(Source: ECI/ABP News/ABP Majha)
Covid Pandemic: આગામી મહામારી કોરોના કરતા વધુ ઘાતક હશે, જાણો કોણે આપી ચેતવણી?
બીબીસીના રિપોર્ટ અનુસાર રિચર્ડ ડિમ્બલબી લેક્ચરમાં સારા ગિલ્બર્ટે કહ્યું કે સત્ય એ છે કે આગામી મહામારી ઘાતક હોઇ શકે છે. જે વધુ સંક્રમિત અથવા વધુ ઘાતક અથવા બંન્ને હોઇ શકે છે.
નવી દિલ્હીઃ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સીન બનાવનારા વૈજ્ઞાનિકોમાંથી એક સારા ગિલ્બર્ટે ભવિષ્યની મહામારીઓને લઇને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ભવિષ્યની મહામારીઓ કોરોના વાયરસ કરતા પણ વધુ ઘાતક હોઇ શકે છે. સારાએ કહ્યું કે આપણો કોરોના મહામારી પાસેથી શીખેલા પાઠને વેડફવો જોઇએ નહી અને દુનિયાએ એ સુનિશ્વિત કરવું જોઇએ કે તે આગામી વાયરસના હુમલા માટે તૈયાર રહે.
વર્લ્ડોમીટર અનુસાર કોરોના વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 52,73,310 લોકોના મોત થઇ ચૂક્યા છે. આર્થિક ઉત્પાદનમાં અબજો ડોલરનું નુકસાન થયું છે. એટલું જ નહી તેનાથી કરોડો લોકોના જીવન પર ખરાબ અસર થઇ છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં અમેરિકા, ભારત. બ્રાઝિલ, બ્રિટન, રશિયા, તુર્કી અને ફ્રાન્સ સામેલ છે. તાજેતરમાં જ શોધવામાં આવેલા નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સાઉથ આફ્રિકામાં હાહાકાર મચ્યો છે.
બીબીસીના રિપોર્ટ અનુસાર રિચર્ડ ડિમ્બલબી લેક્ચરમાં સારા ગિલ્બર્ટે કહ્યું કે સત્ય એ છે કે આગામી મહામારી ઘાતક હોઇ શકે છે. જે વધુ સંક્રમિત અથવા વધુ ઘાતક અથવા બંન્ને હોઇ શકે છે. આ અંતિમ વખત નહી હોય જ્યારે કોઇ વાયરસ આપણા જીવન અને આપણી આજીવિકા માટે ખતરો હશે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વેક્સીનોલોજીના પ્રોફેસર ગિલ્બર્ટે કહ્યું કે દુનિયાએ એ સુનિશ્વિત કરવું પડશે કે તે આગામી વાયરસ સામે લડવા માટે સારી રીતે તૈયાર રહેવું જોઇએ.
સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના મહામારી ખત્મ કરવાના પ્રયાસો વહેંચાઇ રહ્યા છે. ઓછી આવક ધરાવતા દેશોમાં કોરોનાની વેક્સિન ઓછી પહોંચી રહી છે જ્યારે અમીર દેશોમાં સ્વસ્થ અને અમીર લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.
એક રિપોર્ટ અનુસાર સાઉથ આફ્રિકામાં ઓમિક્રોને પાંચ વર્ષથી ઓછી ઉંમરમાં બાળકોને સંક્રમિત કર્યા છે. SARS-CoV-2ની જીનોમ સીક્વન્સિંગ માટે બનેલા કંન્સોર્ટિયમના એક સભ્યનું માનવું છે કે ભારતમાં બાળકોને આ રીતે પ્રભાવિત નહી કરે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )