પદની લાલચ હોય તેવા વ્યક્તિઓ AAPમાં ન ટકે, ભાજપ ડરી ગયું છે: ઇસુદાન ગઢવી
આજે વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી રાજીનામું આપતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ઘટના બાદ એબીપી અસ્મિતાએ AAPના પ્રદેશ અઘ્યક્ષ ઇસુદાન ગઢવી સાથે વાત કરી હતી. જાણીએ તેમને આ મુદ્દે શું પ્રતિભાવ આપ્યો હતો.
AAP Gujarat: આજે વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી રાજીનામું આપતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ઘટના બાદ એબીપી અસ્મિતાએ AAPના પ્રદેશ અઘ્યક્ષ ઇસુદાન ગઢવી સાથે વાત કરી હતી. જાણીએ તેમને આ મુદ્દે શું પ્રતિભાવ આપ્યો હતો.
આજે ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામુ આપતા આપમાં વધુ એક ભંગાણ થયું છે. ભાયાણીના રાજીનામાં બાદ વિધાનસભાનું સંખ્યાબળ ખંડિત થઈને 181 થયું છે. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે. જો કે આ ઘટનાને AAPના પ્રદેશ અઘ્યક્ષ ઇસુદાન ગઢવીએ કડક શબ્દોમાં વખોડી છે, તેમણે એબીપી અસ્મિતા સાથે વાત કરવા જાણવ્યું હતું કે, મજુબતાઈથી જ લડનાર વ્યક્તિ જ AAPમાં રહી શકે, તેમને પદની લાલચ હોય તેવા લોકો AAPમાં નહીં ટકી શકે
એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત દરમિયાન ઈસુદાન ગઢવીએ કહ્યું કે, “અમારી અમારી લડાઈ મુદ્દાની છે. જે સંઘર્ષ કરવા ઈચ્છે તે જ અમારી સાથે ટકી શકે છે. ભાજપ સતત અમારા પાંચ MLAને હેરાન કરે છેઃ.સામ,દામ, દંડ,ભેદની ભાજપની નીતિ છે. ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે અન એટલે જ 5 ધારાસભ્યો પર ભાજપ સતત દબાણ કરે છે.જો AAPના ચાર ધારાસભ્યો અકબંધ છે, કયાંક અમે થાપ ખાઈ ગયા છે”
ઉલ્લેખનિય છે કે, ભૂપત ભાયાણી આપમાંથી રાજીનામુ આપીને હવે ભાજપમાં જોડાશે તે નક્કી છે.ભૂપત ભાયાણીએ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠક કરી છે. તેઓ આ પહેલાથી જ સૌરાષ્ટ્રથી ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં હતા.