Health Tips: થાઇરોઇડની બીમારીથી પરેશાન છો? આપનો ડાયટ પ્લાન સમજી લો, થશે રાહત
થાઈરોઈડ એક એવો રોગ છે જેના માટે અસ્તવ્યસ્ત જીવનશૈલી જ જવાબદાર છે. ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાનપાનની આદતોના કારણે કોઇ પણ ઉંમરની વ્યક્તી તેનો શિકાર બને છે. આ સમસ્યા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.
Health Tips: થાઈરોઈડ એક એવો રોગ છે જેના માટે અસ્તવ્યસ્ત જીવનશૈલી જ જવાબદાર છે. ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાનપાનની આદતોના કારણે કોઇ પણ ઉંમરની વ્યક્તી તેનો શિકાર બને છે. આ સમસ્યા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.
થાઇરોઇડના લક્ષણોની વાત કરીએ તો વધુ પડતો થાક લાગવો, વાળ ખરવા, સમયસર પીરિયડ ન આવવો, ટેન્શન, પરસેવો આવવો, વારંવાર ભૂખ લાગવી. થાઇરોઇડના મુખ્ય લક્ષણો છે.
અળસીનું સેવન કરો
અળસીના બીજમાં કેલરી, સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ તેમજ ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે થાઇરોઇડને કંટ્રોલ કરે છે, તેમજ વજન વધવા દેતા નથી.
નારિયેળ થાઈરોઈડને પણ કંટ્રોલ કરશે
થાઈરોઈડના દર્દીઓ જો નારિયેળનું સેવન કરે તો તેનું મેટાબોલિઝમ બુસ્ટ થશે, સાથે જ થાઈરોઈડની સમસ્યાથી પણ છુટકારો મળશે. તમે નારિયેળ તેલ, ચટણી અને લાડુ બનાવવા માટે કાચા નારિયેળનો ઉપયોગ કરી શકો છો.
જેઠીમધ
જેઠીમધ પણ અસરદાર છે. તેમાં ટ્રાઇટરપેનોઇડ ગ્લાયસિરહેટિનિક એસિડ હોય છે, જે થાઇરોઇડના કોષોને ખતમ કરે છે, તેમજ તેને નિયંત્રિત કરે છે.
મશરૂમ
મશરૂમ પણ થાઇરોડના દર્દી માટે ઔષધ સમાન છે. વિટામિન અને મિનરલ્સથી ભરપૂર મશરૂમ થાઈરોઈડના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. મશરૂમ વજનને નિયંત્રિત કરવાની સાથે થાઈરોઈડને પણ નિયંત્રિત કરે છે.
હળદરવાળું દૂધ
હળદરવાળું દૂધ પણ અસરકારક છેઃ ઔષધીય ગુણોથી ભરપૂર હળદર થાઈરોઈડના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક છે. હળદર સાથે દૂધનું સેવન કરવાથી થાઈરોઈડ કંટ્રોલ રહેશે, સાથે જ અનેક રોગોનો ઈલાજ પણ થશે. દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં હળદર નાખીને પીવો.
ધાણા થાઈરોઈડને કંટ્રોલ કરશે
ધાણા થાઈરોઈડને કંટ્રોલ કરશેઃ ધાણામાં વિટામિન સી, વિટામિન કે અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ એક ગ્લાસ પાણીમાં 2 ચમચી આખા ધાણા નાખીને આખી રાત પલાળી રાખો. આ ધાણાને સવારે પાંચ મિનિટ પાણીમાં ઉકાળો અને પછી ગાળીને તેનું સેવન કરો, તમને ફાયદો થશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.