Mental Fatigue: માનસિક થાકથી ફટાફટ મળશે રાહત, આ દેશી ડ્રિન્ક કરી દેશી તરોતાજા, જાણો અનેકગણા છે ફાયદા
Relieve Mental Fatigue: જો તમે ઉનાળાની ઋતુ અને માનસિક થાકથી પરેશાન છો તો અહીં જણાવેલ દેશી પીણાનું સેવન કરો. તમને તાજગીની સાથે માનસિક ઉર્જાથી ભરી દેશે. કારણ કે થાક દૂર કરવાના આ ઉપાયો સદીઓ જૂના છે.
Relieve Mental Fatigue: જો તમે ઉનાળાની ઋતુ અને માનસિક થાકથી પરેશાન છો તો અહીં જણાવેલ દેશી પીણાનું સેવન કરો. તમને તાજગીની સાથે માનસિક ઉર્જાથી ભરી દેશે. કારણ કે થાક દૂર કરવાના આ ઉપાયો સદીઓ જૂના છે.
ઉનાળાની ઋતુમાં શારીરિક થાક તો જલ્દી લાગે છે, સાથે જ માનસિક થાક પણ ખૂબ જ અનુભવાય છે.. કારણ કે પરસેવા સાથે, શરીરમાં પાણીનું સ્તર ખૂબ જ ઝડપથી ઘટી જાય છે (ડિહાઇડ્રેશન), જેની સાથે મિનરલ્સનું સ્તર પણ ઓછું થવા લાગે છે. જેના કારણે મગજને કામ કરવા પુરતી ઉર્જા નથી મળતી અને માનસિક થાક હાવી થવા લાગે છે. હવે સવાલ એ છે કે આ થાકમાંથી ત્વરિત રાહત કેવી રીતે મેળવવી અને એનર્જી લેવલ કેવી રીતે લાવવું. તો જવાબ છે દેશી પીણાં. તે સોફ્ટ ડ્રિંક્સ જે આપણા દેશમાં સદીઓથી ઉપયોગમાં લેવામાં આવે છે. માનસિક નિવારણ માટે કયા પીણાં તરત જ કામ કરે છે? અહીં જાણો..
ગુલાબનું સરબત
આપ ગુલાબમાંથી બનાવેલ કોઈપણ આયુર્વેદિક શરબતને ઠંડા પાણી અથવા દૂધમાં મિક્સ કરીને પી શકો છો. તેને પીતા જ તમને માનસિક શાંતિ મળશે. ખાસ કરીને ફાયદો ત્યારે થશે જ્યારે તમે તેને દૂધમાં બનાવીને પીશો.
વરિયાળી સાકરનું સરબત
વરિયાળી સાકરનું સરબતનું સેવન કરવું જોઈએ. તે તમને ઉનાળાની ઋતુમાં ઠંડક પણ આપશે અને માનસિક થાક પણ દૂર કરશે.
લીંબુ પાણી
ગરમીમાં થકાવટને દૂર કરવા માટે લીંબુ સરબત બેસ્ટ છે,. આ શરબતમાં મરી પાવડર પણ ઉમેરો તેનાથી ઉર્જા સાથે માનસિક શાંતિનો પણ અનુભવ થશે.
છાશ અને ગોળ
તમે ગોળ સાથે સાદી છાશ પીવાથી પણ તમારો થાક તરત જ દૂર થઇ શકે છે. છાશ શરીરને ઠંડક આપે છે અને ગોળ ઉર્જા વધારે છે. તેનાથી થાક તરત જ દૂર થાય છે.
અન્ય નેચરલ ડ્રિન્ક
જજીરા, કેરી પના, દૂધ, લસ્સી, આ બધા જ ડ્રિન્ક શરીરનો થાક ઉતારીને સ્ફૂર્તિ આપે છે. આપ ગરમીની સિઝનમાં તેનું એકથી બે વખત દિવસમાં સેવન કરી શકો છો.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )