Harleen Deol Century: હરલીન દેઓલે ધોળા દિવસે વેસ્ટ ઇન્ડિઝને તારા દેખાડ્યા, ફટકારી તાબડતોડ સદી
Harleen Deol IND W vs WI W: હરલીનની ODI કારકિર્દી પર નજર કરીએ તો તે બહુ લાંબુ નથી રહ્યું. હરલીને અત્યાર સુધી 15 વનડે મેચ રમી છે
Harleen Deol IND W vs WI W: ભારતીય મહિલા ટીમ અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ વચ્ચે અત્યારે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ રહી છે. આજે બીજી વનડે વડોદરામાં રમાઇ રહી છે, આ મેચમાં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ છે. આજની મેચમાં ભારતીય બેટ્સમેન હરલીન દેઓલે ધમાકેદાર પ્રદર્શન કર્યું અને સદી ફટકારી છે. હરલીને મંગળવારે બીજી વનડેમાં સદી ફટકારી હતી. તેને 103 બૉલનો સામનો કર્યો અને 115 રનની ઇનિંગ રમી. હરલીનની જોરદાર ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ 350 રનનો આંકડો પાર કર્યો. તેની સાથે પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાએ પણ સારી બેટિંગ કરી હતી.
વાસ્તવમાં, હરલીન બીજી વનડેમાં ભારત માટે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી હતી. આ દરમિયાન તેણે 103 બૉલનો સામનો કર્યો અને 115 રન બનાવ્યા હતા. હરલીનની આ ઇનિંગમાં 16 ચોગ્ગા સામેલ હતા. તેણે વેસ્ટ ઈન્ડિઝના બૉલરોની ખૂબ ધુલાઇ કરી હતી. હરલીને જેમિમાહ રૉડ્રિગ્ઝ સાથે સારી ભાગીદારી કરી હતી. જેમિમા 52 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેણે 36 બોલમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.
ᴍᴀɪᴅᴇɴ 1️⃣0️⃣0️⃣ 👏
— BCCI Women (@BCCIWomen) December 24, 2024
Harleen Deol brings up a deserved hundred for herself 🙌
Updates ▶️ https://t.co/u2CL80qolK#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @imharleenDeol pic.twitter.com/etH2A3uevu
હરલીનની અત્યાર સુધીની આવી રહી વનડે કેરિયર
જો આપણે હરલીનની ODI કારકિર્દી પર નજર કરીએ તો તે બહુ લાંબુ નથી રહ્યું. હરલીને અત્યાર સુધી 15 વનડે મેચ રમી છે. આ દરમિયાન 436 રન બનાવ્યા છે. તેણે વનડેમાં એક સદી અને 2 અડધી સદી ફટકારી છે. હરલીને વડોદરામાં 115 રનની ઇનિંગ રમી હતી. આ તેની ODI કારકિર્દીનો સૌથી મોટો સ્કોર છે.
ટીમ ઇન્ડિયાએ પાર કર્યો 350 રનોનો આંકડો -
ભારતે ODI સીરીઝની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 359 રનનો ટાર્ગેટ આપ્યો છે. હરલીનની ઇનિંગ્સના આધારે ભારતે 350 રનનો આંકડો પાર કર્યો હતો. હરલીનની સાથે મંધાના, પ્રતિકા અને જેમિમાએ જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. મંધાનાએ 47 બૉલમાં 53 રન બનાવ્યા હતા. પ્રતિકાએ 86 બોલનો સામનો કરીને 76 રન બનાવ્યા હતા. જેમિમાએ 52 રનની ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો