(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવતા ફફડાટ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં વિસ્તારમાંથી વધુ નોંધાયા કેસ
અમદાવાદ ફરી એકવાર કોરોનાનું એપી સેન્ટર બને તેવી સંકેતો મળી રહ્યાં છે. બહું લાંબા સમય બાદ ફરી અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા વધી છે.
અમદાવાદ ફરી એકવાર કોરોનાનું એપી સેન્ટર બને તેવી સંકેતો મળી રહ્યાં છે. બહું લાંબા સમય બાદ ફરી અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા વધી છે.અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 25 કોરોના કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નવા નોંધાયેલા કેસમાં પશ્ચિમ અને ઉતર પશ્ચિમના નવા 15 કેસ નોંધાયા છે. તો દક્ષિણ પશ્ચિમમાંથી નવા કેસ નોંધાયા છે. મોટાભાગના કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી છે. એક જ પરિવારમાં બે કે તેથી વધુ વ્યક્તિ વેક્સિન લીધા બાદ પણ સંક્રમિત થ આ લોકોના સંપર્કમાં આવતા લોકોને મનપાએ શોધવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. ગત રાત્રે યૂકેથી આવેલી ફ્લાઇટના રિપોર્ટ કરવામાં આવ્યા હતા જો કે તમામ પ્રવાસીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 61 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 39 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,339 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે 3,82,740 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશને સાત, ભાવનગર કોર્પોરેશનમાં છ, વડોદરા કોર્પોરેશનમાં પાંચ, વલસાડમાં ચાર, જામનગર કોર્પોરેશનમાં ત્રણ, ખેડામાં બે, નવસારીમાં બે, અમદાવાદમાં એક, આણંદમાં એક, ગાંધીનગરમાં એક, જૂનાગઢમાં એક, કચ્છમાં એક, રાજકોટમાં એક, અને વડોદરામાં એક કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 372 કેસ છે. જે પૈકી 09 વેન્ટીલેટર પર છે, જ્યારે 363 નાગરિકો સ્ટેબલ છે. 8,17,339 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10095 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.