Health: હોળી રમ્યા પછી થયું છે સ્કિન ઈન્ફેક્શન, તો કરો આ ઉપાય
હોળી રમવામાં બહુ મજા આવે છે. લોકો એકબીજાને રંગો, ગુલાલ, પિચકારી, ફુગ્ગા અને અબીલથી રંગતા હોય છે. પરંતુ આ રંગો તમારી ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે
Holi Tips: હોળીના આ તહેવારમાં શરીર પર લાગેલા રંગોને કારણે સ્કિન ઈન્ફેક્શનનો ખતરો રહે છે ત્યારે જો તમે પણ સ્કિન ઈન્ફેક્શનથી બચવા માંગો છો તો તમારે હળદર, લીમડા અને વિનેગરના પાણીથી સ્નાન કરો, તેનાથી ઈન્ફેક્શનનો ખતરો દૂર રહેશે.
હોળી રમ્યા બાદ સ્કિન ઈન્ફેક્શનથી બચવાના ઉપાય
હોળી રમવામાં બહુ મજા આવે છે. લોકો એકબીજાને રંગો, ગુલાલ, પિચકારી, ફુગ્ગા અને અબીલથી રંગતા હોય છે. પરંતુ આ રંગો તમારી ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે, કારણ કે બજારમાં મળતા આ તમામ રંગો કેમિકલથી ભરપૂર હોય છે, જેના કારણે જો રંગને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે. હોળી રમ્યા બાદ તમે સ્નાન કરો છો તો પણ ઈન્ફેક્શનનો ખતરો દૂર થતો નથી. જેથી અમે તમને કેટલીક એવી ટીપ્સ બતાવીશુ જેનાથી તમે સ્કિન ઈન્ફેક્શનથી બચી શકો છો.
લીમડાના પાણીથી સ્નાન કરો
સ્કિન ઈન્ફેક્શનથી બચવા તમે નહાવાના પાણીમાં લીમડાના પાનનો પણ ઉપયોગ કરી શકો છો, તેમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટિમાઈક્રોબાયલ અને એન્ટી ફંગલ ગુણ પણ હોય છે. લીમડાના પાનથી સ્નાન કરવાથી તમને અનેક પ્રકારના ઈન્ફેક્શનથી બચાવી શકાય છે. લીમડાના પાનવાળા પાણીથી નહાવા માટે સૌ પ્રથમ લીમડાના પાનને અલગ કરી સાફ કરી લો.ત્યારબાદ ગેસ પર પાણીનો મોટો બાઉલ મુકો.લીમડાના પાન નાખીને લગભગ 10 મિનિટ સુધી ઉકાળો.ત્યારબાદ ગેસ બંધ કરી દો. પછી તેને ઠંડુ થવા માટે રાખો. હવે તેને નહાવાના પાણીમાં ભેળવીને સ્નાન કરો.
હળદરના પાણીથી સ્નાન કરો
હોળી રમ્યા બાદ તમે સ્કિન ઈન્ફેક્શનથી બચવા હળદરના પાણીથી સ્નાન કરી શકો છો. હળદર તેના એન્ટિસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ ગુણો માટે જાણીતી છે, જે ત્વચા માટે વરદાન રુપ છે. હળદરના પાણીથી નહાવાથી તમને કોઈ પણ પ્રકારના ઈન્ફેક્શનથી નુકસાન થતું નથી. આ માટે નહાવાના પાણીને થોડું હૂંફાળું બનાવી લો, પછી તેમાં એક કપ હળદર નાખીને પાણી મિક્સ કરો. હવે આ પાણીથી સ્નાન કરો. તમે ખૂબ જ તાજગી અનુભવશો. તમે ત્વચાની કોઈપણ સમસ્યાથી દૂર રહેશો કારણ કે તે ચેપી જંતુઓને મારવામાં અસરકારક છે.
બેકિંગ સોડાના પાણીથી સ્નાન કરો
હોળી રમ્યા પછી તમે નહાવાના પાણીમાં બેકિંગ સોડા ઉમેરીને પણ સ્નાન કરી શકો છો, તે શરીરમાંથી બહારના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. નહાવાના પાણીમાં 4 થી 5 ચમચી ખાવાનો સોડા ભેળવીને સ્નાન કરો.
એપલ સાઈડર વિનેગરના પાણીથી સ્નાન કરો
એપલ સાઈડર વિનેગરના પાણીથી સ્નાન કરવાથી પણ તમને ઘણા ફાયદા થઈ શકે છે. સૌ પ્રથમ તે તમારા રંગને દૂર કરશે અને તમને કોઈપણ પ્રકારનું ત્વચા ચેપ લાગશે નહીં. જ્યારે તમે પાણીમાં એપલ સાઇડર વિનેગર ઉમેરો છો ત્યારે તે ખૂબ જ એસિડિક બને છે જે ત્વચાના પીએચ સંતુલનને પુનઃસ્થાપિત કરીને બાહ્ય સ્તરને સુરક્ષિત કરીને ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. આ માટે એક ડોલમાં પાણી લો તેમાં 4 થી 5 ચમચી એપલ સાઇડર વિનેગર ઉમેરો. આ પાણીથી સ્નાન કરો અને શરીરને સાફ કરો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )