80 વર્ષીય અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાયડને વધુ એક વાર ખાધું લથડિયું, 2 વર્ષમાં 5મી વાર પડ્યા
કોલોરાડોમાં પ્રમુખ જૉ બાયડન વધુ એક વાર લથડિયું ખાઈ ગયા હતા અને માંડ માંડ પોતાની જાતને સંભાળી હતી.વ્હાઇટ હાઉસના એક અધિકારીએ માહિતી આપી છે કે સ્ટેજ પર રેતીની થેલીઓને કારણે આ ઘટના બની છે.
US President Joe Biden Video: અમેરિકી રાષ્ટ્રપતિ 80 વર્ષીય જૉ બાયડન એક કાર્યક્રમ દરમિયાન ફરી ઠોકર ખાઈને પડી ગયા. આ ઘટના કોલોરાડોની છે. જોકે, વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. જો કે, આ પહેલીવાર નથી જ્યારે બિડેને પોતાનું સંતુલન ગુમાવ્યું હોય. અમેરિકામાં ઉંમરને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે તેણે 2024માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે.
Joe Biden falls at the Air Force Graduation!
— 🗽🇺🇸 Rachel 🇺🇸🗽 ✨#TRUMPWON✨ (@Rachel4Trump_45) June 1, 2023
If he wasn't such a creepy criminal I would feel sorry for him. But I don't.🤣🤣🤣🤣pic.twitter.com/R8Hpg1fm5x
કોલોરાડોમાં એરફોર્સ એકેડેમી ગ્રેજ્યુએશન સેરેમનીમાં જૉ બાયડન સ્ટેજ પર નીચે પડી ગયા હતા. હકીકતમાં મંચ પર પહોંચેલા રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓ સાથે હાથ મિલાવ્યા હતા. ત્યારપછી જ્યારે તે પોતાની સીટ પર પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે અચાનક સંતુલન ગુમાવ્યું હતું અને તે ડઘાઈ ગયા હતા અને પડી ગયા હતા. આ જોઈને એરફોર્સના અધિકારીઓ તરત જ એક્શનમાં આવી ગયા અને તેમની મદદ કરી.
My friend just filmed Joe Biden @POTUS falling off his bike no joke. Just happened at Rehoboth Beach 😂 #JoeBiden #BidenIsAFailure #RehobothBeach #Trump #EpicFail #Biden pic.twitter.com/cVMycEwuI0
— jonboy (@jonboy79788314) June 18, 2022
જો કે, બાયડન પર આ ઘટનાની વધુ અસર જોવા મળી ન હતી. તે તરત જ સ્વસ્થ થઈને સીટ પર પરત ફર્યા હતા. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ માહિતી આપી છે કે સ્ટેજ પર રેતીની થેલીઓને કારણે આ ઘટના બની છે. ટેલિપ્રોમ્પ્ટરને ટેકો આપવા માટે આવી બે બેગ મૂકવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 80 વર્ષીય બિડેન પણ વ્હાઇટ હાઉસ પરત ફરતી વખતે આ ઘટનાની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા.
અગાઉ બનેલી ઘટનાઓ
2023માં ફેબ્રુઆરી અને માર્ચમાં સમાન ઘટનાઓ બની હતી, જ્યાં જૉ બાયડને ઠોકર વાગી હતી અને પડ્યા હતા..જૂન 2022માં તે લોસ એન્જલસની ફ્લાઈટમાં બેસવા ગયા ત્યારે પડી ગયા હતા. મે 2022ની શરૂઆતમાં તેમણે એન્ડ્રુઝ એરફોર્સ બેઝ પર પ્લેનમાં ચડતી વખતે સંતુલન ગુમાવ્યું હતું, પરંતુ હેન્ડ્રેલ્સની મદદથી ઝડપથી સ્વસ્થ થઈ ગયા હતા.
WATCH: Joe Biden stumbles up the Air Force One stairs for the second time in 2 weeks! pic.twitter.com/wdUEPKXl1D
— Trump War Room (@TrumpWarRoom) March 6, 2023
માર્ચમાં જ એરફોર્સ વન એરક્રાફ્ટમાં પૂછપરછ દરમિયાન જૉ બાયડન સીડી પરથી પડી ગયા હતા. તે દરમિયાન તે સેલમાથી પરત ફરી રહ્યા હતા. ખાસ વાત એ છે કે આવી ઘટનાઓને લઈને રિપબ્લિકન નેતાઓ સતત બાયડન પર નિશાન સાધી રહ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તે શારીરિક અને માનસિક રીતે ફિટ નથી.
બાયડન સાયકલ ચલાવતી વખતે પડી ગયા હતા
2022માં બાયડન પણ અમેરિકાના ડેલાવેર બીચ પર આવી ઘટનાનો ભોગ બન્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે અચાનક સાઈકલ રોકવા ગયા અને તે પડી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે પગરખાં પેડલમાં ફસાઈ જવાને કારણે આ ઘટના બની હતી.