શોધખોળ કરો

જીવનસાથીની પસંદગી કરતી વેળાએ આટલી બાબતોનું રાખો ધ્યાન, નહી તો...

જો તમે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ જવાનું વિચારી રહ્યા છો, તો તમારે તમારા જીવનસાથીની પસંદગી અને નાપસંદ વિશે જાણવું જોઈએ, અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સંબંધની શરૂઆતમાં જે વ્યક્તિ મિસ્ટર રાઇટ હોવાનો દાવો કરતા હોય છે, એક સમય બાદ તેઓ સૌથી ખતરનાક સાબિત થાય છે. તમે સંબંધની શરૂઆતથી જ તેઓની નાની-નાની આદતોને નોટિસ કરીને અમુક ભૂલોથી બચી શકો છો. લગ્નનો પવિત્ર સંબંધ સાત જન્મનો અતૂટ બંધન માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત પતિ-પત્નીના સંબંધોમાં નાની નાની ગેરસમજો પણ અંતરનું કારણ બની જાય છે, એવી રીતે કે છોકરો હોય કે છોકરી, લગ્ન દરેક માટે એક મહત્વપૂર્ણ નિર્ણય છે, પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યુ છે કે, શરૂઆતમાં એકદમથી મિસ્ટર રાઇટ હોવાનો દાવો કરનાર વ્યક્તિ સમય જતા તમારાં માટે ખતરનાક પણ સાબિત થઇ શકે છે. હાલમાં શ્રદ્ધા વોકરનો કેસ ચારેતરફ ચર્ચાનો વિષય છે. તેથી જ તમે આવી ભૂલોથી બચો અને તમારાં માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી શકો

​પરફેક્ટ એલિજિબલ બેચલર

જે વ્યક્તિ તમને જીવન, રીતભાત, નોકરી અને આકર્ષક લૂકથી ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરી રહ્યો છે તેની સાથે સમય બરબાદ કરવાનું ટાળો. કારણ કે આવા લોકો જેટલી જલદી તમારી નજીક આવશે તેટલાં જ ઝડપથી દૂર પણ ભાગી જાય છે. તેઓ ઘણીવાર લેડી લવને એવું પણ જુઠ્ઠાણું કહેતા હોય છે કે, તમે એ પ્રથમ મહિલા છો જેને તેઓને આટલું સ્પેશિયલ ફિલ કરાવ્યું છે. આ સાંભળીને મહિલા પોતાને સ્પેશિયલ સમજવા લાગે છે અને તે વ્યક્તિ માત્ર ભરોસો જ નથી પણ પોતાનું સર્વસ્વ સમર્પિત કરવાની પણ તૈયારીઓ દર્શાવે છે.

લગ્ન માટે હંમેશા તૈયાર હોય 

જે પુરૂષો પહેલી મુલાકાત બાદથી જ લગ્ન કરવા માટે તૈયાર રહે છે, તેઓ ક્યારેય તમને વફાદાર નથી રહી શકતા. કારણ કે, આવા પુરૂષો માટે લગ્ન એક સાધારણ પ્રક્રિયા હોય છે, તેઓનો રોમાન્સ હનીમૂન ફેઝ એટલે કે લગ્નના શરૂઆત મહિનાઓમાં જ ફીક્કો પડવાનું શરૂ થઇ જાય છે. તેઓ પોતાના પાર્ટનરને દગો કરવામાં પણ એકવાર વિચારતા નથી.

તમારા પૈસા પર નિર્ભર રહેનાર 

સંબંધમાં સહજ થયા બાદ જો પાર્ટનર એક સમય બાદ તમારી પાસે નાની-મોટી ચીજવસ્તુઓની ડિમાન્ડ કરવા લાગશે. તે તમને કપડાં, ગિફ્ટ, પાર્ટી અને મોંઘી રેસ્ટોરાંમાં જવાની પણ ડિમાન્ડ કરે. એવું પણ શક્ય છે કે નવા-નવા પ્રેમમાં પડ્યા બાદ તમે પૈસા ખર્ચ કરવામાં કદાચ વિચારો નહીં પણ જ્યારે આ જ બાબત લોન્ગ-ટર્મ થવા લાગશે તો તમારી મુશ્કેલીઓ વધશે.

દરેક વાતની મમ્મી સાથે ચર્ચા 

અહીં મુદ્દો એ નથી કે પુરૂષોએ લગ્ન બાદ બદલાઇ જવું જોઇએ અને પોતાના પરિવાર કે માતાને ઓછું મહત્વ આપવું જોઇએ, પણ વાત એવા પુરૂષોની છે જેઓ દરેક વાતે પોતાની મમ્મીની જ વાત સાંભળતા હોય. તેઓ દરેક નાની-નાની વસ્તુઓ પોતાની મમ્મી સાથે ચર્ચા કરે છે. લગ્ન બાદ કોઇ પણ સામાન્ય નિર્ણયથી લઇને હરવા-ફરવાના નિયમો પણ તેમની માતા જ નક્કી કરતી હોય છે.જેની અસર પણ તેમના લગ્નજીવન પર પડે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
SIP Calculator: દર મહિને ₹10,000 ની એસઆઈપી કરો તો 20 વર્ષ પછી કેટલું ફંડ જમા થાય, જુઓ ગણતરી
SIP Calculator: દર મહિને ₹10,000 ની એસઆઈપી કરો તો 20 વર્ષ પછી કેટલું ફંડ જમા થાય, જુઓ ગણતરી
Embed widget