2000 Rupee Note: બેન્કમાં આ રીતે સરળતાથી બદલી શકશો 2000ના નોટ,જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
2000 Rupee Note Exchange: જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે કોઈપણ બેંકમાં જઈને આ ચલણ સરળતાથી બદલી શકો છો.
2000 Rupee Note Exchange: જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે કોઈપણ બેંકમાં જઈને આ ચલણ સરળતાથી બદલી શકો છો.
શુક્રવારે સાંજે, ભારતીય રિઝર્વ બેંકે જાહેરાત કરી કે, તે ભારતની સર્વોચ્ચ ચલણ એટલે કે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી રહી છે. નોંધનીય છે કે 2016ના નોટબંધી બાદ RBI દ્વારા 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી, જેને હવે પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે માહિતી આપી છે કે 23 મે, 2023 અને 30 સપ્ટેમ્બર, 2023 વચ્ચે બેંકોની મુલાકાત લઈને 2000 રૂપિયાની નોટો બદલી શકાય છે (2000 રૂપિયા એક્સચેન્જ). આ સાથે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે અને કોઈ તેને લેવાનો ઈન્કાર કરી શકશે નહીં.
બેંકોમાં આ રીતે નોટો બદલો
રિઝર્વ બેંકે લોકોને કહ્યું છે કે, તેઓ તેમની નજીકની શાખામાં જઈને 2000 રૂપિયાની નોટ જમા અથવા બદલી શકે છે. તેની ઓફિશિયલ નોટમાં કહેવામાં આવ્યું છે કે, લોકો બેંકમાં જઈને એક સમયે 20,000 રૂપિયા સુધીની 2000ની નોટ બદલી શકે છે. બેંકો સિવાય RBIની 19 પ્રાદેશિક ઓફિસમાં જઈને પણ 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. લોકોએ આ કામ 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. અમે તમને 2000 રૂપિયાની નોટ બદલવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ.
2000 રૂપિયાની નોટ કેવી રીતે બદલવી
- જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે કોઈપણ બેંકમાં જઈને આ નોટ સરળતાથી બદલી શકો છો.
- 23 મેથી તમે કોઈપણ બેંકમાં જઈને 2000 રૂપિયાની નોટ બદલી શકો છો.
- સૌથી પહેલા તમે તમારી બેંકમાં જાઓ અને નોટ બદલવા માટે કાઉન્ટર પર પહોંચો.
- ત્યાં ગયા પછી તમારે નોટો બદલવા માટે એક સ્લિપ ભરવી પડશે.
- આ ફોર્મમાં, તમારે ટેન્ડરનું નામ, આધાર નંબર દાખલ કરવો પડશે.
- આધાર સિવાય, તમે ID તરીકે ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID કાર્ડ, પાસપોર્ટ અને NREGA કાર્ડ પણ સબમિટ કરી શકો છો.
- તેની સાથે તમારે એ પણ માહિતી આપવી પડશે કે તમારી પાસે 2000 રૂપિયાની કેટલી નોટો છે,
- આ સાથે, નોટની કુલ કિંમત (વધુમાં વધુ 20,000 સુધી) બદલી શકાય છે.
- નોટ બદલ્યા પછી તમારે ફોર્મ પર સહી કરીને સબમિટ કરવાનું રહેશે.
- ફોર્મ સબમિટ કરતી વખતે સાચી જગ્યા અને તારીખ દાખલ કરો.
બેંકને આપવામાં આવેલ માર્ગદર્શિકા
રિઝર્વ બેંકે ગ્રાહકોની સુવિધા માટે બેંકોને ખાસ ગાઈડલાઈન જારી કરી છે. આ મુજબ 2000 રૂપિયાની નોટો બદલવા માટે દરેક શાખામાં અલગ કાઉન્ટર હોવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિનું બેંક ખાતું ન હોય તો પણ તે બેંકમાં જઈને પોતાના 2000 રૂપિયા બદલી શકે છે. બેંકો તે ગ્રાહકોની નોટો બદલવાની ના પાડી શકે નહીં. આ સાથે, તમારે 2000ની નોટ બદલવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં.