Stress Reducing Tips: આ Tips અનુસરશો તો રહેશો તણાવથી દુર
Stress Reducing Tip:આજના રોજબરોજના જીવનમાં દરેક ઉમરની વ્યક્તિ શારીરિક તેમજ માનસિક તાણનો અનુભવ કરી રહ્યો છે.
Stress Reducing Tip: આજના રોજબરોજના જીવનમાં દરેક ઉમરની વ્યક્તિ શારીરિક તેમજ માનસિક તાણનો અનુભવ કરી રહ્યો છે. સ્કિનને બહારથી તો યોગ્ય સ્કીન કેર દ્વારા સ્વસ્થ્ય રાખી શકાય છે. પરંતુ માનસિક તણાવને દુર કરવો એ એકંદરે અઘરી અને લાંબી પ્રક્રિયા છે.
તણાવ બધીજ બીમારીઓનું મૂળ છે. તણાવ ન માત્ર આંતરિક સ્વાસ્થ્યને અસર કરે છે પરંતુ તેની અસર ચહેરા પર પણ દેખાય છે. ચહેરા પર રિંકલ્સ અને ફાઈન લાઇન્સ દેખાવી, ટાઈમ પહેલા ઉંમર દેખાવવી, ચહેરાનું તેજ ઘટી જવું વગેરે તણાવના લક્ષણો છે. તમે જાણો છો કે તાણવાને દૂર કરવા માટે તમે ઘણું કરી શકો છો.
પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી ટ્વીન્કલ ખન્નાએ તણાવ દૂર કરવા માટે અને જિંદગીને સરળ બનાવવા માટે કેટલીક ટિપ્સ અહીં આપેલ છે જેને અનુસરવાથી જિંદગી સરળ અને થોડી વધારે આરામદાયક બનાવી શકાય છે. આવો જાણીએ ટ્વીન્કલ ખન્નાની પોસ્ટ થી કે તણાવ કેવી રીતે દૂર કરી શકાય છે.
ઘરના ગાર્ડનમાં છોડ વાવો:
તણાવ વધારે હોય તો થોડો સમય ગાર્ડનમાં છોડ અને ઝાડ સાથે પસાર કરી શકો છો. ઘરના ગાર્ડનમાં વૃક્ષો અને છોડ વાવવા એટલે જરૂરી છે. જો ઘરે ગાર્ડન નથી તો તમે તમારી બારી કે બાળકનીમાં પણ પ્લાન્ટ્સ રાખી શકો છો, પ્લાન્ટ્સની આસપાસ રહેવાથી તમારો મૂડ ઝડપથી ઠીક થઇ જાય છે, એકાગ્રતા વધશે અને તણાવ દૂર રહેશે.
ડિનર કરવાની રીત બદલો:
ટ્વિન્કલએ કહ્યું કે તણાવને દૂર કરવા માટે ડિનરમાં બદલાવ કરવો જોઈએ, રાત્રે ઓછું જમવું જોઈએ. એક સાથે પેટ ભરીને ન ખાવું જોઈએ. જ્યારે તમે રાત્રે ઓછું ખાઓ છો તો તમારું શરીર જમવાનું પચાવવામાં વધારે એનર્જી ખર્ચ કરશે નહી અને બોડીને આરામ મળશે. રાત્રે વહેલા જમવું જોઈએ અને 10 વાગે સુવાનો પ્રયત્ન કરવો જોઈએ.
નવું શીખવાનું ટ્રાય કરો:
ટ્વિન્કલ ખન્નાએ કહયુ કે જો તમે તણાવ દૂર કરવા ઈચ્છો છો તો નવું શીખવાની આદત રાખો, કોઈ પણ ઉંમરે શીખવાનું ચાલુ રાખવું જોઈએ. ઘરમાં ગિટાર વગાડવાથી તણાવ દૂર થાય છે, ટ્વિન્કલ એક વિડીયોમાં ગિટાર વગાડી રહી છે. ટ્વિન્કલે કહ્યું કે તેને ગાતા નથી આવડતું છતાં તે ગિટાર વગાડવાનું શીખી રહી છે.
હસવા અને હસવાના પ્રયત્ન કરવા:
ટ્વિન્કલ ખન્નાએ કહ્યું કે જો તમે ખુશ રહેવાનો અને હસવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે હસવા માટે જોક્સ સાંભળો. તમે કોઈ ગીત પણ ગાઈ શકો છો. તણાવ દૂર કરવા અંતે ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સ્કિન પર સનસ્ક્રિનનો ઉપયોગ કરવો:
ટ્વિન્કલએ કહ્યું કે સ્કિન સ્વસ્થ્ય રાખવા માટે સન સ્ક્રિનનો ઉપયોગ કરવો જોઈએ. રોજ ચહેરા પર, ડોક અને હાથ પર સનસ્ક્રીન જરુર લગાવવું જોઈએ. જો તમારે બપોરે બહાર જવાનું થાય તો વધારે સુરક્ષા માટે દુપટ્ટો કે ટોપી પહેરી શકો છો.
Disclaimer: આ લેખ ફક્ત ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )