શોધખોળ કરો
Advertisement
Silk Saree Care Tips: સિલ્કની સાડીને આ રીતે કરો પ્રેશ, કપડું બળી જવાનો નહિ રહે ડર, જાણો ઇસ્ત્રી કરવાની ટિપ્સ
સિલ્ક સાડી એક એવું આઉટફિટ છે. જે દરેક માનુનીને રોયલ લૂક આપે છે. જો કે, તેની કાળજી લેવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેમાં પણ તને પ્રેશ કરવી પણ એટલી મુશ્કેલ છે. ચાલો જાણીએ સિલ્કને પ્રેસ કરવાની રીત
Silk Saree Care Tips:ભારત એક પરંપરા અને સંસ્કૃતિનો દેશ છે અને સાડી અહીંનો પરંપરાગત પહેરવેશ છે. તે ભારતીય સંસ્કૃતિનું જ પ્રતિનિધિત્વ કરે છે તેમ કહેવું ખોટું નથી. તેમાં પણ સિલ્કની સાડીની વાત જ કંઇક ઔર છે. જે પેહર્યા બાદ રોયલ લૂક આપે છે. જાજરમાન વ્યક્તિત્વને ઓપ આપવા માટે સિલ્કની સાડી વધુ પસંદ કરવામાં આવે છે. જો કે સિલ્ક અને કોટનની સાડીને પ્રેશ કરવી એટલી મુશ્કેલ છે. તેનું કપડું પાતળું હોવાથી બળી જવાનો ડર રહે છે.
કોટન અને સિલ્કની સાડીને પ્રેશ કરવાની ટિપ્સ
- સૌ પ્રથમ ખાતરી કરો કે સાડીનું ટેક્સચર કેવું છે અને તે કયા તાપમાનનો સામનો કરી શકે છે.
- વિવિધ ટેક્સચરવાળા કાપડને અલગ-અલગ તાપમાનની જરૂર પડે છે. દરેક સાડીને સમાન તાપમાને પ્રેશ કરવાની ભૂલ ન કરો.
- સાડીને ઈસ્ત્રી કરતી વખતે ધ્યાન રાખો કે, ઈસ્ત્રી પર કોઈ ડાઘા ન પડે. કેટલાક ઇસ્ત્રી એવા હોય છે જે કપડાં પર ડાઘ છોડી દે છે અને આ સાડી પર નિશાન છોડી શકે છે. વળી, જેના કારણે સાડી અને તેની ડિઝાઇન પર ખરાબ અસર પડશે.
- સાડીને ઇસ્ત્રી કરતી વખતે ધ્યાન રાખો કે, ઇસ્ત્રી સીધી સાડીની સપાટી પર ન લગાવો. તે પછી કોટન, સિલ્ક, શિફોન કે જ્યોર્જેટ હોય. આવી સાડી પર કપડું મૂકો અથવા તો તેના પર કાગળ અથવા ટુવાલ મૂકો અને પછી પ્રેશ કરો.
- સાડીને પ્રેશ કરતી વખતે પેહેલા તેને ભીની કરો. ખાસ કરીને કોટન, સિલ્ક, શિફોન અને જ્યોર્જેટની સાડીઓને સારી રીતે ભીની કરવી જોઈએ. આમ કરવાથી તેની સપાટી પર કરચલીઓ રહેતી નથી અ તે સપાટ થઈ જાય છે, જેનાથી સાડીની સપાટી પર પ્રેસ ચલાવવાનું સરળ બને છે.
- સાડીની બોર્ડરને સારી રીતે પ્રેશ કરો કારણ કે જો બોર્ડર પ્રેસ નથી હોય તો તે વળેલી દેખાશે અને સાડીનું લૂક બગાડશે. બોર્ડર એવી વસ્તુ છે જેના પર નજર જાય છે અને લોકો નોટિસ કરે છે.
- આ વાતનું ધ્યાન રાખો કે ઇસ્ત્રી કરતી વખતે સાડીને બે ભાગમાં વહેંચો, જેથી તેની ડિઝાઇન કે ટેક્સચરને અસર ન થાય. આ સિવાય એ પણ ધ્યાનમાં રાખો કે સાડી સિલ્કની હોય, કોટનની હોય, શિફોન હોય કે જ્યોર્જેટની હોય, તેને ઈસ્ત્રી કરતા પહેલા ધોઈ લેવી જોઈએ. સાડીને ધોયા વગર ઇસ્ત્રી કરવાથી તેના પર ધૂળના કણો ચોંટી જવાનું જોખમ વધી જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion