રશિયામાં ઓમિક્રોનના નવા વેરિઅન્ટનો ખુલાસો, વધુ સંક્રમિત હોવાથી વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું એલર્ટ
રશિયામાં COVID-19 ના ઓમિક્રોન વેરિઅન્ટનો વધુ એક સંક્રમિત સ્ટ્રેન મળ્યો છે. રશિયાના નેશનલ કન્ઝ્યુમર હેલ્થ વોચડોગે આ માહિતી આપી છે
મોસ્કો: રશિયામાં COVID-19 ના ઓમિક્રોન વેરિઅન્ટનો વધુ એક સંક્રમિત સ્ટ્રેન મળ્યો છે. રશિયાના નેશનલ કન્ઝ્યુમર હેલ્થ વોચડોગે આ માહિતી આપી છે. રોસ્પોટ્રેબનાદઝોરમાં સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર એપિડેમિયોલોજીના જીનોમ રિસર્ચના વડા કામિલ ખફિજોવે પત્રકારોને જણાવ્યું હતું કે બે રાષ્ટ્રીય લેબોરેટરીઝે BA.4 સબલાઇનના વાયરલ જીનોમને VGARus ડેટાબેઝમાં ફીડ કર્યું છે. આ બંને સેમ્પલ મેના અંતમાં પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા. રશિયન વૈજ્ઞાનિકે કહ્યું કે રશિયામાં સામે આવતા કોરોના વાયરસના ચેપના 95 ટકા નવા કેસ માટે BA.2 સબવેરિયન્ટ જવાબદાર છે.
તેમણે કહ્યું કે તાજેતરમાં પ્રકાશિત થયેલા સંખ્યાબંધ અભ્યાસોએ દર્શાવ્યું છે કે BA.4 અને BA.5 તરીકે ઓળખાતા વેરિઅન્ટ ઓમિક્રોનના પ્રારંભિક સ્વરૂપો કરતાં સહેજ વધુ ચેપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડાએ મે મહિનામાં ચેતવણી આપી હતી કે BA.4 અને BA.5 ની ઓમિક્રોન સબલાઈનેજ રસી વગરના દેશોમાં રોગમાં વધારો કરી રહી છે. જો કે ઓમિક્રોનનો BA.2 સબવેરિઅન્ટ હજુ પણ વિશ્વભરમાં કોરોના ચેપનું મુખ્ય કારણ છે.
ભારતમાં પણ થોડા દિવસો પહેલા ઓમિક્રોનના BA.4 અને BA.5 પેટા વેરિયન્ટ્સ સાથે સંક્રમણની પુષ્ટિ થઈ હતી. ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG), જે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જીનોમ સિક્વન્સિંગ માટે કામ કરે છે, તેણે ભારતમાં Omicron સબવેરિયન્ટ BA.4 અને BA.5ના ચેપની પુષ્ટિ કરી છે. જિનોમ સિક્વન્સિંગ દરમિયાન તમિલનાડુની 19 વર્ષની છોકરીમાં ભારતના પ્રથમ BA.4ના સબ વેરિઅન્ટ મળી આવ્યો હતો. જ્યારે BA.5 નો પહેલો કેસ તેલંગાણાના 80 વર્ષીય પુરુષમાં નોંધાયો હતો.
આ 2 સબ વેરિઅન્ટના પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકા અને કેટલાક યુરોપિયન દેશોમાં નોંધાયા હતા. પ્રારંભિક અભ્યાસો સૂચવે છે કે જે લોકોએ રસી લીધી નથી અને તેમને સારી સ્વાસ્થ્ય સુવિધા મળતી નથી તેવા લોકોમાં આ પ્રકારના વેરિઅન્ટ સંક્રમિતતા વધુ છે. નિષ્ણાતોના મતે, કોરોનાના નવા સબ વેરિઅન્ટ મૂળ ઓમિક્રોન સ્ટ્રેન BA.2ની તુલનામાં વધુ ગંભીર સંક્રમિતનું કારણ નહી બને. જોકે, મ્યૂટેશન સાથે તેનો સંક્રમણનો દર વધી જાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )