શોધખોળ કરો

ડેલ્ટાની તુલનામાં ઓમિક્રોન સંક્રમણથી બાળકેને કેટલું જોખમ, રિસર્ચમાં સામે આવ્યું આ મોટું તારણ

કોરોના રોગચાળાની શરૂઆતથી, ચોક્કસ વય જૂથના લોકો માટે ચેપને એક મોટા પડકાર તરીકે જોવામાં આવે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ચેપના જોખમને લગતા અભ્યાસોમાં જુદા જુદા દાવા કરવામાં આવ્યા છે.

Omicron Variant:કોરોના રોગચાળાની શરૂઆતથી, ચોક્કસ વય જૂથના લોકો માટે ચેપને એક મોટા પડકાર તરીકે જોવામાં આવે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ચેપના જોખમને લગતા અભ્યાસોમાં જુદા જુદા દાવા કરવામાં આવ્યા છે. મોટાભાગના અભ્યાસો સંમત થાય છે કે પુખ્ત વયના લોકો કરતા બાળકોને ચેપ અને ગંભીર રોગનું જોખમ ઓછું હોય છે. બીજી તરફ, જો બાળકોને કોવિડ-19 રસી આપવામાં આવે તો તેઓ વધુ સુરક્ષિત રહી શકે છે. જો કે, હાલમાં વિશ્વમાં જે રીતે ઓમિક્રોન અને તેના સબ-વેરિઅન્ટ્સના કેસ વધી રહ્યા છે, જેને લોકોની ચિંતા વધારી દીધી  છે.

ઓમિક્રોન વેરિઅન્ટથી બાળકોમાં ચેપ અને ગંભીરતાના જોખમનો અભ્યાસ કરી રહેલા સંશોધકોની ટીમે મોટો દાવો કર્યો છે. નિષ્ણાતો કહે છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં, ઓમિક્રોનને ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ચેપની તીવ્રતાનું ઓછું જોખમ હોવાનું જાણવા મળ્યું છે. ચોક્કસ સંજોગો સિવાય આ પ્રકાર ધરાવતા બાળકોમાં ગંભીર ચેપનું જોખમ ઘણું ઓછું છે. જો કે, એ નોંધવું જોઈએ કે ઓમિક્રોનનો ચેપ દર ડેલ્ટા કરતા 6-8 ગણો વધારે હોઈ શકે છે, જેમાં ખાસ સાવધાની જરૂરી છે. ચાલો આ અભ્યાસ વિશે વધુ વિગતવાર જાણીએ.

બાળકોમાં ગંભીર કેસોનું જોખમ ઓછું

બાળકોમાં ચેપના જોખમ અંગેના આ અભ્યાસના તારણો જામા પેડિયાટ્રિક્સ જર્નલમાં પ્રકાશિત થયા છે. બાળકોમાં ઓમિક્રોન અને ડેલ્ટાના ચેપ સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ નક્કી કરવા માટે આ પ્રથમ મોટા પાયે અભ્યાસ છે. સંશોધનમાં, નિષ્ણાતોએ જોયું કે જો બાળકો ઓમિક્રોન વેરિઅન્ટનો શિકાર બને છે, તો પણ પુખ્ત વયના લોકો કરતાં તેમનામાં ગંભીર લક્ષણો બહુ ઓછા જોવા મળે છે. જો કે, વેરિઅન્ટના ઉચ્ચ ચેપી દરને કારણે બાળકોને ચેપનું જોખમ  છે.

અભ્યાસમાં શું મળ્યું?

આ અભ્યાસ યુએસમાં કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો હતો. આ માટે, ટીમે યુ.એસ.માં 651,640 થી વધુ બાળકોના ઇલેક્ટ્રોનિક સ્વાસ્થ્ય રેકોર્ડનું વિશ્લેષણ કર્યું. ઓમિક્રોનથી 22,772 થી વધુ બાળકો અને ડેલ્ટા વેરિઅન્ટથી લગભગ 66,000 બાળકો ચેપગ્રસ્ત હોવાના રેકોર્ડ હતા. અભ્યાસ, જેમાં ઘણા પરિમાણો લેવામાં આવ્યા હતા, તેમાં જાણવા મળ્યું હતું કે ઓમિક્રોનથી સંક્રમિત મોટાભાગના બાળકોની સરેરાશ ઉંમર દોઢ વર્ષ હતી.

નિષ્ણાતો શું કહે છે?

અભ્યાસના નિષ્કર્ષમાં કેસ વેસ્ટર્ન રિઝર્વ સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર રોંગ ઝુ કહે છે કે, ઓમિક્રોન ડેલ્ટા કરતાં ઓછી ગંભીરતા ધરાવે છે, જેમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોખમ ઓછું જોવા મળે છે. બાળકોને રસી આપવાનું બાકી હોવાથી અને કોવિડ-19ની જે રીતે મગજ, હૃદય, રોગપ્રતિકારક શક્તિ પર લાંબા ગાળાની આડઅસર જોવા મળી રહી છે, તેથી બાળકોને ચેપથી બચાવવા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.બાળકોમાં COVID-19 ચેપની લાંબા ગાળાની અસરો વિશે હજી ઘણું રિસર્ચ બાકી છે.  આ સ્થિતિ ચિંતાજનક હોઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Are Nail Extensions Safe: તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક છે નેઇલ એક્સટેન્શન? દાણો લાંબા નખના ગેરફાયદા
Are Nail Extensions Safe: તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક છે નેઇલ એક્સટેન્શન? દાણો લાંબા નખના ગેરફાયદા
Women Health: મહિલાઓમાં વાળ ખરવા કઇ બીમારીના છે સંકેત? જાણો એક્સ્પર્ટનો મત
Women Health: મહિલાઓમાં વાળ ખરવા કઇ બીમારીના છે સંકેત? જાણો એક્સ્પર્ટનો મત
તાંબાની કે કાચની, કઈ પાણીની બોટલ તમારા સ્વાસ્થ્ય માટે હિતકારી? જાણો ફાયદા
તાંબાની કે કાચની, કઈ પાણીની બોટલ તમારા સ્વાસ્થ્ય માટે હિતકારી? જાણો ફાયદા
Liver Cancer Symptoms:જો આંખોમાં આ લક્ષણો દેખાય, તો તાત્કાલિક ડૉક્ટર પાસે ભાગો, નહીં તો લીવરનું થઇ શકે છે કેન્સર
Liver Cancer Symptoms:જો આંખોમાં આ લક્ષણો દેખાય, તો તાત્કાલિક ડૉક્ટર પાસે ભાગો, નહીં તો લીવરનું થઇ શકે છે કેન્સર

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
Stock Market Highlights: શેર બજારમાં કડાકો યથાવત, સેન્સેક્સ 829 અને નિફ્ટી 228 પોઈન્ટ તૂટ્યો 
Stock Market Highlights: શેર બજારમાં કડાકો યથાવત, સેન્સેક્સ 829 અને નિફ્ટી 228 પોઈન્ટ તૂટ્યો 
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Gold Price: યુદ્ધ વચ્ચે સસ્તું થઈ રહ્યું છે સોનું! શું આ ખરીદી કરવાનો છે યોગ્ય સમય? 
Gold Price: યુદ્ધ વચ્ચે સસ્તું થઈ રહ્યું છે સોનું! શું આ ખરીદી કરવાનો છે યોગ્ય સમય? 
Embed widget