(Source: ECI/ABP News/ABP Majha)
Sound Sleep:ઊંઘના દુશ્મન છે આ 5 ફૂડ આઇટમ, રાત્રિ ભોજનમાં લેવાનું કરો અવોઇડ
દરેક વ્યક્તિ રાત્રે સારી રીતે સૂવા માંગે છે. પરંતુ રાત્રે સૂવાના થોડા સમય પહેલા આપણે એવી વસ્તુ ખાઈએ છીએ, જેના કારણે આંખોથી ઊંઘ સંપૂર્ણપણે ઉડી જાય છે. . સારી ઊંઘ માટે રાત્રે કેટલાક ખોરાક લેવાનું ટાળવું જોઇએ.
Sound Sleep:દરેક વ્યક્તિ રાત્રે સારી રીતે સૂવા માંગે છે. પરંતુ રાત્રે સૂવાના થોડા સમય પહેલા આપણે એવી વસ્તુ ખાઈએ છીએ, જેના કારણે આંખોથી ઊંઘ સંપૂર્ણપણે ઉડી જાય છે. . સારી ઊંઘ માટે રાત્રે કેટલાક ખોરાક લેવાનું ટાળવું જોઇએ.
સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ જરૂરી છે. પરંતુ સારી ઊંઘ કેટલા કલાક હોવી જોઈએ? આ અંગે ડોકટરોના અલગ-અલગ મંતવ્યો છે. કેટલાક ડોકટરો કહે છે કે વ્યક્તિએ રાત્રે 7 થી 8 કલાક સૂવું જોઈએ. તો કેટલાક ડોકટરો કહે છે કે 7 થી 8 કલાકમાં એકથી બે કલાક પણ ગાઢ નિંદ્રા થઇ જાય પુરતુ છે. પછી ઊંઘ ચક્ર પૂર્ણ માનવામાં આવે છે. પરંતુ જો સારી ઊંઘ ન આવતી હોય તો થોડી સાવચેતી રાખવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, તમે રાત્રે સૂવા જાવ છો પરંતુ અડધી રાત સુધી ઊંઘ જ ન આવે તો વેઇટ ગેઇન પાચનમાં ગરબડ સહિતની સમસ્યા થાય છે. આ માટે ડીનરનું ડાયટ પણ મહત્વનું છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલીક ખાદ્ય ચીજો એવી હોય છે, જે જો રાત્રે ખાવામાં આવે અથવા પીવામાં આવે તો તે આપણી ઊંઘ ઉડાડી દે છે. આ ખોરાક વિશે જાણવું ખૂબ જ જરૂરી છે
સૂકા મેવાને અવોઇડ કરો
રાત્રે સૂતી વખતે વધુ સૂકા ફળો, કઠોળ, બ્રોકોલી, કોબીજ ખાવાનું ટાળવું જોઈએ. આ પેટમાં ખેંચાણનું કારણ બની શકે છે. જેના કારણે પેટમાં દબાણ આવે છે. ઉચ્ચ ફાઇબરવાળા ફળો અને શાકભાજીનું સેવન કરો. તેનાથી સારી ઊંઘ આવે છે.બગડતી જીવનશૈલી અને વધતા તણાવ, કામના ભારણને કારણે લોકોમાં દારૂનું ચલણ વધ્યું છે. લોકો આડેધડ દારૂ પીને સૂઈ જાય છે. પરંતુ થોડા સમય પછી તે એક વ્યસન બની જાય છે અને દારૂ વિના વ્યક્તિ ઊંઘી શકતો નથી. દારૂ પીવાનું બંધ કરવું જોઈએ.
ઓછો મસાલેદાર ખોરાક ખાઓ
જો તમારે રાત્રે સારી ઊંઘ લેવી હોય તો તમારે મસાલાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. રાત્રે વધુ મસાલા ખાવાથી શરીરનું તાપમાન વધે છે. પેટ ખરાબ થવાને કારણે ઊંઘ પણ સારી નથી આવતી.
ટામેટાં પણ ન ખાઓ
ટામેટાંમાં ઓક્સાલિક એસિડ જોવા મળે છે. રાત્રે ટામેટા ખાવાથી તે એસિડ બનાવવાનું કામ કરે છે. આ ખાટા ઓડકારનું કારણ બને છે. એસિડિટીની સમસ્યા વધે છે. રાત્રે ટામેટાં ખાવાનું ટાળો.
આઈસ્ક્રીમથી દૂર રહો
આઈસ્ક્રીમ શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધારે છે. આ હોર્મોન શરીરમાં ઉત્તેજના લાવે છે. આનાથી ઊંઘ આવતી નથી. રાત્રે આઈસ્ક્રીમ ન ખાવો જોઈએ. તેનાથી ઊંઘની સમસ્યા થઈ શકે છે.
ચા અને કોફી અવોઇડ કરો
ચા અને કોફીમાં કેફીન જોવા મળે છે. તે બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે. તેથી જ લોકો ઉર્જાવાન રહે છે. તેમને ઊંઘ આવતી નથી. રાત્રે કેફીનયુક્ત પદાર્થોનું સેવન ટાળવું જોઈએ.
પિઝા પણ ખાશો નહીં
પિઝા પણ આજના ડાયટનો એક ભાગ બની ગયો છે. પરંતુ તેને રાત્રે ખાશો નહીં. તેમાં માખણ અને ટામેટાંનું મિશ્રણ હોય છે. બંને ઊંઘમાં ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. જેના કારણે રાત્રે ઉંઘ ઉડી જાય છે.