યુરિક એસિડ ઘટાડવા માટે આ દેશી ડ્રિંક્સથી દિવસની શરૂઆત કરો, થોડા દિવસોમાં કરશે અસર
જો શરીરમાં તેની માત્રા વધી જાય છે, તો સાંધામાં દુખાવો, આંગળીઓ અને હાડકાંમાં સોજો સહિત ઘણી ગંભીર સમસ્યાઓનું જોખમ રહેલું છે.
આજના સમયમાં યુરિક એસિડની સમસ્યા ઘણી જોવા મળે છે. યુરિક એસિડ એ એક પ્રકારનો કચરો છે જે શરીરમાં પ્યુરીન્સના તૂટવાથી ઉત્પન્ન થાય છે. પ્યુરિન નામના પ્રોટીનમાંથી શરીરમાં હાઈ યુરિક એસિડ બને છે. પ્યુરિન કેટલાક ખાદ્યપદાર્થોમાં જોવા મળે છે અને તેનું વધુ સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડ વધવાનું જોખમ રહે છે. જો શરીરમાં તેની માત્રા વધી જાય છે, તો સાંધામાં દુખાવો, આંગળીઓ અને હાડકાંમાં સોજો સહિત ઘણી ગંભીર સમસ્યાઓનું જોખમ રહેલું છે. જો તમે પણ વધતા યુરિક એસિડની સમસ્યાથી પરેશાન છો, તો તમે તમારા દિવસની શરૂઆત આ દેશી ડ્રિંક્સથી કરી શકો છો.
શરીરમાં યુરિક એસિડ લેવલ વધી જાય છે તેમના માટે હલનચલન પણ મુશ્કેલ થઈ જાય છે. શરીરમાં યુરિક એસિડનું લેવલ વધી જાય તો આ એસિડ ધીરે ધીરે કઠોર બની કાચના ટુકડાનો આકાર લઈને શરીરના સાંધામાં જામવા લાગે છે. મોટાભાગે યુરિક એસિડના ક્રિસ્ટલ પગની આંગળીઓ, ઘૂંટણ, કોણી, હાથની આંગળીઓના સાંધા વગેરેમાં જામે છે.
1. લીંબુ પાણી-
લીંબુ પાણી યુરિક એસિડને ઓગાળીને તેને શરીરમાંથી દૂર કરવામાં મદદ કરી શકે છે. વધતા યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે તમે લીંબુ પાણીનું સેવન કરી શકો છો. લીંબુ પાણીનું સેવન શરીરને અન્ય ઘણા લાભ આપે છે.
2. ગ્રીન ટી-
ગ્રીન ટીનું નામ આવતા જ આપણા મગજમાં સ્થૂળતા ઘટાડવાનો વિચાર આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગ્રીન ટીમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે યુરિક એસિડને ઓછું કરવામાં મદદ કરી શકે છે. ગ્રીન ટી તમને અન્ય સ્વાસ્થ્ય લાભ પણ આપશે.
3. અજમાનું પાણી-
અજમાને પાણીમાં ઉકાળીને પીવાથી યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. અજમાનું પાણી વજન ઘટાડવા માટે પણ અસરકારક છે.
4. પાણી-
પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી શરીરમાં યુરિક એસિડ ઓછું કરવામાં મદદ મળે છે. જો તમે પાણી પીઓ છો, તો તે પેશાબ દ્વારા શરીરમાંથી હાનિકારક પદાર્થોને દૂર કરે છે.
કાતિલ ઠંડીમાં આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે આમળા, દરરોજ સેવનથી થશે આ લાભ
Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )