Omicron variant: ઓમિક્રોન વેરિયન્ટ મહામારીના અંતના છે સંકેત? જાણો WHOએ શું આપી મહત્વની જાણકારી
WHO એ આ વેરિઅન્ટ પર નવી ચેતાવણી આપતાં કહ્યું કે, કોરોનાવાયરસનું નવું વેરિઅન્ટ, ઓમિક્રોન, પહેલા ક્યારેય જોવામાં ન આવ્યું હોય તેટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે.
ઓમિક્રોન વેરિઅન્ટ પર WHO: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સતત લોકોને ઓમિક્રોન વેરિઅન્ટ પર ચેતવણી આપી રહ્યું છે. એક પ્રેસ કોન્ફરન્સમાં, WHO એ આ વેરિઅન્ટ પર નવી ચેતવણી આપતાં કહ્યું કે, કોરોનાવાયરસનું નવું વેરિઅન્ટ, ઓમિક્રોન, પહેલા ક્યારેય જોવામાં ન આવ્યું હોય તેટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં તેના કેસ અભૂતપૂર્વ રીતે વધી રહ્યા છે. અત્યાર સુધીમાં, 77 દેશોમાં આ જબરદસ્ત રીતે પરિવર્તિત વેરિઅન્ટના પુષ્ટિ થયેલા કેસો નોંધાયા છે. WHO ચીફ ટેડ્રોસે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે આ વેરિઅન્ટના કેસ અન્ય ઘણા દેશોમાં પણ હાજર હોવાની શક્યતા છે જેમણે હજુ તે ડેટા પર રિસર્ચ ચાલું છે જો કે તે ગયા વર્ષના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં 75 ટકા વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
કોરોના નવા વેરિયન્ટની દહેશત વધી છે પરંતુ અત્યાર સુધીમાં તેનો જે પ્રભાવ જોવા મળી રહ્યો છે. તેને લઇને કહી શકાય કે. આ કોરોના મહામારીનો અંત પણ હોઇ શકે છે. ભલે ડેલ્ટા વેરિયન્ટથી ઓમિક્રોનની ફેલાવવાની ક્ષમતા પાંચ ગણી વધુ હોય પરંતુ ઓમિક્રોન સંક્રમિતોના દર્દીઓમાં અત્યાર સુધી ખૂબ જ માઇલ્ડ લક્ષણો જોવા મળી રહ્યાં છે અને દર્દીને હોસ્પિટલમાં એડમિટ થવાની પણ જરૂર નથી પડતી. આ મુદ્દે કેન્દ્રીય મંત્રાલયે અનેક એક્સ્પર્ટ સાથે આ મુદ્દે કેટલીક વાતચીત કરી હતી. નવા વેરિયન્ટની બીમારી કરવાની ક્ષમતા ઓછી હોવાથી તેની અંતની આ શરૂઆત પણ હોઇ શકે છે. આ વાતનો એકસ્પર્ટે સ્વીકાર કર્યો છે.
ડેલ્ટાની તુલનામાં ઓછો ખતરનાક
આઇસીએમઆરના મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવ કોઇ નિષ્ક્રર્ષ પર પહોંચે તે પહેલા તેઓ હજુ એક મહિનાની રાહ જોવાની વાત કરી રહ્યાં છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઓમિક્રોન ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે.પરંતુ અત્યાર સુધીના ડેલ્ટા કહે છે કે ઓમિક્રોનથી સરળતાથી સંક્રમિત તો વ્યક્તિ થઇ જશે પરંતુ તે તેને ગંભીર રીતે બીમાર નથી કરી શકતો. તેમણે જણાવ્યું કે, મહામારીનો અંત આવી જ રીતે થતો હોય છે. જો કે એક્સ્પર્ટના મત મુજબ એક વખત વાયરસ પેદા થઇ જાય તો ખતમ નથી થતો પરંતુ જ્યારે તેની ઝપેટમાં આવેલા લોકો બીમાર નથી પડતાં તો તે વાયરસથી પેદા થયેલી મહામારીનો અંત માનવામાં આવે છે. એકસ્પર્ટનું માનવું છે કે, ઓમિક્રોનથી પણ ઝડપથી ફેલાતા હજું અનેક કોરોના વેરિયન્ટ આવી શકે છે પરંતુ તેનાથી લોકો બીમાર નહીં પડે. ચિંતા કરવાની જરૂર નથી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )