શોધખોળ કરો
ગુજરાતમાં રાત્રે ST બસમાં મુસાફરી કરતાં પહેલા સાવધાન: લૂટાંરૂઓએ આખે આખી બસ હાઈજેક કરી
1/5

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ લૂંટારૂઓ ઊંઝાના ઉનાવાથી મુસાફરના સ્વાંગમાં બસમાં ચઢ્યા હતા અને આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ચારેતરફ નાકાબંધી કરી લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથધરી છે. ત્રણે આંગડીયા પેઢીના કર્મચારીઓ ડીસાથી અમદાવાદ આવવા માટે પાર્સલ લઈને નીકળ્યા હતા. જે રીતે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે લૂંટારૂઓ જાણભેદુ છે.
2/5

પોલીસના જણાવ્યા અનુસાર, પાલનપુરથી અમદાવાદ જતી બસમાં મુસાફરોના સ્વાંગમાં બેઠેલા 9 જેટલા લૂંટારૂઓએ રિવોલ્વર અને હથિયારની અણીએ ત્રણ આંગડીયા પેઢીના કર્મચારીઓને લૂંટી લીધા હતાં. પોલીસે લૂંટારૂઓને પકડવા માટે ચક્રોગતીમાન કર્યા છે.
Published at : 07 Dec 2018 09:31 AM (IST)
Tags :
Mehsana PoliceView More





















