Mental Health: આપનો મૂડ વારંવાર સ્વિંગ થાય છે? આ કારણ હોઇ શકે છે જવાબદાર, આ 5 ફૂડની પૂર્તિથી થશે રાહત
Mental Health: કેળામાં આવા પોષક તત્વો હોય છે જે સેરોટોનિન એટલે કે હેપી હોર્મોન માટે જરૂરી છે. આ હોર્મોનનો સીધો સંબંધ ખુશ રહેવા અને તણાવ ઘટાડવા સાથે છે.
Mental Health:મૂડ સ્વિંગ પાછળ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે. સૌ પ્રથમ કારણ હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય છે તો બીજી તરફ મોનોપઝ કે પ્રિ મોનોપોઝ પણ મૂડ સ્વિંગ માટે જવાબદાર છે. વિટામીન ડી અને બી12 ઉણપના કારણે પણ મૂડ સ્વિંગ થાય છે.
કેટલાક પોષક તત્વોથી ભરપૂર ખોરાક આપણને તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે. તણાવ અને ચિંતાને કાબૂમાં રાખવા માટે તે શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે. તો એવા 5 ક્યાં ફૂડ છે, જેના સેવનથી આપ ગૂડ ફીલ કરશો અને મૂડ સારો રહેશે.
અશ્વગંધા તેના તણાવ ઘટાડવાના ગુણો માટે જાણીતી છે. રોજ સૂતા પહેલા અશ્વગંધા ચા પીવાથી તણાવ ઓછો કરવામાં ઘણી મદદ મળે છે. તેનાથી ઊંઘ પણ સુધરશે અને બીજા દિવસે તમે તાજગી અનુભવશો. અશ્વગંધા સ્ટ્રેસ વધારતા હોર્મોન કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે.
બદામ
બદામમાં મેંગેનીઝ, ઝિંક, વિટામિન ઇ, વિટામિન બી12 ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ બધા પોષક તત્વો છે જે માનસિક ક્ષમતાને સુધારે છે. તેઓ હેપી હોર્મોન સેરોટોનિન છોડે છે, જે મૂડ સુધારે છે અને તણાવ ઘટાડે છે.
કેળા
કેળામાં આવા પોષક તત્વો હોય છે જે સેરોટોનિન એટલે કે હેપી હોર્મોન માટે જરૂરી છે. આ હોર્મોનનો સીધો સંબંધ ખુશ રહેવા અને તણાવ ઘટાડવા સાથે છે.
ગાયનું દૂધ
ગાયનું દૂધ તણાવ ઓછો કરી શકે છે અને સોજા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. તેમાં વિટામિન ઇ અને બીટા કેરોટીન જેવા ઘણા બધા એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે. તેઓ ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં મદદ કરે છે અને સોજા જેવી સમસ્યાઓથી રાહત આપે છે.
કેમોમાઈલ ટી
કેમોમાઈલ ફ્લાવર ટી શરીરમાં સેરોટોનિન હોર્મોનનું ઉત્પાદન વધારે છે. આ તણાવ ઘટાડવામાં અને હંમેશા ગૂડ ફીલમાં મદદ કરે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )