Parenting Tips: બાળકોને ફ્રૂટસ આપતા પહેલા આ ટિપ્સ સમજી લો, સેવનના મેળવી શકશો અદભૂત લાભ
ડ્રાયફ્રુટ્સ ખવડાવવાની એક સરળ રીત છે કાજુ, બદામ, અખરોટ અને પિસ્તાને મિક્સરમાં પીસીને પાવડર બનાવવો. તેને પોર્રીજ અથવા સેરેલેક સાથે મિક્સ કરીને ખવડાવો.
Health Tips for Baby:બાળકોના સ્વાસ્થ્ય માટે ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ ખૂબ જ જરૂરી છે. બાળકોને ડ્રાયફ્રુટ્સ ખવડાવવાથી રોગપ્રતિકારક શક્તિ અને મગજ મજબૂત બને છે.
જેના કારણે શરીરમાં ઝિંક, મેગ્નેશિયમ અને વિટામિન્સની ઉણપ નથી રહેતી. જો બાળક ડ્રાયફ્રુટ્સ ન ખાતું હોય તો તમે તેને ડ્રાયફ્રુટ્સમાંથી બનાવેલી આ વાનગી આપી શકો છો.
બાળકો પુડિંગ્સ અને બ્રાઉનીમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરી આપી શકો છો. જે ટેસ્ટી લાગે છે.
કાજુ, પિસ્તા, બદામ, સૂકી જરદાળુને પીસીને પાવડર બનાવો. શેકેલા ઓટ્સ પાઉડર, ડ્રાય ફ્રૂટ્સ પાઉડર અને કેટલાક સમારેલા ડ્રાય ફ્રૂટ્સ અને કિસમિસ મિક્સ કરો. તેમાં મધ ઉમેરીને બેટર બનાવો અને તેને ટેસ્ટી હોવાથી બાળકો ચાઉંથી ખાઇ છે.
તમે બાળકોને ડ્રાયફ્રુટ્સ અને બદામને જામમાં મિક્સ કરીને બ્રેડ કે રોટલી પર લગાવી આપી શકો છો.
ડ્રાયફ્રુટ્સ ખવડાવવાની એક સરળ રીત છે કાજુ, બદામ, અખરોટ અને પિસ્તાને મિક્સરમાં પીસીને પાવડર બનાવવો. તેને પોર્રીજ અથવા સેરેલેક સાથે મિક્સ કરીને ખવડાવો.
બાળકોની મનપસંદ ચોકલેટને ઓગાળીને ડ્રાયફ્રુટ્સ અને નટ્સ સાથે મિક્સ કરી શકાય છે. તે જામવા દો અને બાદ ખવડાવો
બાળકોને મગફળી, અંજીર, બદામ અને અન્ય ફળો સાથે પફ કરેલા ચોખા મિક્સ કરીને ચાટ આપી શકાય છે. તમે તેમાં લાઇટ સોલ્ટ અને ચાટ મસાલો મિક્સ કરી શકો છો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )