શોધખોળ કરો

'રસી મુકાવો ને એક કિલો કપાસિયા તેલ મફતમાં લઈ જાઓ', કોરોના રસીકરણને વેગ આપવા ગુજરાતમાં ક્યાં લાગુ કરાઇ આ યોજના?

કોરોના વિરોધી રસી મુકાવવા લોકો આકર્ષાય તે માટે યોજના બનાવી છે. સાણંદના નળકાંઠાના 10 ગામોમાં હાલ એક વ્યક્તિને 1 કિલો કપાસિયા તેલ અપાશે. અમદાવાદ જિલ્લા પ્રશાશનની આકર્ષક યોજના છે. 

અમદાવાદઃ રસિકરણને વેગ આપવા રસી મુકાવો અને એક કિલો તેલ મેળવો યોજના લાગુ કરાઈ છે. સાણંદના 10 ગામોમાં રસી મુકાવનારને કપાસિયા તેલ અપાશે. અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે એક સ્વૈચ્છીક સંસ્થાના સહકારથી યોજના બનાવી છે.  

કોરોના વિરોધી રસી મુકાવવા લોકો આકર્ષાય તે માટે યોજના બનાવી છે. સાણંદના નળકાંઠાના 10 ગામોમાં હાલ એક વ્યક્તિને 1 કિલો કપાસિયા તેલ અપાશે. રસી મુકાવવામાં લોકોની ઉદાસીનતા સામે અમદાવાદ જિલ્લા પ્રશાશનની આકર્ષક યોજના છે. 

યુવા અનસ્ટોપેબલ સ્વૈચ્છીક સંસ્થાના સહકારથી જિલક પ્રશાસનનો પ્રયોગ છે. રસિકરણના મહાઅભિયાનમાં વધુમાવધુ સફળતા મળે તે માટેનો પ્રયાસ કરાયો છે. અમદાવાદ જિલ્લાના અમુક ગામોમાં હજુ 40 ટકા રસીકરણ જ થયું છે. અમદાવાદ જિલ્લામાં જે ગામમાં રસીકરણ ઓછું હશે ત્યાં આ યોજના લાગુ કરાશે. સાણંદ તાલુકા બાદ વિરમગામ તાલુકાના કેટલાક ગામોમાં પણ આ યોજના લાગુ કરાશે.

કોરોનાનો ડર ઓછો થતાં લોકો ફરવા નીકળી પડ્યા, સાપુતારા, ગીર સાસણમાં હોટલ અને રિસોર્ટ હાઉસ ફુલ

રાજ્યમાં કોરોનાના કેસમાં ભારે ઘટાડો નોંધાય રહ્યો છે. ત્યારે હવે લોકો હવે હિલ સ્ટેશન, પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો પર ફરવા માટે નીકળી પડ્યા છે. જેના કારણે રાજ્યના સાપુતારા, ગીર સાસણ, દ્વારકા, સોમનાથ સહિતના સ્થળો પર મોડી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર ગેસ્ટ હાઉસથી રિસોર્ટ હાઉસફુલ થયા છે. લોકોમાં કોરોનાનો ડર ઓછો થતા હવે શોર્ટ ડેસ્ટિનેશન પર ફરવા જઈ રહ્યા છે. જ્યારે કેટલાક લોકો રાજસ્થાન, કેરળ, મનાલી સહિતના અન્ય રાજ્યોમાં જવાનું પસંદ કરી રહ્યાં છે.

ટુર ઓપરેટરોના જણાવ્યા અનુસાર ઘણા સમય પછી લોકો હવે પ્રવાસ કરવાનું મન બનાવી રહ્યાં છે. તેમાં ય હવે ડિસ્કાઉંટ ટુર પેકેજને લીધે ટુરિસ્ટો આકર્ષાઈ રહ્યાં છે. વિવિધ ટુર પેકેજોમાં 20 ટકા સુધી ડિસ્કાઉંટ આપવામાં આવી રહ્યું છે. જેમાં દિલ્લીથી મનાલીનું ટુર પેકેજ 35 હજારને બદલે 27 હજારમાં ઓફર કરાઈ રહ્યું છે.

અમદાવાદથી ઉદયપુર બે નાઈટ પેકેજ 16 હજારને બદલે 11 હજાર અપાઈ રહ્યું છે. જ્યારે ગુજરાતમાં સાતુપારા, ગીર સાસણમાં મોટા ભાગની રિસોર્ટ ફુલ થઈ ગયા છે. જ્યારે માઉંટ આબુ, ઉદયપુર, રાણકપુરમાં પણ ગુજરાતના પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.

ઉદયપુરમાં 15 ઓગસ્ટ સુધી હોટલમાં બુકિંગ ફુલ થઈ ગયું છે. જો કે આપણે એક વાત એ ચોક્કસ યાદ રાખવી પડશે કે ફક્ત કોરોનાના કેસ ઓછા થયા છે. કોરોના સાવ ગયો નથી. એટલે લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે પણ જરૂરી છે.

ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સ્ટેબલ થયા છે. રાજકોટ સહિત 3 શહેર અને અમદાવાદ સહિત 23 જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં 18 જૂનના રોજ કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 71 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.72 ટકા થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે.

અહીં ન નોંધાયો એક પણ કેસ

5 કોર્પોરેશન વિસ્તાર અને 10 જિલ્લામાં જ કોરોનાના નવા કેસ નોધાયા છે. વડોદરા શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 4, સુરત શહેર અને તાપી જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. બીજી વેવમાં રાજ્યમાં સતત એક સપ્તાહથી 50થી ઓછા કેસ નોઁધાયા છે. અગાઉ રાજ્યમાં 2020ની 12 એપ્રિલે 48 કેસ નોંધાયા હતા.  અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, મહેસાણા, મહિસાગર, મોરબી, કચ્છ, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરતમાં એક પણ કેસ નોંધાયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaGermany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોતMorbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
health Tips: શું તમારા પગ પણ શિયાળામાં બરફ જેવા ઠંડા થઈ જાય છે? જાણી લો કઈ વસ્તુની છે ઉણપ
health Tips: શું તમારા પગ પણ શિયાળામાં બરફ જેવા ઠંડા થઈ જાય છે? જાણી લો કઈ વસ્તુની છે ઉણપ
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Embed widget