Viral Video: કેક જોઈ રડી પડ્યા વૃદ્ધ, કારણ જાણી તમે પણ થઈ જશો ભાવુક
વીડિયોમાં જોઈ શકાય છે કે બર્થડેની કેક સામે આવતા જ વૃદ્ધા રડવા લાગ્યા, પરંતુ આ આંસુ દુઃખના નહીં, પરંતુ ખુશી અને આશ્ચર્યના હતા, કારણ જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે.
Amazing Video: જો તમને જન્મદિવસ પર કઈ પણ સરપ્રાઈઝ મળે તો તમે ખૂબ જ ખુશ થઈ જાઓ છો. ઘણીવાર તો ખુશીના મારે આપણી આંખમાં આસું પણ છલકાઈ જાય છે. ઉંમર ભલે ગમે તે હોય, જન્મદિવસ નિમિત્તે સરપ્રાઈઝ કેક મેળવવી અને મિત્રોની તાળીઓના ગડગડાટ વચ્ચે તેને કાપવી એ કંઈક અલગ જ અહેસાસ છે, પરંતુ એક વૃદ્ધ સાથે મામલો કંઈક અલગ જ નીકળ્યો. જ્યારે આ વૃદ્ધની સામે જન્મદિવસની કેક આવી ત્યારે તે રડવા લાગ્યા, પરંતુ આ આંસુ દુ:ખના નહીં, પરંતુ ખુશી અને આશ્ચર્યના હતા, જેનું કારણ જાણીને તમારી આંખો ચોક્કસપણે ભીની થઈ જશે અને તમે તમારી સાથે કામ કરનારાઓની ભાવનાના વખાણ કરતાં થાકશો નહીં.
View this post on Instagram
કેક જોયા પછી વૃદ્ધ રડવા લાગ્યા
આ વૃદ્ધ વ્યક્તિનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. ગુડ ન્યૂઝ મૂવમેન્ટ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોની શરૂઆતમાં એક મહિલા કેક લઈને જતી જોવા મળે છે. કેક પર કેટલીક મીણબત્તીઓ પણ પ્રગટાવવામાં આવે છે. અચાનક ત્યાં હાજર તમામ લોકો હેપ્પી બર્થ ડે ટુ યુ ગાવાનું શરૂ કરે છે. તે જ રસોડામાં કામ કરતા વ્યક્તિ પાસે મહિલા અટકી જાય છે. જ્યારે તે વ્યક્તિને ખબર પડે છે કે કેક તેના જન્મદિવસની છે, ત્યારે તેની આંખો આંસુઓથી ભરાઈ જાય છે. વીડિયોના કેપ્શનમાં એવું પણ લખવામાં આવ્યું છે કે વ્યક્તિને આ કેક ખૂબ જ ગમી.
વીડિયો જોઈ યુઝર્સ થયા ભાવુક
આ ભાવુક જન્મદિવસની ઉજવણી જોઈને ઘણા ઈન્સ્ટાગ્રામ યુઝર્સની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. એક યુઝરે લખ્યું કે 'આ વીડિયો જોઈને હું રડવા લાગ્યો. આવા સરપ્રાઈઝ અન્યને વિશેષ અનુભવ કરાવે છે. તે જ સમયે, એક યુઝરે લખ્યું કે, 'વ્યક્તિ અને તેના સહકર્મીને ખૂબ ખૂબ અભિનંદન.' અન્ય એક યુઝરે લખ્યું કે, 'જ્યારે જન્મદિવસની વાત આવે છે, ત્યારે દરેક વ્યક્તિ અંદરથી બાળક બની જાય છે, જે આ દિવસે ખાસ અનુભવવાનું પસંદ કરે છે.' એક યુઝરે લખ્યું કે, 'આ એક સુંદર લાગણી છે.'