(Source: ECI/ABP News/ABP Majha)
Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી રાજ્ય પર માવઠાનું સંકટ, જાણો ક્યાં જિલ્લામાં પડી શકે છે કમોસમી વરસાદ
4 એપ્રિલથી બે દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી રાજ્ય પર માવઠાનું સંકટ સર્જાયું છે. આજે અને આવતીકાલે ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જો કે 5 અને 6 એપ્રિલ ફરી કમોસમી વરસાદ થઇ શકે છે
Weather Update: 4 એપ્રિલથી બે દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી રાજ્ય પર માવઠાનું સંકટ સર્જાયું છે. આજે અને આવતીકાલે ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જો કે 5 અને 6 એપ્રિલ ફરી કમોસમી વરસાદ થઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હજુ ખેડૂતો પરથી માવઠાનું સંકટ ટળ્યું નથી. ફરી હવામાન વિભાગે માવઠું પડવાની આગાહી કરી છે.હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 5 અને 6 એપ્રિલે માવઠું થશે.
હવામાન વિભાગના મતે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં 5 અને 6 એપ્રિલે કમોસમી વરસાદ વરસશી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, કમોસમી વરસાદ પહેલાં ગરમીનો તાપમાનનો પારો તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઉંચે જઇ શકે છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર રહેશે.તો આજે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું.. આ બંને શહેરોમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદમાં અને ભૂજમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું
જાણો ક્યાં જિલ્લામાં પડી શકે છે કમોસમી વરસાદ
હવામાન વિભાગના મતે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં 5 અને 6 એપ્રિલે કમોસમી વરસાદ વરસશી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, કમોસમી વરસાદ પહેલાં ગરમીનો તાપમાનનો પારો તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઉંચે જઇ શકે છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર રહેશે.તો આજે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું.. આ બંને શહેરોમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદમાં અને ભૂજમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું
શું કહેવું છે હવામાન વિભાગનું -
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવા વરસાદની સંભાવના છે. તે જ સમયે, 2 એપ્રિલ સુધી, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી ભારે વરસાદની અપેક્ષા છે.
દિલ્હીમાં કેવું રહેશે હવામાન
દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે વાતાવરણ સારું રહ્યું છે. લોકોને ગરમીથી રાહત મળી છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. IMDના નવા ડેટા અનુસાર, આજે (2 એપ્રિલ) દિલ્હીમાં હળવા વરસાદ અથવા ઝરમર વરસાદ સાથે આકાશ વાદળછાયું રહેવાની ધારણા છે. આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
ઘટી શકે છે પાક ઉત્પાદન
હાલમાં વરસાદ ભારે પવન અને કરા પડતાં ખેતરોમાં ઘણું નુકસાન થયું છે. મહિનાઓની મહેનત પાણીમાં તરબોળ થતી જોઈને ખેડૂતો પણ માનસિક અને આર્થિક ચિંતાથી ઝઝૂમી રહ્યા છે. અલબત્ત સરકારોએ વળતરની જાહેરાત કરી છે, પરંતુ લણણી પછી સૂકવવા માટે રાખવામાં આવેલ ઘઉંનો પાક સતત વરસાદને કારણે ભીનો થઈ રહ્યો છે. દરેક ઋતુ સ્પષ્ટ નથી તેથી પાકને સંપૂર્ણપણે બચાવી શકાતો નથી. જે પાક જમીન પર પડી ગયા છે. તેમનું વજન અને પોષણ ઓછું થશે એટલું જ નહીં, દાણા કાળા થવાની શક્યતાઓ પણ વધી જશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )