Menstrual leave:આ રાજ્યમાં પિરિયડ લીવને સરકારે આપી મંજૂરી,જાણો વર્ષમાં કેટલી મળશે રજા
Menstrual leave:કર્ણાટક સરકારે 2025માં રે વર્કિગ વૂમન માટે પિરિયડ લીવને મંજૂરી આપી છે. જેમાં મહિલાઓને દર વર્ષે 12 પેઇડ લીવ મળશે, જે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં લાગુ પડશે

Menstrual leave: એક ઐતિહાસિક નિર્ણય લેતા કર્ણાટક સરકારે વર્કિગ વૂમન કામ કરતી મહિલાઓ માટે દર મહિને એક દિવસ માસિક રજા (પીરિયડ લીવ) મંજૂર કરી છે. આ નીતિ સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને લાગુ પડશે, જે તેમને શારીરિક અને માનસિક રાહત આપશે અને કાર્યસ્થળ પર તેમનું ગૌરવ જાળવી રાખશે.
નીતિ 2025 ને મંજૂરી આપતા, કર્ણાટક કેબિનેટે જાહેરાત કરી કે મહિલાઓને દર વર્ષે કુલ 12 દિવસની પેઇડ લીવ મળશે. મહિલાઓ તેમના માસિક સ્રાવ દરમિયાન કોઈપણ સમયે આ રજાનો લાભ લઈ શકે છે. આ નીતિ સરકારી કચેરીઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓ, IT કંપનીઓ અને તમામ ખાનગી ઉદ્યોગોને લાગુ પડશે.
ક્રાઇસ્ટ યુનિવર્સિટીના કાયદા વિભાગના વડા સપના એસ.ના નેતૃત્વ હેઠળની 18 સભ્યોની સમિતિએ આ નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સમિતિએ પિરિયડ વ દરમિયાન મહિલાઓમાં થતા શારીરિક અને માનસિક ફેરફારોને ધ્યાનમાં રાખીને રજા આપવાની ભલામણ કરી હતી. તેમાં કાર્યસ્થળના વાતાવરણમાં મહિલાઓ માટે યોગ્ય નિયમો પણ સૂચવવામાં આવ્યા હતા.
શ્રમ મંત્રી સંતોષ લાડે શું કહ્યું?
શ્રમ મંત્રી સંતોષ લાડે જણાવ્યું કે, સરકાર છેલ્લા એક વર્ષથી આ નીતિ લાગુ કરવાની તૈયારી કરી રહી હતી. તેમણે જણાવ્યું કે, ઘરની જવાબદારીઓ અને કામના દબાણને કારણે મહિલાઓ ઘણીવાર તણાવનો અનુભવ કરે છે, તેથી પિરિયડસ લીવ આવશ્યક છે. તેમણે એમ પણ કહ્યું કે રજાના દુરુપયોગની શક્યતા ઓછી છે અને જો જરૂરી હોય તો નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.
આ રાજ્ય આ પહેલ શરૂ કરનાર સૌપ્રથમ હતું
ભારતમાં પિરિયડ લીવ સૌપ્રથમ 1992 માં બિહાર રાજ્ય દ્વારા રજૂ કરવામાં આવી હતી, જ્યાં મહિલા સરકારી કર્મચારીઓને દર મહિને બે દિવસની પેઇડ રજા આપવામાં આવે છે. કેરળ અને ઓડિશા જેવા રાજ્યો પણ ચોક્કસ નિયમો હેઠળ આ સુવિધા પ્રદાન કરે છે. કર્ણાટક હવે તેનો વ્યાપક ધોરણે અમલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















