Skin Care: 30 વર્ષની ઉંમરે આ રીતે કરશો સ્કિનની કેર તો જળવાઈ રહેશે તમારી સુંદરતા, નહી પડે બ્યુટી પ્રોડક્ટ્સની જરૂર!
30 વર્ષની ઉંમરમાં મહિલાઓ પોતાની ત્વચાને યુવાન રાખવા માટે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે, જેનાથી તેમની ત્વચા પર ખરાબ અસર પડે છે. ત્યારે આજે અમે તમને સ્વસ્થ ત્વચા મેળવવાની સાચી રીત જણાવીશું.
Skin Care: વૃદ્ધત્વ એ કુદરતી પ્રક્રિયા છે જેને કોઈ ટાળી શકતું નથી. તે ત્વચા પર પણ અસર કરે છે, તે 30 વર્ષની ઉંમરથી ત્વચા પર અસર કરવાનું શરૂ કરે છે, જેને દૂર કરવા માટે મહિલાઓ ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ અને એન્ટી એજિંગ ક્રીમનો ઉપયોગ કરે છે. ઘણી વાર યુવતીઓ અજાણતાં જ યુવાન દેખાવા માટે ખોટી વસ્તુઓનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે અને આ રીતે 30 વર્ષની ઉંમરે પણ તમે 40 અને 50ની દેખાવા લાગે છે. તે મહિલાઓ માટે આજે અમે કેટલીક સ્કિન કેર રૂટિન વિશે માહિતી આપીશું. જેનાથી તેઓ લાભ મેળવી શકે છે.
બ્લીચને ના કહો- વધતી ઉંમરમાં મહિલાઓ સુંદર દેખાવા માટે બ્લીચનો સહારો લે છે. પરંતુ એક ઉંમર પછી તેની તમારી સુંદરતા પર વિપરીત અસર પડી શકે છે. 30 પછી ચહેરા પર કરચલીઓ થવી સ્વાભાવિક છે, પરંતુ જો તમે 30 વર્ષની ઉંમરે બ્લીચ કરાવો છો, તો તે તમારી ત્વચાની ઇલાસ્ટીસીટીને નબળી પાડે છે, જે કરચલીઓ વધવાનું કારણ બને છે, તેથી બ્લીચિંગ ટાળો.
વાઇપ્સનો ઉપયોગ કરવાનું ટાળો- અમે મેકઅપ રિમૂવર માટે ખૂબ જ સરળ વિકલ્પ પસંદ કરીએ છીએ, તે છે વાઇપ્સ. પરંતુ શું તમે જાણો છો કે એક ઉંમર પછી તે તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે. તે તમારી ત્વચાને ઢીલી કરી દે છે. હા વાઇપ્સ તમારી ત્વચાની લવચીકતાને ઘટાડી શકે છે. જેના કારણે ત્વચા ઢીલી દેખાય છે અને કરચલીઓ થાય છે. જો તમે તમારો મેકઅપ સાફ કરવા માંગો છો, તો તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો અથવા તમે કોઈપણ ક્લીન્સરનો પણ ઉપયોગ કરી શકો છો.
ક્લિન્સિંગ ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગને સ્કીપ ના કરો- વૃદ્ધાવસ્થામાં ક્લિનિંગ ટોનિંગ અને મોઈશ્ચરાઇઝિંગને ક્યારેય અવગણશો નહીં. તમારી સુંદર અને યુવાન ત્વચા માટે તમારે આ સ્કિન રૂટિન ક્યારેય ન છોડવી જોઈએ. દરરોજ આ નિત્યક્રમનું પાલન કરવાથી તમારી ત્વચા ચમકદાર દેખાશે.
આ બાબતોનું ધ્યાન રાખો
દરરોજ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. વધતી ઉંમર સાથે, SPF ની સંખ્યા પણ બદલાતી રહે છે, તેથી તમે ત્વચારોગ નિષ્ણાતની સલાહ પર સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો.
કરચલીઓ અને ફાઈન લાઈન્સથી બચવા માટે તમે ચહેરાની મસાજ કરી શકો છો. ફેશિયલ મસાજ કરવાથી ત્વચા ઢીલી પડતી નથી.
ત્વચાને હંમેશા મોઇશ્ચરાઇઝ્ડ રાખો, કારણ કે શુષ્ક ત્વચા ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સાથે તમારે ચહેરાની સફાઈ અને ફેશિયલ પણ કરાવવું જોઈએ. આ સારવાર તમારી ત્વચાને જુવાન અને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે.
Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.