શોધખોળ કરો

International yoga Day: બેલી ફેટથી મળશે મુક્તિ, આ યોગાસનને દિનચર્યામાં સામેલ કરો

International yoga Day: શું આપને પેટ ફુલેલું રહે છે. ટમી બહાર આવી ગઇ છે તો બેલી ફેટને ઓછું કરશે આ યોગાસન, જાણીએ ક્યાં યોગસના બેલી ફેટને ઓછુ કરવામાં કારગર

પેટ ફુલવું આજે મોટાભાગના લોકોની સમસ્યા છે. આ સ્થિતિને દૂર કરવા લોકો ક્રેશ ડાયટિંગનો સહારો લે છે. જો કે માત્ર ફેટના કારણે નહી અપચાના કારણે પણ આ સમસ્યા થાય છે. આપ પણ અપચો અને પેટની સમસ્યાથી પીડિત હો તો યોગ સહિતની આ આદતોને દિનચર્યામાં સામેલ કરીને તેને દૂર કરી શકો છો.
 
મંડૂકાસનને પણ નિયમિત રૂટીનમાં સામેલ કરો, તેનાથી આંતરડાની શક્તિ વધે છે અને પૈંક્રિયાસ એક્ટિવ રહે છે, જમ્યા બાદ 15 મિનિટ વજ્રાસમાં બેસવાથી પણ પેટની ચરબી ઘટે છે.
 
અર્ધમત્સ્યેન્દ્રાસન આંતરડા અને કિડનીને દુરસ્ત રાખે છે ને લીવરને મજબૂત બનાવે છે. ઉપરાંત તાડાસન પણ કબજિયાત એસિડીટી અને અપચાને દૂર કરે છે.
 
વીરાસન અપચાની સમસ્યાને દૂર કરીને પેલ્વિક મસલ્સને ટોન કરે છે. કટિચક્રાસન કમર પેટને ઓછું કરવામાં કારગર છે.
 
આપ યોગની દિનચર્યામાં સામેલ કરીને આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. આ માટે રોજ સવારે સૂર્ય નમસ્કાર કરો. તેનાથી પાચન ઝડપથી થશે અને પેટ હળવું થશે.
 
પ્રેગ્નન્સીમાં આ યોગાસન ન કરવા

જો તમે પણ પ્રેગ્નન્સીમાં યોગ કરી રહ્યા છો અથવા પહેલાથી જ કરી રહ્યા છો, તો તમારે તેને કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે સ્વસ્થ રહેવું વધુ જરૂરી છે કારણ કે આ દરમિયાન શરીરમાં ઘણા ફેરફારો થાય છે. અને બીમારીમાં કેટલીક દવા પણ નથી લઇ શકાતી.

તેથી, તમારા શરીરને મજબૂત અને મનને શાંત રાખવા માટે ગર્ભાવસ્થા દરમિયાન યોગ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ચાલો જાણીએ કે સગર્ભા સ્ત્રીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

આ આસનો કરવાનું ટાળોઃ સગર્ભા સ્ત્રીઓએ પેટ પર અથવા પેટમાં ખેંચાણનો અહેસાસ થતો હોય તો કોઈપણ આસન ન કરવા જોઈએ. જેમ કે ચક્રાસન, નૌકાસન, ભુજંગાસન, હલાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન અને ધનુરાસન વગેરે. તમે નિષ્ણાતનો અભિપ્રાય પણ લઈ શકો છો.

પ્રથમ ત્રિમાસિક: ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિકમાં, એટલે કે, ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં, સગર્ભા સ્ત્રીઓ ઉભા રહીને યોગ કરી શકે છે. આમ કરવાથી પગના સ્નાયુઓ મજબૂત થાય છે અને રક્ત પરિભ્રમણ બરાબર રહે છે. તેનાથીલ પગમાં સોજો અને જકડ પણ આવતી નથી.

પ્રથમ ત્રણ મહિનામાં, સ્ત્રીઓએ ખૂબ જ ઝડપી અને થકવનારું આસન ન કરવા જોઈએ. તેના બદલે તમે પ્રાણાયામ કરી શકો છો.

ચોથા અને પાંચમા મહિનામાં: ખાસ ધ્યાન રાખો કે આ મહિનામાં યોગ ન કરવા જોઈએ કારણ કે તે ગર્ભાવસ્થાનો સૌથી નાજુક સમય છે. જો તમે કરો છો, તો ચોક્કસપણે ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લો.

સગર્ભાવસ્થાની શરૂઆતઃ પ્રેગ્નન્સીની શરૂઆતમાં તમારે એવા યોગ કરવા જોઈએ જે ખભા અને કમરના ઉપરના ભાગને મજબૂત બનાવે. આ સિવાય તમને જે આરામદાયક લાગે ત્યાં આસનો કરો. આ દરમિયાન તમારા શરીરની ક્ષમતા અનુસાર યોગ કરો.                                     

પહેલાં ક્યારેય ન કર્યું: જો તમે ગર્ભાવસ્થા દરમિયાન પ્રથમ વખત યોગ શરૂ કરી રહ્યાં છો, તો તમે તેને 14મા અઠવાડિયાની આસપાસ શરૂ કરી શકો છો. ત્રિમાસિકમાં યોગ કરવાનું ટાળો કારણ કે આ સમયે ગર્ભપાત થવાની સંભાવના સૌથી વધુ હોય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Hair Dye Safety: શું હેર ડાઈ લિવરને નુકસાન પહોંચાડી શકે? જાણો નિષ્ણાતોનો શું છે અભિપ્રાય
Hair Dye Safety: શું હેર ડાઈ લિવરને નુકસાન પહોંચાડી શકે? જાણો નિષ્ણાતોનો શું છે અભિપ્રાય
Health: નાની ઉમરમાં લોકોને ઘરડા બનાવી રહ્યો છે મોબાઈલ, જાણો ઊંઘ,તણાવ અને પેટના સ્વાસ્થ્ય માટે કેમ જોખમી છે ફોન
Health: નાની ઉમરમાં લોકોને ઘરડા બનાવી રહ્યો છે મોબાઈલ, જાણો ઊંઘ,તણાવ અને પેટના સ્વાસ્થ્ય માટે કેમ જોખમી છે ફોન
Health Warning Signs: શરીરના આ નાના સંકેતોને ન કરો ઈગ્નોર, નહીં ડેમેજ થઈ શકે છે લીવર અને કિડની
Health Warning Signs: શરીરના આ નાના સંકેતોને ન કરો ઈગ્નોર, નહીં ડેમેજ થઈ શકે છે લીવર અને કિડની
Stroke Risk: બ્રેઇન સ્ટ્રોકના અઠવાડિયા પહેલા શરીર આપે છે આ 5 ચેતવણીના સંકેતો
Stroke Risk: બ્રેઇન સ્ટ્રોકના અઠવાડિયા પહેલા શરીર આપે છે આ 5 ચેતવણીના સંકેતો

વિડિઓઝ

Jayrajsinh Jadeja: ગોંડલની સભામાં જયરાજસિંહ જાડેજાના વિરોધીઓ પર પ્રહાર
DyCM Harsh Sanghavi: લુખ્ખા ટપોરીઓ બાદ હવે બીજાનો વારો છેઃDyCM ની વિપક્ષના નેતાઓને મોટી ચેતવણી
Sthanik Swaraj Election : અમરેલીમાં ચાવંડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટર ફાટતા વિવાદ
Ambalal Patel's big prediction: વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Middle East crisis: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રાહતના સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલા અનામત બિલ લોકસભામાં પસાર ન થયું, જાણો કેટલા મત તરફેણમાં અને કેટલા વિરોધમાં પડ્યા 
મહિલા અનામત બિલ લોકસભામાં પસાર ન થયું, જાણો કેટલા મત તરફેણમાં અને કેટલા વિરોધમાં પડ્યા 
મોટા સમાચાર! હોર્મુઝ સ્ટ્રેટ 49 દિવસ બાદ ખુલ્યું, ઈરાનના વિદેશ મંત્રીની મોટી જાહેરાત 
મોટા સમાચાર! હોર્મુઝ સ્ટ્રેટ 49 દિવસ બાદ ખુલ્યું, ઈરાનના વિદેશ મંત્રીની મોટી જાહેરાત 
Weather Update: દેશના 13 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, 70 KM ઝડપે પવન ફૂંકાશે, હવામાન વિભાગનું એલર્ટ  
Weather Update: દેશના 13 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, 70 KM ઝડપે પવન ફૂંકાશે, હવામાન વિભાગનું એલર્ટ  
Gujarat: વાલીઓના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, RTE અંતર્ગત પ્રવેશની તારીખ લંબાવાઈ  
Gujarat: વાલીઓના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, RTE અંતર્ગત પ્રવેશની તારીખ લંબાવાઈ  
મોટી મુસીબતમાં ફસાઈ શકે છે રાહુલ ગાંધી, બેવડી નાગરિકતાના મામલે હાઈકોર્ટે આપ્યો તપાસનો આદેશ, નોંધાઈ શકે છે FIR
મોટી મુસીબતમાં ફસાઈ શકે છે રાહુલ ગાંધી, બેવડી નાગરિકતાના મામલે હાઈકોર્ટે આપ્યો તપાસનો આદેશ, નોંધાઈ શકે છે FIR
Parliament Session 2026: 'આ મહિલા અનામત બિલ નથી, પરંતુ ચૂંટણી નકશાને બદલવાનું કાવતરું,' રાહુલ ગાંધીએ મહિલા આરક્ષણ પર સરકારને ઘેરી
Parliament Session 2026: 'આ મહિલા અનામત બિલ નથી, પરંતુ ચૂંટણી નકશાને બદલવાનું કાવતરું,' રાહુલ ગાંધીએ મહિલા આરક્ષણ પર સરકારને ઘેરી
India Weather: દિલ્હીના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
India Weather: દિલ્હીના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Iran War: ઈરાન યુદ્ધના કારણે ભારતમાં મોંઘવારી વધવાનો ખતરો, ડૉનાલ્ડ ટ્રમ્પ મોટું કારણ! 
Iran War: ઈરાન યુદ્ધના કારણે ભારતમાં મોંઘવારી વધવાનો ખતરો, ડૉનાલ્ડ ટ્રમ્પ મોટું કારણ! 
Embed widget