સૌથી મોંઘી ચા પણ અહીં ઉગાડવામાં આવે છે. વિશ્વની ચોથા નંબરની સૌથી મોંઘી ચા ભારતમાં ઉગાડવામાં આવે છે. આ મોંઘી ચાનું નામ સિલ્વર ટિપ્સ ઈમ્પિરિયલ ટી છે. તેની સૌથી ખાસ વાત એ છે કે તેના છોડના પાન માત્ર પૂર્ણિમાની રાત્રે જ તોડવામાં આવે છે. તે પણ નિષ્ણાતોની સલાહ મુજબ સાવધાની સાથે. આ એક પ્રકારની ઉલોંગ ચા છે. જે દાર્જિલિંગની ઢોળાવ પર આવેલી મકાઈબારી ટી એસ્ટેટમાં ઉગાડવામાં આવે છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે તેના પાંદડા સિંગાપોરની યલો ગોલ્ડ ટી બડ્સની જેમ ચાંદીની જેમ ચમકે છે. તેમનો સ્વાદ પણ ખાસ હોય છે. આ ભારતની સૌથી મોંઘી ચા છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )