(Source: ECI/ABP News/ABP Majha)
International Yoga Day 2022: યોગ કરવાથી થાય છે આ 10 મહત્વના ફાયદા
International Yoga Day 2022: ભારતમાં હજારો વર્ષોથી યોગ કરવામાં આવે છે. હવે ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં યોગ પ્રચલિત થયો છે. સમગ્ર વિશ્વના લોકો યોગના ફાયદા સમજવા લાગ્યા છે.
International Yoga Day 2022: ભારતમાં હજારો વર્ષોથી યોગ કરવામાં આવે છે. હવે ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં યોગ પ્રચલિત થયો છે. સમગ્ર વિશ્વના લોકો યોગના ફાયદા સમજવા લાગ્યા છે અને તેને પોતાના દૈનિક વ્યવહારમાં સામેલ કરતા થયા છે. તો ચાલો જાણીએ યોગ કરવાથી કેટલા ફાયદા થાય છે.
1. સ્ટ્રેન્થ, બેલેન્સ અને ફ્લેક્સિબિલિટી સુધારે છે
યોગ કરવાના મુખ્ય ફાયદાઓમાંની એક બાબત છે ફ્લેક્સિબિલિટી. અંગૂઠાને સ્પર્શ કરવો મુશ્કેલ છે, પરંતુ તેમ છતાં તમે ચક્રાસન કરવાનું વિચારી શકો છો. આ નિયમિત રીતે કરવાથી, તમને લાગશે કે તમારા સ્નાયુઓની ફ્લેક્સિબિલિટી હવે સારી થઈ રહી છે. આ કારણે, તમે અશક્ય લાગતા આસનો પણ સરળતાજી કરી શકશો.
2. સંધિવાના લક્ષણો ઘટાડે છે
નિયમિત યોગાભ્યાસ વિવિધ પ્રકારની સંધિવાની સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જેમ કે સાંધાનો દુખાવો ઓછો કરવો, સાંધાઓની ફ્લેક્સિબિલિટી અને કાર્યમાં વધારો કરવો અને તણાવ ઓછો કરવો. યોગ એવા લોકોમાં લોકપ્રિય છે જેમને પગની સમસ્યા હોય છે.
3. તમને આરામ આપે છે અને સારી ઊંઘમાં મદદ કરે છે
યોગ નર્વસ સિસ્ટમનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેમજ સારી ઉંઘ લેવામાં પણ મદદ કરે છે. તે તમને વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.
4. તણાવ ઓછો કરવામાં મદદ કરે છે
ઘણા લોકો તેમની ફ્લેક્સિબિલિટી વધારવા માટે યોગ શરૂ કરે છે. પરંતુ તે તમારું ધ્યાન પણ વધારે છે. તે તમને શારીરિક અને માનસિક રીતે આરામ કરવામાં મદદ કરે છે.જેનાથી તણાવ ઓછો થાય છે.
5. જીવનની ગુણવત્તા સુધારે છે
યોગ ધ્યાન અને શ્વાસને જોડે છે, જે માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. યોગાભ્યાસ શારીરિક જાગૃતિમાં સુધારો કરે છે, જુના તણાવને ઘટાડે છે, મનને શાંત કરે છે, ધ્યાન અને એકાગ્રતામાં સુધારો કરે છે.
6. કાર્ડિયોવેસ્ક્યુલર કાર્યપ્રણાલીને સુધારવામાં મદદ કરે છે
યોગથી રક્ત પરિભ્રમણ અને રક્ત પ્રવાહ પણ વધે છે, જે હૃદય માટે સારું છે. તે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ તેમજ હૃદયના ધબકારા ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
7. એકાગ્રતા સુધારવામાં મદદ કરે છે
નિયમિત યોગાભ્યાસથી સંકલન, યાદશક્તિ અને આઈક્યૂ લેવલ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત એકાગ્રતા પણ વધે છે.
8. સારી મુદ્રા અને શારીરિક જાગૃતિને પ્રોત્સાહન આપે છે
ડેસ્ક પર લાંબો સમય બેસી રહેવાથી તમારી કરોડરજ્જુને ઈજા થઈ શકે છે અને તમને થાક લાગી શકે છે. યોગના કેટલાક આસનો કરવાથી ગરદન અને પીઠની નીચેની સમસ્યાઓથી બચવા સાથે તમારી મુદ્રામાં સુધારો કરવામાં મદદ મળી શકે છે.
9. રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે
યોગની પ્રેક્ટિસ લસિકા તંત્રને ચેપ સામે લડવામાં, જીવલેણ કોષોનો નાશ કરવામાં અને સેલ્યુલર પ્રવૃત્તિમાંથી હાનિકારક કચરો દૂર કરવામાં મદદ કરે છે. જેથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
10. બ્લડ સુગર ઘટાડવામાં મદદ કરે છે
તે ન માત્ર લોહીમાં શર્કરાના સ્તરને ઓછું કરે, પરંતુ તે સારા કોલેસ્ટ્રોલને વધારતા ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. યોગ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે અને તમારી ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાય છે?
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21મી જૂને ઉજવવામાં આવે છે. વિશ્વ આ વર્ષે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે. દર વર્ષે આ દિવસે લોકો મોટી જગ્યાઓ પર ભેગા થાય છે અને સાથે યોગ કરે છે. યોગના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરરોજ યોગ કરવાથી તમારા જીવન પર સકારાત્મક અસર પડે છે. યોગ તણાવ અને ચિંતાને દૂર કરવામાં પણ મદદ કરે છે. સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે યોગ સૌથી સરળ ઉપાય છે. આ સાથે તે અનેક રોગો અને બીમારીઓથી છુટકારો મેળવવામાં પણ ફાયદાકારક છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી થઈ હતી. 27 સપ્ટેમ્બર 2014ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં, તેમણે યોગનો ઉલ્લેખ કરતા સાથે મળીને યોગ કરવાની વાત કરી હતી. જે પછી 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જાહેરાત કરી કે તે 21 જૂને યોજાશે. ત્યારબાદ 2015થી સમગ્ર વિશ્વમાં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે યોગ કોઈપણ દિવસે કરી શકાય છે, પરંતુ દરેકને એક સાથે જોડવા માટે 21 જૂન નક્કી કરવામાં આવ્યું હતું. આ ખાસ દિવસ માટે આ તારીખ પસંદ કરવાનું એક ખાસ કારણ પણ છે. વાસ્તવમાં 21મી જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આ દિવસે સૂર્ય વહેલો ઉગે છે અને મોડો આથમે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્યની તેજ સૌથી વધુ અસરકારક હોય છે, અને પ્રકૃતિની સકારાત્મક ઉર્જા સક્રિય રહે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )