(Source: ECI/ABP News/ABP Majha)
આ કપડું સાંભળી શકે છે હૃદયના ધબકારા, જાણો કેવી રીતે કરે છે કામ
ભવિષ્યમાં આ પ્રકારના કપડાં શરીરના કાર્યોની દેખરેખ રાખવાનું ફેશનેબલ કામ કરશે. સિંગાપુરમાં નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટીના એક ટીમે આ કપડું બનાવ્યું છે
વૈજ્ઞાનિકોએ એક નવું ફેબ્રિક તૈયાર કર્યુ છે, જે આપણા હૃદયના ધબકારા પણ સાંભળી શકે છે. આ નવું ફેબ્રીક એક માઇક્રોફોનના રૂપમાં કાર્ય કરે છે, જે ધ્વનિક સંકેતોને વિદ્યુતમાં બદલી શકે છે. આ કપડું તૈયાર કરવા ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રી અવાજ સાંભળી શકે છે, જેના કારણે તેને પહેરનારા લોકોના હૃદયના ધબકારા પણ સાંભળી શકાય છે. નેચર નામના જર્નલમાં આ રિપોર્ટ પબ્લિશ થયો છે.
કોણે બનાવ્યું છે કપડું
ભવિષ્યમાં આ પ્રકારના કપડાં શરીરના કાર્યોની દેખરેખ રાખવાનું ફેશનેબલ કામ કરશે. સિંગાપુરમાં નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટીના એક ટીમે આ કપડું બનાવ્યું છે. જેને તેમણે વેઈ યાન નામ આપ્યું છે. જે માઈક્રોફોનના રૂપમાં કપડામાં વિશેષ રીતે કામ કરશે. યાર્ન અને તેના સહયોગી માનવ ઈયરડ્રમથી પ્રેરિત હતા. ધ્વનિ તરંગો ઈયરડ્રમમાં કંપન પેદા કરે છે. જે કોક્લીઅમ દ્વારા વિદ્યુતીય સંકેતોમાં પરિવર્તિત થાય છે. ઈયરડ્રમ ફાઈબરથી બન્યું છે.
કેવી રીતે કામ કરે છે આ કપડું
એમઆઈટીના એક વૈજ્ઞાનિક યોએલ ફિંક કહે છે કે. ઈયરડ્રમની અંદર એક વિશેષ પ્રકારના વિકીર્ણ હોય છે. ક્રિસ્કોસિંગ ફાઈબર સાંભળવામાં ભૂમિકા ભજવે છે અને કપડા જેવું દેખાય છે. ઈયર ડ્રમમાં જે થઈ રહ્યું છે તેને અનુરૂપ અવાજ નેનોસ્કેલ પર કપડાંને કંપન કરે છે. નવા કપડામાં કપાસના રેસા થોડા કઠણ હોય છે. જે અવાજના કંપનને સરળતાથી પરિવર્તિત કરે છે.
આ દોરાની સાથે એક સિંગલ ફાયબર વણવામાં આવ્યું હોય છે. જેમાં પીજોઈલેક્ટ્રિક સામગ્રીનું મિશ્રણ બોય છે, જે દબાવવાથી કે વાળાથી વોલ્ટેજ ઉત્પનન કરે છે. પીજોઈલેક્ટ્રિક યુક્ત ફાઈબરનું બકલિંગ અને નમવાથી વિદ્યુત સંકેત પેદા કરે છે, જે એક નાની સર્કિટ બોર્ડના માધ્યમથી ઉપકરણને મોકલે છે. જે વોલ્ટેજ માપે છે અને રેકોર્ડ કરે છે.
આ પણ વાંચોઃ
હાલ માત્ર 4,999 રૂપિયામાં તમારી થઈ શકે છે Hero ની આ શાનદાર બાઈક, જબરદસ્ત છે માઈલેજ