Right Time For Fruit: શું રાત્રીના સમયે ફળાહાર ખરેખર યોગ્ય છે ?
જો તમને રાત્રિના ભોજનમાં ફળો ખાધા પછી જ તરત સૂઈ જવાની ટેવ છે ? તો તમને જણાવી દઈએ કે આ ટેવ તમારા માટે જોખમી સાબિત થઇ શકે છે. તો તમારે આ ટેવને આજથી જ છોડી દેવાની જરૂરી છે.
![Right Time For Fruit: શું રાત્રીના સમયે ફળાહાર ખરેખર યોગ્ય છે ? Right Time For Fruit: Is it really right to eat fruit at night? Right Time For Fruit: શું રાત્રીના સમયે ફળાહાર ખરેખર યોગ્ય છે ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/25cec92335fed2d4a32a2cfb395cf809167299644962981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જો તમને રાત્રિના ભોજનમાં ફળો ખાધા પછી જ તરત સૂઈ જવાની ટેવ છે ? તો તમને જણાવી દઈએ કે આ ટેવ તમારા માટે જોખમી સાબિત થઇ શકે છે. તો તમારે આ ટેવને આજથી જ છોડી દેવાની જરૂરી છે, નહીંતર તેના ગંભીર પરિણામો આવી શકે છે. રાત્રિભોજન હંમેશા સંતુલિત ખોરાક લેવો જરૂરી છે.
આજકાલ લોકો ફિટનેસ માટે અલગ-અલગ વસ્તુઓ કરે છે. કેટલાક જીમમાં જઈ રહ્યા છે તો કેટલાક ઓછું ભોજન લઈ રહ્યા છે. તો કેટલાક લોકો એવા હોય છે જે રાત્રિભોજનમાં ફળ ખાઈને જ સૂઈ જાય છે. પરંતુ તેઓ નથી જાણતા કે આવું કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. હવે તમે વિચારતા હશો કે ફળ કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે? આ ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે, વિચાર્યા વગર કોઈપણ પ્રકારના ખોરાકનું સેવન કરવાથી નુકસાન જ થાય છે. કેટલાક લોકો રાત્રિભોજનમાં ફક્ત ફળો જ ખાતા હોય છે જે તેમના માટે સારું નથી.
કેમ ન ખાવા જોઈએ રાત્રે ફળ ?
ન્યુટ્રિશનિસ્ટનો કહે છે કે જો તમે રાત્રિભોજનમાં ફળો ખાતા હોવ તો તે બિલકુલ યોગ્ય નથી. તેમનું કહેવું છે કે, રાત્રિભોજન હળવું અને સ્વભાવમાં સંતુલિત હોવું જોઈએ. એટલા માટે રાત્રિ ભોજનમાં પુલાવ, ખીચડી, દલીયા અને બાજરીના ઢોસા જેવો આહાર લેવો જોઈએ. પ્રોટીનની માત્રા માટે આ વસ્તુઓની ઉપર ઘી નાખીને ખાવાથી ઘણા ફાયદા થાય છે. આ સંપૂર્ણ ભોજન છે, જે ખાવું જોઈએ. તેમણે કહ્યું કે કેટલાક લોકો એવા હોય છે જે વજન ઘટાડવા માટે માત્ર ફળ ખાવા લાગે છે, આમ કરવાથી હંમેશા બચવું જોઈએ.
રાત્રે ફળ ખાવા એ આરોગ્ય માટે જોખમી:
રાત્રે ફળો ખાધા પછી ભૂખ સંતોષાતી નથી. રાત્રિભોજનમાં માત્ર ફળો ખાવાથી શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે જરૂરી પોષક તત્ત્વો મળતા નથી અને શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. પૂરતું પ્રોટીન ન લેવું એ પણ સારું નથી કારણ કે તે મસલ્સ બનાવવા માટે જરૂરી છે. હેલ્ધી ફેટ્સનું સેવન ન કરવાને કારણે સાંધાને સ્વસ્થ રાખવામાં અને હોર્મોનલ ફંક્શનમાં સુધારો કરવામાં મુશ્કેલી આવે છે. માત્ર ફળોમાંથી જ પૂરતી એનર્જી મળતી નથી અને વાળ પણ ખરવા લાગે છે. એટલું જ નહીં, તે ત્વચાને શુષ્ક, નિસ્તેજ અને નિર્જીવ પણ બનાવી શકે છે. હાડકાંને પણ ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. રાત્રે માત્ર ફળ ખાવાથી હાડકાં નબળા પડી જાય છે.
રાત્રે શું ખાવું ?
ન્યુટ્રિશનિસ્ટો જણાવે છે કે, રાત્રિભોજન સંતુલિત હોવું જોઈએ. આપણા વડવાઓ પણ આવા જ આહારનું પાલન કરતા હતા. રાત્રે પરંપરાગત ખોરાક ફાયદાકારક છે. ફળોની વાત કરીએ તો, તે મધ્ય ભોજન છે અને મુખ્ય ભોજન નથી, તેથી માત્ર તેને ટાળવું જોઈએ અને રાત્રે આ વિકલ્પો પર ધ્યાન આપવું જોઈએ.
દાળ-ભાત
ભાત-કઢી
ખીચડી-કઢી
બાજરીની ખીચડી
રોટલી, શાક અને દાળ
રોટલી ,શાક અને કઢી
બાજરીના ડોસા-સંભાર
દૂધથી બનેલ દલીયા
ઇંડા બિરયાની
એગ કરી અને ચોખા
શાકભાજી સાથે ઓમેલેટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)