Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે
Medical Science And Infertility: દેશમાં એવા અનેક દંપતી છે. જેમને બાળક ન હોવાથી પરેશાન છે. જો આપ પણ લગ્નના લાંબા સમય બાદ કંસીવ ન કરી શકતાં હો તો આ ટેકનિક આપના માટે આશાનું કિરણ સાબિત થઇ શકે છે.
Medical Science And Infertility: દેશમાં એવા અનેક દંપતી છે. જેમને બાળક ન હોવાથી પરેશાન છે. જો આપ પણ લગ્નના લાંબા સમય બાદ કંસીવ ન કરી શકતાં હો તો આ ટેકનિક આપના માટે આશાનું કિરણ સાબિત થઇ શકે છે.
દેશમાં એવા અનેક કપલ છે. જે નિસંતાન હોવાથી આ જીવનની અધૂરપને લઇને પરેશાન છે. WHO મુજબ કેટલાક દંપતિ એક વર્ષ કે તેનાથી વધુ સમય કોશિશ કરવા છતાં પણ આ સમસ્યાથી છૂટકારો નથી મેળવી શકતા. જો કે હાલ મેડિકલ સાયન્સમાં આ સમસ્યાનો ઉપાય છે.
મોટાભાગ આ સમસ્યા માટે સ્ત્રીને જવાબદાર માનવામાં આવે છે.એક રિસર્ચ મુજબ આ સમસ્યા 40 ટકા પુરૂષોના કારણે પણ જોવા મળે છે.તો 40 ટકા સ્ત્રીઓના કારણે જોવા મળે છે તો 20 ટકા અન્ય કારણોને લીધે સ્ત્રી કંસીવ નથી કરી શકતી.
આઇવીએફની ટેકનિક છે કારગર
ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ)થી નિંસાત દંપતીનું સપનું પૂર્ણ થઇ શકે છે. તે ગર્ભધારણની આર્ટિફિશ્યલ પ્રોસેસ છે. આઇવીએફના ટેકનિકનો ઉપયોગ કરીને બાળકને પેદા કરી શકાય છે. જેને ટેસ્ટ ટ્યૂબ બેબી ટેકનિક પણ કહેવાય છે. આ ટેકનિક એ દંપતી માટે કોઇ વરદાનથી ઓછી નથી જેઓ કોઇ કારણોસર પેરેન્ટસ નથી બની શકતા.
જો કે કેટલાક લોકોના મનમાં આ ટેકનિકને લઇને કેટલીક શંકા અને ભ્રમ છે. જો કે આઇવીએફ ખૂબ જ અસરકારક અને સુરક્ષિત ટેકનિક છે. જેમાં નુકસાનની શક્યતા નહિવત છે.
આઇયૂઆઇ ટેકનિકનો ઉપયોગ
ઇન્ટ્રા યૂટેરાઇન ઇનસેમિનેશન (આઇયૂઆઇ) ટેકનિક પણ ગર્ભધારણ માટે કારગર છે. આ એક ફર્ટિલિટિ ટ્રીટમેન્ટ છે. જેમાં સ્પર્મને મહિલાના ગર્ભાશયમાં જ સીઘો નાખવામાં આવે છે. આ પ્રક્રિયાથી મહિલામાં મા બનાવવાની શક્યતા વધી જાય છે. જે મહિલા નિયમિત રૂપથી ઓવુલેટ નથી કરી શકતી. તેમણે આર્ઇયુઆઇની સલાહ આપવામાં આવે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )