Beauty tips:બોટોક્સ ઇંજેકશન જ નહિ પરંતુ આ સરળ ઘરેલુ ઉપચારથી પણ દૂર કરી શકો છો ફાઇન લાઇન્સ
વધતી ઉંમરે સ્કિન પર પડતી લકિર ચિંતાની લકિર વધારે છે. આ સમયે બોટોકસ ઇંજેકશનની યાદ આવે છે. પરંતુ આ ટ્રીટમેન્ટ ખૂબ જ ખર્ચાળ છે
Beauty tips: આપને જ્યારેથી ખ્યાલ આવે કે આપના ફેસ પર કરચલીઓ આવી રહી છે. તો ત્યારથી તેનો ઇલાજ શરૂ કરી દેવો જોઇએ. જો આપ તેનો ઇલાજ શોધશો તો ઘરેલુ અનેક નુસખા સામે આવશે. આપના રસોડામાં જ એવી અનેક સામગ્રી છે. જે કરચલીને દૂર કરવામાં કારગર છે. જાણીએ કયાં ઘરેલુ નુસખાથી ત્વચાની કરચલીઓ દૂર કરી શકાય.
મુલતાની માટી અને ટામેટાંના પ્રયોગથી કરચલી દૂર કરી શકાય છે. મુલતાની માટીમાં, કાકડીનો રસ ટામેટાંનો રસ, મધને મિક્સ કરો,આ પેસ્ટને ચહેરા પર લગાવો, અડધા કલાક બાદ ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી દો, સપ્તાહમાં આ પ્રયોગ 2 વખત કરો,ધીરે ધીરે કરચલીઓ દૂર થશે.
કેળાંનું પેસ્ટ બનાવો,આ પેસ્ટને ચહેરા પર લગાવો,સપ્તાહમાં 2 વાર કરો પ્રયોગ,ત્વચા પર કસાવ આવશે
અંગુરનો રસ ચહેરા પર લગાવો, 20 મિનિટ બાદ ચહેરાને ધોઇ લો, સપ્તાહમાં 2 વખત ઉપયોગ કરો
મિલ્ક પાવડરમાં મધ મિક્સ કરો,આ પેસ્ટને ચહેરા પર લગાવો,કરચલીઓ ઓછી થઇ જશે અને ચહેરા પર ગ્લો આવશે.સપ્તાહમાં 2 વાર આ પ્રયોગ કરો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )