Heart Attack Alert : મહિલાઓમાં હાર્ટ અટેક પહેલા જોવા મળે છે આ ખાસ લક્ષણો, આ સંકેત મળે તો થઇ જાવ સાવધાન
હાર્ટ એટેક દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ એ સૌથી સામાન્ય લક્ષણ છે. નિષ્ણાતોના મતે, આ સમય દરમિયાન એવું લાગે છે કે તમે મેરેથોન દોડ પૂર્ણ કરી છે. વ્યક્તિ ચાલવા માટે પણ અસહાય અનુભવે છે.
Heart Attack Alert :અમેરિકાના ક્લેવલેન્ડ ક્લિનિક મેડિકલ સેન્ટરના એક રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાર્ટ એટેક દરમિયાન છાતીમાં દુખાવો સિવાય અન્ય ઘણા લક્ષણો છે જે ફક્ત મહિલાઓમાં જ જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો મહિલાઓમાં પરસેવો, પેટમાં દુખાવો, આરામ કરવા છતાં થાક જેવા લક્ષણો સતત જોવા મળે છે તો તેને નજરઅંદાજ ન કરવી જોઈએ. જાણો મહિલાઓએ કયા લક્ષણોને અવગણવા ન જોઈએ અને કેવી રીતે હૃદયને સ્વસ્થ રાખવું...
પીઠ, ગરદન, જડબા અને હાથમાં દુખાવો
હાર્ટ એટેક ખાસ કરીને છાતી અથવા ડાબા હાથના દુખાવા સાથે સંકળાયેલ છે, પરંતુ સ્ત્રીઓમાં હાર્ટ એટેકના કિસ્સામાં, ગરદન અને જડબામાં પણ દુખાવો થઈ શકે છે. આ પીડા તીવ્ર અથવા સતત હોઈ શકે છે.
શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવવા
હાર્ટ એટેક દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ એ સૌથી સામાન્ય લક્ષણ છે. નિષ્ણાતોના મતે, આ સમય દરમિયાન એવું લાગે છે કે તમે મેરેથોન દોડ પૂર્ણ કરી છે. વ્યક્તિ ચાલવા માટે પણ અસહાય અનુભવે છે.
પેટમાં દુખાવો અથવા પેટ સંબંધિત બીમારી
પેટના દુખાવાના કિસ્સામાં, મોટાભાગના લોકો તેને ફૂડ પોઇઝનિંગ, ફ્લૂ અથવા હાર્ટબર્ન સાથે જોડે છે, પરંતુ જો પેટમાં અથવા તેની આસપાસ અસામાન્ય દબાણ અનુભવાય છે, તો હૃદયના ડૉક્ટરનો પણ સંપર્ક કરવો જોઈએ.
ઠંડા પરસેવો થવો
ઘણી વખત જોવામાં આવ્યું છે કે હાર્ટ એટેક વખતે મહિલાઓને ઠંડો પરસેવો આવે છે. ક્યારેક તણાવને કારણે પણ આવું થાય છે. જો તમે અચાનક ઠંડા પરસેવો અનુભવાય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
આરામ કરવા છતાં થાક ઓછો ન થવો
જો તમે લાંબા સમય સુધી આરામ કર્યા પછી પણ ખૂબ થાક અનુભવો છો, આરામ બાદ પણ શરીર થાકેલું રહે છે. ઓછો કામે વધુ થાક લાગે છે. તે હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે.
છાતીમાં દબાણ અને દુખાવો
જો તમને છાતીમાં દુખાવો, અસ્વસ્થતા, બળતરા અને દબાણ અનુભવાય તો તે હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. કેટલીક સ્ત્રીઓમાં, છાતીની ડાબી બાજુએ નહીં પણ આખી છાતીમાં દુખાવો થાય છે તો કયારેક બળતરા થાય છે આ તમામમાંથી કોઇ એક લક્ષણો અનુભવાય તો ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )