Omicron Symptoms: ઓમિક્રોન રિસર્ચમાં સામે આવ્યા ઓમિક્રોનના નવા લક્ષણો, આ સંકેતને ન કરો નજર અંદાજ
Omicron Symptoms: ઓમિક્રોન વેરિયન્ટના કારણે સમગ્ર દુનિયામાં દહેશતનો માહોલ છે. ભારતમાં મહામારીની સંભવિત થર્ડ વેવના સંકેત જ માનવામાં આવી રહ્યાં છે.
Omicron Symptoms: ઓમિક્રોન વેરિયન્ટના કારણે સમગ્ર દુનિયામાં દહેશતનો માહોલ છે. ભારતમાં મહામારીની સંભવિત થર્ડ વેવના સંકેત જ માનવામાં આવી રહ્યાં છે.
Corona Omicron Variant Symptoms: કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ દુનિયાભરના 89 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. ભારતમાં પણ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ઓમિક્રોનને લઇને હજું સુધી વધુ તથ્યો સામે નથી આવ્યા, જો કે યૂકેમાં થયેલા એક રિસર્ચનો દાવો છે કે, ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિમાં માથામાં દુખાવો, થકાવટ, નાક વહેવું, છીંકવું, સ્વાદ ન આવવો, ગળામાં ખરાશ જેવા લક્ષણો જોવા મળ્યાં છે.
ધ ડેઇલીમાં છપાયેલી ખબર મુજબ શોધકર્તાઓને લંડનમાં ZOE લક્ષણ ટ્રેકિંગ અધ્યયન હેઠળ ઓમિક્રોનના કેસ મુદ્દે સ્ટડી કર્યું છે. આ સ્ટડી 3થી10 ડિસેમ્બરની વચ્ચે થયું. જેમાં જોવા મળ્યું કે, ઓમિક્રોનના સામાન્ય લક્ષણોમાં માથામાં દુખાવો, થકાવટ, નાક વહેવું, છીંકવું, સ્વાદ ન આવવો, ગળામાં ખરાશ, ઠંડી લાગવી જેવી સમસ્યા જોવા મળી રહ્યાં છે. તેમણે અનુરોધ કર્યો છે કે, જો આવા લક્ષણો દેખાય તો ઘર પર જ આઇસોલેટ રહેવું કારણ કે, આ લક્ષણો કોવિડના પણ હોઇ શકે છે.
યૂકેમાં ઓમિક્રોનના 10,000થી વધુ કેસ
યૂકેમાં ઓમિક્રોન વેરિયન્ટના 10,000થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે મોતની સંખ્યા વધીને 7 થઇ ગઇ છે. નવા વેરિયન્ટના કેસ શુક્રવારની તુલનામાં 3 ગણા વધુ છે. જેનાથી કુલ સંખ્યા વધીને 24 હજાર 968 થઇ ગઇ છે. 24 કલાકમાં લંડનમં 26 હજારથી વધુ સંક્રમિત થયા. આ કોરોના વાયરસ શરૂ થયા બાદની સૌથી વધુ મોટી સંખ્યા છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે, 89 દેશોમાં ઓમિક્રોન કોરોના વાયરસના કેસન પુષ્ટી થઇ છે અને કમ્યુનિટિવાળા વિસ્તારમાં કેસોની સંખ્યા 1.5થી ત્રણ દિવસમાં બમણી થઇ રહી છે.
ડેલ્ટાની તુલનામાં ઓછો ખતરનાક
આઇસીએમઆરના મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવ કોઇ નિષ્ક્રર્ષ પર પહોંચે તે પહેલા તેઓ હજુ એક મહિનાની રાહ જોવાની વાત કરી રહ્યાં છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઓમિક્રોન ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે.પરંતુ અત્યાર સુધીના ડેલ્ટા કહે છે કે ઓમિક્રોનથી સરળતાથી સંક્રમિત તો વ્યક્તિ થઇ જશે પરંતુ તે તેને ગંભીર રીતે બીમાર નથી કરી શકતો. તેમણે જણાવ્યું કે, મહામારીનો અંત આવી જ રીતે થતો હોય છે. જો કે એક્સ્પર્ટના મત મુજબ એક વખત વાયરસ પેદા થઇ જાય તો ખતમ નથી થતો પરંતુ જ્યારે તેની ઝપેટમાં આવેલા લોકો બીમાર નથી પડતાં તો તે વાયરસથી પેદા થયેલી મહામારીનો અંત માનવામાં આવે છે. એકસ્પર્ટનું માનવું છે કે, ઓમિક્રોનથી પણ ઝડપથી ફેલાતા હજું અનેક કોરોના વેરિયન્ટ આવી શકે છે પરંતુ તેનાથી લોકો બીમાર નહીં પડે. ચિંતા કરવાની જરૂર નથી
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )