શોધખોળ કરો

Young Tips: કિચનમાં રહેલી આ ચીજોનો ઉપયોગ નિયમિત ત્વચા માટે કરશો તો 40માં પણ 25 જેવા દેખાશો

જો આપ હંમેશા યંગ દેખાવા માંગતા હોવ તો સૌથી પહેલા આપને તણાવમુક્ત રહેવું પડશે. ખુશ રહો અને યંગ સ્કિન માટે રસોડાની આ વસ્તુઓનો ઉપયોગ કરો.

Young Tips:જો આપ  હંમેશા યુવાન દેખાવા માંગતા હોવ તો સૌથી પહેલા આપને  તણાવમુક્ત રહેવું પડશે. ખુશ રહો અને યંગ સ્કિન માટે  રસોડાની આ વસ્તુઓનો ઉપયોગ કરો.

કોણ એવું હશે જે હંમેશા યુવાન અને સુંદર દેખાવા માંગતું નથી? . પોતાની ઉંમર છુપાવવા માટે, કેટલાક લોકો મેકઅપ કરે છે, કેટલાક સર્જરી કરાવે છે, પરંતુ જો તમે આ બધી બાબતોથી બચવા માંગતા હોવ અને યુવાન દેખાવા માંગો છો, તો તમે કેટલાક કુદરતી ઉપાયો કરી શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની પણ જરૂર નહીં પડે. તમારા રસોડામાં જ કેટલીક એવી વસ્તુઓ છે, જેનો ઉપયોગ કરીને તમે તમારી ઉંમર કરતા 10 વર્ષ નાના દેખાઈ શકો છો. આવો અમે તમને જણાવીએ એવી વસ્તુઓ, જેનાથી તમારી ઉંમર વધતી જતી ઉંમરની સ્કિન પર અસર ઓછી કરી શકાશે.

બટાકામાં સુંદરતાનું રહસ્ય છુપાયેલું છે

બટાટા દરેક રસોડામાં સરળતાથી મળી જાય છે. તેમાં જ સુંદરતાનું રહસ્ય છુપાયેલું છે. તેમના ઉપયોગથી ઉંમરની અસર પણ ઓછી થાય છે. બટાકામાં વિટામીન-સી, વિટામીન-બી6, ફોસ્ફરસ અને ઝીંક પૂરતી માત્રામાં મળી આવે છે. તે ચહેરા માટે રામબાણ સાબિત થાય છે. બટાકાનો રસ ચહેરા પર લગાવવાથી ડાઘ-ધબ્બા દૂર થાય છે અને રંગ પણ સાફ થાય છે.

વધતી ઉંમરની અસર ઓછી કરવા  ટામેટાં ખાઓ

ટામેટાંમાં હાજર શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ લાઇકોપીન કોષોને નુકસાનથી બચાવે છે અને તમને સુંદર અને યંગ બનાવે છે.ટામેટાંનો રસ ચહેરાને ગોરો અને ચમકદાર બનાવવામાં ઘણી મદદ કરે છે. તે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતા નુકસાનથી ચહેરાને પણ બચાવે છે. દરરોજ ટામેટાંનું સલાડ ખાવાથી ચહેરાની ચમક જળવાઈ રહે છે.

ફણગાવેલા અનાજમાંથી સુંદરતા મેળવો

જો આપ આપની  ઉંમરને કાબૂમાં રાખવા માંગો છો તો આજથી જ તમારા આહારમાં થોડો ફેરફાર કરો. તમે ખાઓ છો તેના કરતાં તમારા આહારમાં અંકુરિત અનાજનો વધુ સમાવેશ કરો. ચણા, સોયાબીન અને મગને અંકુરિત કરો અને તેને દરરોજ ખાઓ. તેમાં વિટામિન, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ અને મિનરલ્સ જેવા પોષક તત્વો મળી આવે છે, જે તમારું સ્વાસ્થ્ય પણ સારું બનાવે છે અને ત્વચા પર ચમક પણ લાવે છે.

ઓમેગા -3 ખોરાકનો ઉપયોગ કરો

યંગ દેખાવવા માટે આપને  આહારમાં ઈંડા, અખરોટ, માછલી જેવી ઓમેગા-3 વસ્તુઓનો સમાવેશ કરો.  આપના  ચહેરા પર ક્યારેય કરચલીઓ નહીં પડે. ત્વચાની ટાઇટનેસ પણ જાળવાઇ રહે છે. ઉપરાંત ચહેરાની ચમક જાળવી રાખવા માટે વધુ પાણી પીવો.

ગ્રીન ટી સાથે ગ્લો મેળવો

તમે ગ્રીન ટીને તમારી દિનચર્યાનો ભાગ બનાવી શકો છો. તેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. દરરોજ બેથી ત્રણ કપ ગ્રીન ટી પીવાથી વધારાની ચરબી દૂર થાય છે. ચહેરાની ચમક પણ જળવાઈ રહે છે. તે તમને હંમેશા સ્કિનને યંગ રાખે છે.

Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
Embed widget