Desk Work Study : ડેસ્ક જોબના કારણે હાર્ટ એટેકનું વધી શકે છે જોખમ, 21 દેશોના અભ્યાસમાં દાવો
જો તમે એક જગ્યાએ બેસીને ઘણા કલાકો સુધી સતત કામ કરો છો તો તેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. આવો જાણીએ તેના વિશે
Sitting Job : જો તમે એક જગ્યાએ બેસીને ઘણા કલાકો સુધી સતત કામ કરો છો તો તેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. આવો જાણીએ તેના વિશે
શું તમે ડેસ્ક જોબ કરો છો? શું તમને આખો સમય એક જ જગ્યાએ બેસીને કામ કરો છો. ? જો હા, તો આ વસ્તુ આપના શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. હા, ઘણા દેશોના અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દિવસમાં 8 કલાક કામ કરતા કર્મચારીઓને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે હોય છે. આ સાથે જ આનાથી મૃત્યુઆંક પણ ઘણો વધારે હોવાનું કહેવાય છે. આ તારણને વિગતવાર સમજીએ
સ્ટડીનું શું છે તારણ
ચાઈનીઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સ અને પેકિંગ યુનિયન મેડિકલ કોલેજ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, જે કર્મચારી સતત 8 કલાક ડેસ્ક પર બેસે છે તેમને સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ 20 ટકા વધારે છે. આ અભ્યાસ 21 દેશોના 105,677 લોકો પર 11 વર્ષ સુધી કરવામાં આવ્યો છે. અભ્યાસમાં એવું જોવામાં આવ્યું છે કે આ લોકોમાંથી 6,200 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી 2,300 લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા છે, 3,000 લોકો સ્ટ્રોકને કારણે મૃત્યુ પામ્યા છે અને 700 લોકો હાર્ટ ફેઇલના કારણે કારણે મૃત્યુ પામ્યા છે.
ભારતમાં પણ હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેટલાક અહેવાલો અનુસાર, હૃદયરોગના હુમલાના કુલ દર્દીઓમાંથી લગભગ 60 ટકા દર્દીઓ ભારના છે.
શું છે ઉપાય?
- સંશોધકોનું સૂચન છે કે જો આપ ડેસ્ક જોબ કરો છો, તો કામ દરમિયાન ચોક્કસપણે વચ્ચે જ ઉઠો.
- ધૂમ્રપાનની ટેવ છોડો, તેનાથી સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
- થોડો સમય ફિઝિકલ એક્ટિવિટીને આપો
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )